Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ટી.પી. સ્કીમ-6 સામે રહીશોમાં ભારે આક્રોશ:ભાજપ-કોંગ્રેસના કોર્પોરેટરો અને 2000 લોકો વાંધા અરજીઓ સાથે નગર નિયોજક કચેરીએ પહોંચ્યા, ગાંધીનગર સુધી આંદોલનની ચીમકી

    1 day ago

    જૂનાગઢ શહેરના જોશીપુરા વિસ્તારમાં રાજ્ય સરકાર અને સ્થાનિક તંત્ર દ્વારા જાહેર કરવામાં આવેલી ‘ટીપી સ્કીમ નંબર-6’ સામે સ્થાનિક રહીશોમાં પ્રચંડ આક્રોશ ફાટી નીકળ્યો છે. ટીપી સ્કીમ નંબર ૫ અને ૭ ના વિરોધ બાદ હવે સ્કીમ-6 સામે પણ લોકો સંગઠિત થઈને મેદાને આવ્યા છે. તંત્ર દ્વારા જોશીપુરા વિસ્તારમાં આશરે 5000થી વધુ નોટિસો ફટકારવામાં આવતાં નાગરિકો મોટી મુશ્કેલીમાં મુકાયા છે. આ વિરોધમાં પક્ષપાલત ભૂલીને જોશીપુરાના વોર્ડ નંબર ૬ ના ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષના કોર્પોરેટરો રહીશોની વહારે આવ્યા છે. TPO કચેરીએ 1500થી 2000 લોકોનો હલ્લાબોલ જોશીપરાની શક્તિનગર સોસાયટી સહિત વિવિધ સોસાયટીઓના 1500થી 2000 જેટલા રહીશો એકત્ર થઈને બહુમાળી ભવન ખાતે આવેલી નગર નિયોજક (TPO) ની કચેરીએ પહોંચ્યા હતા. સ્થાનિકોએ ટીપી સ્કીમ રદ કરવાની માંગ સાથે સામૂહિક તેમજ વ્યક્તિગત વાંધા અરજીઓ સુપ્રત કરી ઉગ્ર રજૂઆતો કરી હતી. "સાત પેઢી વાંચે તોય ન સમજાય તેવી નોટિસો": સોસાયટી પ્રમુખનો આક્રોશ શક્તિનગર સોસાયટીના પ્રમુખ જીતેન્દ્ર ઠાકરે તંત્રની કામગીરી સામે પ્રહાર કરતા જણાવ્યું હતું કે, "તંત્ર દ્વારા આપવામાં આવેલી નોટિસો સાત પેઢી વાંચે તો પણ સમજાય તેમ નથી. બેટરમેન્ટ ચાર્જ કોને અને શા માટે ભરવાનો છે તેની કોઈ સ્પષ્ટતા નથી. જે સોસાયટીઓ 1978થી બિનખેતી થયેલી છે અને 48 વર્ષ જૂની છે, જ્યાં અગાઉથી પહોળા રસ્તાઓ છે, ત્યાં નવી ટીપી સ્કીમ લાદવી અયોગ્ય છે." તેમણે ઉમેર્યું હતું કે ખૂણા પર આવેલા મકાનોમાં બંને બાજુથી 3-3 ફૂટ જગ્યા કપાઈ જતાં રહીશોનું મોટું નુકસાન થઈ રહ્યું છે. જો તંત્ર દ્વારા અન્યાયી નિર્ણયો પાછા ખેંચવામાં નહીં આવે તો જંતર-મંતર જેવા ઉગ્ર આંદોલન કરવાની પણ તેમણે ચેતવણી આપી છે. મકાન કપાત સામે વળતર શૂન્ય અને બેટરમેન્ટ ચાર્જનો બોજ: વિપક્ષી નેતા વિરોધ પક્ષના નેતા લલિત પરસાણાએ જણાવ્યું હતું કે, ગ્રામ પંચાયત, નગરપાલિકા અને મહાનગરપાલિકાના સમયથી કાયદેસર બિનખેતી થયેલા વિસ્તારમાં રોડ, રસ્તા, પાણી અને ગટર જેવી તમામ પ્રાથમિક સુવિધાઓ વર્ષોથી ઉપલબ્ધ છે. અગાઉથી વિકસિત વિસ્તારમાં રસ્તા પહોળા કરવાના નામે લોકોના મકાનો કાપવામાં આવે છે અને તેનું કોઈ વળતર આપવાને બદલે સામાથી બેટરમેન્ટ ચાર્જ વસૂલવામાં આવે છે, જે સામાન્ય નાગરિકોને પોસાય તેમ નથી. સરકારે જનહિતમાં ફેરવિચારણા કરીને ટીપી સ્કીમ-૬ તાત્કાલિક ધોરણે રદ કરવી જોઈએ.
    Click here to Read More
    Previous Article
    વાપી VUDA DP બેઠક: 40% જમીન કપાતનો વિરોધ:બિલ્ડરો અને જમીનધારકોમાં નારાજગી, કલેક્ટરે સૂચનો સાંભળ્યા
    Next Article
    ધ્રોલ દુષ્કર્મ કેસ: આરોપીને 10 વર્ષની સખત કેદ:કોર્ટે 4 લાખ વળતર અને 18 હજાર દંડ ચૂકવવા આદેશ કર્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment