Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વાપી VUDA DP બેઠક: 40% જમીન કપાતનો વિરોધ:બિલ્ડરો અને જમીનધારકોમાં નારાજગી, કલેક્ટરે સૂચનો સાંભળ્યા

    1 day ago

    વાપી શહેરી વિકાસ સત્તામંડળ (VUDA) દ્વારા નવી ડેવલપમેન્ટ પ્લાન (DP) તૈયાર કરવા માટે એક બેઠક યોજાઈ હતી. આ બેઠક વાપીના પદ્મભૂષણ રજ્જુ શ્રોફ ઓડિટોરિયમ હોલમાં જિલ્લા કલેક્ટર અને VUDAના ચેરમેન નીતિન સંગવાનની અધ્યક્ષતામાં યોજાઈ હતી. જેમાં જમીનધારકો, બિલ્ડરો, ડેવલપરો અને નાગરિકોના સૂચનો મેળવી વાપીના ભાવિ વિકાસ પર ચર્ચા કરવામાં આવી હતી. બેઠકમાં નોન-TP વિસ્તારમાં જમીનની 40 ટકા કપાતનો મુદ્દો મુખ્ય ચર્ચાનો વિષય બન્યો હતો. જમીનધારકો અને બિલ્ડરોએ આટલી મોટી કપાતથી જમીનમાલિકોને ભારે નુકસાન થવાની આશંકા વ્યક્ત કરી હતી. બિલ્ડર કવલ દેસાઈએ જણાવ્યું કે નોન-TP વિસ્તારમાં 40 ટકા કપાત યોગ્ય નથી અને જમીન ખરીદતી વખતે કરાયેલા રોકાણને ધ્યાનમાં રાખીને આ નિયમ પર ફેરવિચારણા થવી જોઈએ. માજી કોર્પોરેટર અભય શાહે કરવડ સહિતના વિસ્તારોનો ઉલ્લેખ કરતા જણાવ્યું કે કેટલાક લોકોએ ચોક્કસ હેતુસર જમીન ખરીદી NA પણ કરાવ્યું છે. જો હવે 40 ટકા કપાત કરવામાં આવે તો જમીન ખરીદવાનો મૂળ હેતુ જ પ્રભાવિત થઈ શકે છે. તેમણે જમીનધારકોના હિતમાં નિર્ણય લેવા રજૂઆત કરી હતી. ઔદ્યોગિક વિકાસ અંગે પણ સૂચનો રજૂ થયા હતા. મોરાઇ ઇન્ડસ્ટ્રીયલ પાર્કના સ્થાપક વિજયભાઈ દેસાઈએ VUDAની નવી DPની કામગીરીને આવકારી વાપીના ઔદ્યોગિક વિકાસ માટે સૂચનો કર્યા. તેમણે મોરાઇ ખાતે 24 મીટરના રસ્તાઓ બનાવવાની વાત કરી અને વટાર, કુંતા તથા મોરાઇ વિસ્તારમાંથી પસાર થતી 400 KV વીજ લાઇનને ધ્યાનમાં રાખીને ભવિષ્યનું આયોજન કરવા જણાવ્યું. પ્રમુખ ગ્રુપના જગદીશભાઈ ભાટુએ જૂના ડેવલપમેન્ટ પ્લાનને ધ્યાનમાં રાખીને નવો વિકાસ નકશો તૈયાર કરવાની માંગ કરી હતી. તેમણે શહેરમાં મુખ્યત્વે રહેણાંક, કોમર્શિયલ અને ઇન્ડસ્ટ્રીયલ એમ ત્રણ ઝોન રાખવાની રજૂઆત કરી. વાપીમાં ચોમાસા દરમિયાન પાણી ભરાવાની સમસ્યા અંગે પણ ચિંતા વ્યક્ત કરવામાં આવી હતી. આર્કિટેક્ટ મનીષ શાહ અને KREDAIના ઉપપ્રમુખ હિતેશ ભાનુશાલીએ કુદરતી કાસ, નાળા અને નહેરોના માર્ગો જળવાઈ રહે તે જરૂરી હોવાનું જણાવ્યું. તેમણે આવા પાણીના કુદરતી વહેણના માર્ગોનો સર્વે કરી નવી DPમાં તેનો સમાવેશ કરવાની માંગ કરી. બેઠકના અંતે, કલેક્ટર નીતિન સંગવાને તમામ હિતધારકોના સૂચનો ધ્યાનપૂર્વક સાંભળ્યા હતા. તેમણે ખાતરી આપી કે વાપીના સર્વાંગી અને આયોજનબદ્ધ વિકાસ માટે મળેલા તમામ અભિપ્રાયોને ધ્યાનમાં લેવામાં આવશે. આ બેઠકમાં મહાનગરપાલિકાના કમિશનર, મેયર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન, ઉપપ્રમુખ સહિતના આગેવાનો અને હિતધારકો ઉપસ્થિત રહ્યા હતા.
    Click here to Read More
    Previous Article
    Sukhbir Badal Attack Live Updates: PM Modi Dials Akali Chief's Wife, Asks About His Health
    Next Article
    ટી.પી. સ્કીમ-6 સામે રહીશોમાં ભારે આક્રોશ:ભાજપ-કોંગ્રેસના કોર્પોરેટરો અને 2000 લોકો વાંધા અરજીઓ સાથે નગર નિયોજક કચેરીએ પહોંચ્યા, ગાંધીનગર સુધી આંદોલનની ચીમકી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment