Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ...તો ભારત-પાકિસ્તાન વચ્ચે મેચ નહીં રમાય!:ભારતીય ફેન્સ પાકિસ્તાનની જીતની પણ દુઆ કરશે, બંને વચ્ચે ટક્કરની એકમાત્ર કન્ડિશન; જાણો એશિયન ગેમ્સનું શેડ્યૂલ

    2 दिन पहले

    જાપાનના આઈચી-નાગોયામાં એશિયન ગેમ્સ 19 સપ્ટેમ્બરથી 4 ઓક્ટોબર સુધી યોજાશે. રમતોના પ્રારંભિક તબક્કામાં ભારત અને પાકિસ્તાન વચ્ચે કોઈ ક્રિકેટ મેચ નહીં થાય, કારણ કે બંને ટીમને અલગ-અલગ ક્વાર્ટર ફાઇનલમાં રાખવામાં આવી છે. સામાન્ય રીતે વિવિધ દેશોની ટુર્નામેન્ટમાં ગ્રુપ સ્ટેજમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે મેચ થવી સામાન્ય બાબત છે, પરંતુ આ વખતે ફેન્સે તેમની વચ્ચેના સંભવિત મેચ માટે નોકઆઉટ સ્ટેજ સુધી રાહ જોવી પડશે. ભારતની મેન્સ ટીમને પાકિસ્તાન, બાંગ્લાદેશ અને શ્રીલંકા જેવી અન્ય એશિયાઈ દિગ્ગજ ટીમ સાથે સીધી જ ક્વાર્ટર ફાઇનલમાં સ્થાન આપવામાં આવ્યું છે. બાકીની 6 ટીમે અંતિમ આઠમાં પોતાનું સ્થાન પાક્કું કરવા માટે ગ્રુપ સ્ટેજમાં મેચ રમવી પડશે. ભારતને ક્વાર્ટર ફાઇનલ 2માં મળ્યું સ્થાન ક્રિકબઝના એક રિપોર્ટ અનુસાર, ભારતને ક્વાર્ટર ફાઇનલ 2માં રાખ્યું છે, જ્યારે પાકિસ્તાન ક્વાર્ટર ફાઇનલ 1માં રમશે. બંને મેચ 28 સપ્ટેમ્બરે યોજાવાની છે. તેમના વિરોધીઓનો નિર્ણય ગ્રુપ સ્ટેજના પરિણામો પરથી થશે, જેમાં 6 અન્ય ટીમ ક્વાર્ટર ફાઇનલની બાકી જગ્યાઓ માટે મુકાબલો કરશે. સેમિફાઇનલ ડ્રો પરથી એ પણ સ્પષ્ટ થઈ ગયું છે કે બંને કટ્ટર-હરીફ ટૉપ-4માં એકબીજાનો સામનો કરી શકશે નહીં. ક્વાર્ટર ફાઇનલ 2ની વિજેતા ટીમનો સામનો પહેલી સેમિફાઇનલમાં ક્વાર્ટર ફાઇનલ 3ની વિજેતા ટીમ સાથે થશે, જ્યારે ક્વાર્ટર ફાઇનલ 1ની વિજેતા ટીમનો મુકાબલો બીજી સેમિફાઇનલમાં ક્વાર્ટર ફાઇનલ 4ની વિજેતા ટીમ સાથે થશે. આનો અર્થ એ છે કે ભારત અને પાકિસ્તાનને સ્પર્ધાના અંતિમ તબક્કા સુધી અલગ-અલગ રાખવામાં આવશે. ફાઇનલમાં થઈ શકે છે ટક્કર બંને ટીમ ટૉપ બે સીડેડ સ્થાનો પર હોવાને કારણે, તેઓ ક્વાર્ટર ફાઇનલ કે સેમિફાઇનલમાં એકબીજાનો સામનો કરી શકશે નહીં. જો બંને ટીમ પોતપોતાની નોકઆઉટ મેચ જીતી જાય છે, તો તેમની વચ્ચેનો એકમાત્ર સંભવિત મેચ ગોલ્ડ-મેડલ (ફાઇનલ) મેચમાં થશે. જોકે, જો બંને પોતાની સેમિફાઇનલ હારી જાય છે, તો તેઓ બ્રોન્ઝ-મેડલ પ્લે-ઑફમાં સામસામે આવી શકે છે. 17 સપ્ટેમ્બરથી 3 ઓક્ટોબર સુધી રમાશે ક્રિકેટ એશિયન ગેમ્સ 19 સપ્ટેમ્બરથી 4 ઓક્ટોબર સુધી યોજાશે, જેમાં ક્રિકેટ 17 સપ્ટેમ્બરથી 3 ઓક્ટોબર સુધી રમાશે. તેની શરૂઆત વુમન્સ મેચથી (22 સપ્ટેમ્બરે) થશે અને ત્યારબાદ મેન્સની મેચ રમાશે. મેન્સની સ્પર્ધામાં 10 ટીમ અને વુમન્સ ઇવેન્ટમાં 8 ટીમ છે. સેમિફાઇનલનું લાઇન-અપ એવું છે કે ક્વાર્ટર ફાઇનલ 2ના વિજેતા (સંભવતઃ ભારત)નો મુકાબલો ક્વાર્ટર ફાઇનલ 3ના વિજેતાઓ સાથે થશે, જ્યારે ક્વાર્ટર ફાઇનલ 1ના વિજેતા (સંભવતઃ પાકિસ્તાન)નો મુકાબલો ક્વાર્ટર ફાઇનલ 4ના વિજેતાઓ સાથે થશે. બંને સેમિફાઇનલ 1 ઓક્ટોબરે યોજાવાની છે. તમામ ક્રિકેટ મેચ નાગોયાના પાલોમા મિઝુહો સ્ટેડિયમમાં રમાશે. આ ગેમ્સમાં T20 ફોર્મેટમાં થશે અને ભારતે શ્રેયસ અય્યર તથા હરમનેપ્રીત કૌરની કેપ્ટનશીપ હેઠળ પોતાની ટીમ પહેલાથી જ જાહેર કરી દીધી છે. એશિયન ગેમ્સ માટે ભારતીય મેન્સ ક્રિકેટ ટીમ શ્રેયસ અય્યર (કેપ્ટન), અભિષેક શર્મા, સંજુ સેમસન (વિકેટકીપર), ઈશાન કિશન (વિકેટકીપર), શિવમ દુબે, તિલક વર્મા (વાઇસ કેપ્ટન), નીતિશ કુમાર રેડ્ડી, અક્ષર પટેલ, વોશિંગ્ટન સુંદર, વરુણ ચક્રવર્તી, રવિ બિશ્નોઈ, જસપ્રીત બુમરાહ, હર્ષિત રાણા, અર્શદીપ સિંહ અને વૈભવ સૂર્યવંશી. એશિયન ગેમ્સ માટે ભારતીય વુમન્સ ક્રિકેટ ટીમ હરમનપ્રીત કૌર (કેપ્ટન), સ્મૃતિ મંધાના (વાઇસ કેપ્ટન), શેફાલી વર્મા, જેમિમાહ રોડ્રિગ્સ, દીપ્તિ શર્મા, રિચા ઘોષ (વિકેટકીપર), જી. કમલીની (વિકેટકીપર), ભારતી ફુલમાળી, શ્રી ચરણી, રેણુકા ઠાકુર, ક્રાંતિ ગૌડ, અરૂંધતિ રેડ્ડી, શ્રેયંકા પાટીલ, રાધા યાદવ અને નંદિની શર્મા.
    Click here to Read More
    Previous Article
    બાપુનગર પાસપોર્ટ કેન્દ્ર બન્યું અસુવિધાનું સરનામુ:પાસપોર્ટ ઓફિસમાં શાક માર્કેટ જેવા માહોલથી અરજદારો પરેશાન, ફરિયાદો છતાં સુવિધાઓમાં સુધારો શૂન્ય
    Next Article
    દમણમાં નમો હોસ્પિટલની સેવાઓનો પ્રારંભ:પ્રશાસક પ્રફુલ પટેલના હસ્તે વિધિવત શરૂઆત કરાઈ

    Related સપોર્ટ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment