Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બાપુનગર પાસપોર્ટ કેન્દ્ર બન્યું અસુવિધાનું સરનામુ:પાસપોર્ટ ઓફિસમાં શાક માર્કેટ જેવા માહોલથી અરજદારો પરેશાન, ફરિયાદો છતાં સુવિધાઓમાં સુધારો શૂન્ય

    2 days ago

    અમદાવાદ શહેરના બાપુનગર વિસ્તારમાં આવેલા પાસપોર્ટ સેવા કેન્દ્ર ખાતે હાલ ભારે અણઘડ વહીવટ અને ગંભીર અવ્યવસ્થાના દ્રશ્યો સામે આવ્યા છે. સરકારી ચોપડે જેને ‘સેવા કેન્દ્ર’ તરીકે ઓળખવામાં આવે છે, તે કેન્દ્ર હાલ દૂર-દૂરથી આવતા નાગરિકો માટે ભારે હાલાકી અને અસુવિધાનું કેન્દ્ર બની ગયું છે. સ્થાનિક એડવોકેટ અપૂર્વ પટેલ તથા અન્ય અરજદારોના જણાવ્યા મુજબ, કેન્દ્રની અંદર બેસવા માટે પૂરતી ખુરશીઓ કે અન્ય પ્રાથમિક સુવિધાઓ પણ ઉપલબ્ધ નથી. પરિણામે, ઓફિસનો માહોલ કોઈ સરકારી કાર્યાલયને બદલે ‘શાકમાર્કેટ’ જેવો બની ગયો છે અને લોકો કલાકો સુધી લાઈનોમાં ઊભા રહેવા મજબૂર બન્યા છે. એપોઇન્ટમેન્ટ છતાં રઝળપાટ અને ‘ડાયરેક્ટ રેફરન્સ’ના આક્ષેપ સામાન્ય રીતે પાસપોર્ટની પ્રક્રિયાને ઝડપી અને સુચારુ બનાવવા માટે અરજદારોને ચોક્કસ સમયની એપોઇન્ટમેન્ટ આપવામાં આવે છે. જોકે, બાપુનગર કેન્દ્રમાં સમયસર પહોંચવા છતાં લોકોને કલાકો સુધી રઝળવું પડે છે. અરજદારોએ ગંભીર આક્ષેપ કરતા જણાવ્યું છે કે, નિયમ મુજબ કામ કરવાને બદલે ડાયરેક્ટ રેફરન્સ અને સેટિંગથી ટોકન વગર જ લોકોને સીધો પ્રવેશ આપવામાં આવી રહ્યો છે. આ ગેરરીતિના કારણે સમયસર એપોઇન્ટમેન્ટ લઈને આવેલા પ્રામાણિક નાગરિકોની લાઈનો વધુને વધુ લાંબી થઈ રહી છે. કાઉન્ટર્સ પર કર્મચારીઓની અસમાન વહેંચણીથી પ્રક્રિયા ધીમી કેન્દ્રમાં ચાલતી ધીમી કામગીરી પાછળ કર્મચારીઓની અયોગ્ય વહેંચણી મુખ્ય કારણ હોવાનું સામે આવ્યું છે. હાલ કેન્દ્રમાં: આગળના મહત્વના કાઉન્ટર્સ પર કર્મચારીઓની સંખ્યા અત્યંત ઓછી હોવાથી પાસપોર્ટ પ્રોસેસિંગની પ્રક્રિયા ખૂબ મિલિમીટરની ઝડપે ચાલે છે, જેના કારણે આખી ઓફિસમાં અરજદારોનો અસહ્ય ભરાવો થાય છે. સુવિધા શૂન્ય, ફીમાં વધારો: CCTV તપાસની ઉગ્ર માગ અરજદારોમાં એ વાતનો ભારે આક્રોશ છે કે તાજેતરમાં પાસપોર્ટ ફીમાં વધારો કરવામાં આવ્યો હોવા છતાં તંત્ર યોગ્ય સુવિધાઓ આપવામાં તદ્દન નિષ્ફળ નીવડ્યું છે. નાગરિકોના મતે આ સેન્ટર માત્ર નાણાં ઉઘરાવવાનું સાધન બની ગયું છે. આ પરિસ્થિતિથી કંટાળીને અરજદારો અને એડવોકેટે ઉચ્ચ અધિકારીઓને અપીલ કરી છે કે બાપુનગર કેન્દ્રના CCTV ફૂટેજ તપાસવામાં આવે, જેથી અંદર ચાલતા અણઘડ વહીવટ અને સેટિંગનો પર્દાફાશ થઈ શકે. તંત્ર વહેલી તકે આ શાકમાર્કેટ જેવી સ્થિતિનો અંત લાવી નાગરિકોને માનપૂર્વક સેવા પૂરી પાડે તેવી ઉગ્ર માગ ઉઠી છે.
    Click here to Read More
    Previous Article
    ઝારખંડમાં વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જને લઈ વિરોધ પ્રદર્શન:જામનગરમાં ABVP દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું
    Next Article
    ...તો ભારત-પાકિસ્તાન વચ્ચે મેચ નહીં રમાય!:ભારતીય ફેન્સ પાકિસ્તાનની જીતની પણ દુઆ કરશે, બંને વચ્ચે ટક્કરની એકમાત્ર કન્ડિશન; જાણો એશિયન ગેમ્સનું શેડ્યૂલ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment