Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સ્વાતંત્ર્ય દિવસની પૂર્વસંધ્યાએ દેશભક્તિનો માહોલ:કલાપીનગર ખાતે શુભમ ગ્રુપ ઓફ ઈન્સ્ટિટ્યુશન દ્વારા ભવ્ય તિરંગા યાત્રા યોજાઈ

    1 day ago

    આગામી સ્વાતંત્ર્ય દિવસની ઉજવણીના ભાગરૂપે અમદાવાદના કલાપીનગર સ્થિત શુભમ ગ્રુપ ઓફ ઈન્સ્ટિટ્યુશનની નર્સિંગ છાત્રાઓ દ્વારા એક ભવ્ય અને ઉત્સાહવર્ધક 'તિરંગા યાત્રા' નું આયોજન કરવામાં આવ્યું હતું. નર્સિંગ ક્ષેત્રે ઉત્કૃષ્ટ શિક્ષણ આપતી સંસ્થા 'શુભમ ઈન્સ્ટિટ્યુટ ઓફ નર્સિંગ'ની વિધાર્થીનીઓએ હાથમાં રાષ્ટ્રધ્વજ ધારણ કરી સમગ્ર કલાપીનગર વિસ્તારમાં દેશભક્તિનો અનોખો માહોલ સર્જ્યો હતો. દેશભક્તિના નારા અને રાષ્ટ્રપ્રેમનો સંદેશ આ તિરંગા યાત્રા દરમિયાન મોટી સંખ્યામાં જોડાયેલી નર્સિંગ છાત્રાઓએ ભારતીય સશક્તતા, દેશની એકતા અને અખંડિતતાને બુલંદ કરતા સૂત્રોચ્ચાર અને દેશભક્તિના નારા લગાવ્યા હતા. વિધાર્થીનીઓના ઉત્સાહથી સમગ્ર માર્ગ પરથી પસાર થતા લોકોમાં પણ રાષ્ટ્રપ્રેમનો સંચાર થયો હતો. યાત્રાનો મુખ્ય ઉદ્દેશ્ય સમાજમાં રાષ્ટ્રભાવના જાગૃત કરવાનો અને 'રાષ્ટ્ર પ્રથમ'નો સંદેશ પહોંચાડવાનો હતો. સંસ્થાના સ્ટાફ અને શિક્ષકગણનો સહયોગ કલાપીનગરમાં આવેલા શુભમ ઈન્સ્ટિટ્યુટ ઓફ નર્સિંગ ખાતે નર્સિંગના વિવિધ વ્યવસાયિક અભ્યાસક્રમો ચલાવવામાં આવે છે. આ આયોજનમાં માત્ર છાત્રાઓ જ નહીં, પરંતુ સંસ્થાના આચાર્ય, શિક્ષકગણ તેમજ સમગ્ર બિન-શૈક્ષણિક સ્ટાફ પણ ઉત્સાહભેર જોડાણ કરી પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું. સમગ્ર કાર્યક્રમ અત્યંત અનુશાસિત અને દેશભક્તિના વાતાવરણમાં સંપન્ન થયો હતો.
    Click here to Read More
    Previous Article
    આણંદ પેરોલ ફર્લો સ્ક્વોડે બે વર્ષથી ફરાર આરોપીને પકડ્યો:જંબુસર ફેમિલી કોર્ટના કેસનો આરોપી રતનપુરથી ઝડપાયો
    Next Article
    વાપીમાં નાણાં મંત્રીની હાજરીમાં તિરંગા યાત્રા:ભર વરસાદમાં 4 કિ.મી. લાંબી યાત્રામાં 4500થી વધુ લોકો જોડાયા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment