Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    આણંદ પેરોલ ફર્લો સ્ક્વોડે બે વર્ષથી ફરાર આરોપીને પકડ્યો:જંબુસર ફેમિલી કોર્ટના કેસનો આરોપી રતનપુરથી ઝડપાયો

    1 day ago

    આણંદ જિલ્લા પેરોલ ફર્લો સ્ક્વોડે જંબુસર ફેમિલી કોર્ટના એક કેસમાં છેલ્લા બે વર્ષથી ફરાર આરોપીને રતનપુરથી ઝડપી પાડ્યો છે. આણંદ જિલ્લામાં નાસતા ફરતા ગુનેગારોને પકડવા માટે ચલાવાઈ રહેલી ઝુંબેશ અંતર્ગત આ સફળતા મળી છે. અમદાવાદ વિભાગના પોલીસ મહાનિરીક્ષક રાધવેન્દ્ર વત્સ અને આણંદ જિલ્લા પોલીસ અધિક્ષક જી.જી. જસાણી દ્વારા ફરાર આરોપીઓને ઝડપી પાડવા માટે ખાસ આદેશો આપવામાં આવ્યા હતા. આ સૂચનાના આધારે કાર્યવાહી કરવામાં આવી હતી. પેરોલ-ફર્લો સ્ક્વોડના પોલીસ ઈન્સપેક્ટર જે.એન. પરમારના માર્ગદર્શન હેઠળ સ્ટાફના માણસો પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન એ.એસ.આઈ. વિજયકુમાર કાંતિભાઈ અને પોલીસ કોન્સ્ટેબલ ધર્મરાજસિંહ જયમલસિંહને ચોક્કસ બાતમી મળી હતી. બાતમીના આધારે, જંબુસર ફેમિલી કોર્ટના કેસ નંબર ૩૩૧/૨૦૨૪ માં સજા પામેલ આરોપી નયનભાઈ ચંદુભાઈ પટેલ (રહે. વીસની ખડકી, રતનપુર, તા. ઉમરેઠ, જી. આણંદ) ને ઝડપી પાડવામાં આવ્યો છે. આરોપી સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી આગળની તપાસ શરૂ કરવામાં આવી છે. આ સમગ્ર કામગીરી પી.આઈ. જે.એન. પરમાર, એ.એસ.આઈ. જયદીપસિંહ નાથુસિંહ, એ.એસ.આઈ. વિજયભાઈ કાંતીભાઈ અને પો.કો. ધર્મરાજસિંહ જયમલસિંહની ટીમ દ્વારા સફળતાપૂર્વક પાર પાડવામાં આવી હતી.
    Click here to Read More
    Previous Article
    વાપીમાં ભારે વરસાદ વચ્ચે 4 કિ.મી. તિરંગા યાત્રા:મોટી સંખ્યામાં લોકો ઉત્સાહભેર જોડાયા, ઠેરઠેર પુષ્પવર્ષા, પોલીસ બેન્ડ, ઘોડેસવાર પોલીસ જવાનોની ટીમ આકર્ષણનું કેન્દ્ર બની
    Next Article
    સ્વાતંત્ર્ય દિવસની પૂર્વસંધ્યાએ દેશભક્તિનો માહોલ:કલાપીનગર ખાતે શુભમ ગ્રુપ ઓફ ઈન્સ્ટિટ્યુશન દ્વારા ભવ્ય તિરંગા યાત્રા યોજાઈ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment