Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વાપીમાં ભારે વરસાદ વચ્ચે 4 કિ.મી. તિરંગા યાત્રા:મોટી સંખ્યામાં લોકો ઉત્સાહભેર જોડાયા, ઠેરઠેર પુષ્પવર્ષા, પોલીસ બેન્ડ, ઘોડેસવાર પોલીસ જવાનોની ટીમ આકર્ષણનું કેન્દ્ર બની

    1 day ago

    વાપીમાં 80મા સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી પૂર્વે ગુરુવારે જિલ્લા કક્ષાની તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. ભારે વરસાદ હોવા છતાં રાજ્યના નાણાંમંત્રી કનુ દેસાઈની ઉપસ્થિતિમાં આ 4 કિલોમીટર લાંબી યાત્રામાં 4500થી વધુ લોકો જોડાયા હતા. આ યાત્રાને સવારે 9 વાગ્યે શ્યામજી કૃષ્ણ વર્મા ચોકથી લીલીઝંડી આપી પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું. તે વંદે માતરમ ચોક, રોટરી સર્કલ અને માં ફાઉન્ડેશન સર્કલ થઈને શહીદ પ્રેમકુમાર પાટીલ ઉદ્યાન ખાતે સમાપ્ત થઈ હતી. યાત્રામાં 25 શાળાના 3300થી વધુ વિદ્યાર્થીઓ, અધિકારીઓ, પદાધિકારીઓ અને નગરજનોનો સમાવેશ થયો હતો. ભારે વરસાદ હોવા છતાં મોટી સંખ્યામાં લોકો હાથમાં તિરંગો લઈને યાત્રામાં ઉત્સાહભેર જોડાયા હતા. વાપીવાસીઓએ ઠેરઠેર પુષ્પવર્ષા કરીને યાત્રાનું સ્વાગત કર્યું હતું. પોલીસ બેન્ડ, ઘોડેસવાર પોલીસ જવાનો અને બુલેટ રાઈડર્સની ટીમ યાત્રામાં આકર્ષણનું કેન્દ્ર બની હતી. આ પ્રસંગે મંત્રી કનુ દેસાઈએ જણાવ્યું હતું કે, 80મા સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે યોજાયેલી આ તિરંગા યાત્રા બદલ વાપી મહાનગરપાલિકા અને જિલ્લા વહીવટી તંત્ર અભિનંદનને પાત્ર છે. તેમણે ઉમેર્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તિરંગાને સરકારી કચેરીઓ અને વિશિષ્ટ સ્થળો પૂરતો મર્યાદિત ન રાખી સામાન્ય નાગરિક પણ તેને લહેરાવી શકે તેવું આયોજન કર્યું છે. તિરંગા યાત્રા સાથે ‘વંદે માતરમ’ ગીતની રચનાના 150 વર્ષ પૂર્ણ થવાના અવસરની પણ ઉજવણી કરવામાં આવી હતી. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા યુવા પેઢી આઝાદીના મૂલ્યને સમજે અને શહીદોને શ્રદ્ધાંજલિ આપે તે હેતુથી દર વર્ષે તિરંગા યાત્રાનું આયોજન કરાઈ છે. આ યાત્રામાં જિલ્લા પંચાયત પ્રમુખ હેતલબેન પટેલ, વાપી મનપાના મેયર દક્ષાબેન પટેલ, ધરમપુરના ધારાસભ્ય અરવિંદ પટેલ, ડેપ્યુટી મેયર મિતેશ દેસાઈ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન સતિષ પટેલ, જિલ્લા કલેક્ટર નીતિન સાંગવાન, જિલ્લા વિકાસ અધિકારી અતિરાગ ચપલોત, મનપા કમિશનર એન.એફ. ચૌધરી સહિતના આગેવાનો, અધિકારીઓ અને મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.
    Click here to Read More
    Previous Article
    પ્રિયંકાની ગૌમૂત્ર-એક્સપર્ટવાળા નિવેદન સામે 38 દેશોના વૈજ્ઞાનિકોનો વિરોધ:IIT મદ્રાસ ડિરેક્ટરના સમર્થનમાં ઓનલાઈન ઝુંબેશ, 14 હજાર લોકોનું સમર્થન; પ્રિયંકા પર માફી માટે દબાણ
    Next Article
    આણંદ પેરોલ ફર્લો સ્ક્વોડે બે વર્ષથી ફરાર આરોપીને પકડ્યો:જંબુસર ફેમિલી કોર્ટના કેસનો આરોપી રતનપુરથી ઝડપાયો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment