Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ઝઘડિયામાં જિલ્લાકક્ષાની સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીનું રિહર્સલ યોજાયું:ધ્વજવંદન, પરેડ તેમજ દેશભક્તિ અને સાંસ્કૃતિક કાર્યક્રમોનું નિરીક્ષણ કરાયું, વિવિધ વ્યવસ્થાઓની સમીક્ષા કરાઈ

    11 hours ago

    ભરૂચ જિલ્લા કક્ષાના 80મા સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી 15મી ઓગસ્ટે ઝઘડિયા તાલુકાની સેન્ટ ઝેવિયર્સ હાઈસ્કૂલના મિશન ગ્રાઉન્ડ ખાતે યોજાશે. આ કાર્યક્રમ રાજ્યના આરોગ્ય અને પરિવાર કલ્યાણ તથા તબીબી શિક્ષણ વિભાગના રાજ્યમંત્રી પ્રફુલ પાનસેરિયાની ઉપસ્થિતિમાં યોજાશે. આ ઉજવણીની તૈયારીઓના ભાગરૂપે ગુરુવારે નિવાસી અધિક કલેક્ટર આર. બી. ભોગાયતાની ઉપસ્થિતિમાં સમગ્ર કાર્યક્રમનું રિહર્સલ યોજાયું હતું. રિહર્સલ દરમિયાન ધ્વજવંદન, પરેડ અને મહાનુભાવોના આગમન સહિતની વિવિધ વ્યવસ્થાઓની સમીક્ષા કરવામાં આવી હતી. ઝઘડિયા તાલુકાની વિવિધ શાળાઓના વિદ્યાર્થીઓ દ્વારા રજૂ થનારા દેશભક્તિ અને સાંસ્કૃતિક કાર્યક્રમોનું પણ નિરીક્ષણ કરાયું હતું. કાર્યક્રમમાં કોઈ ક્ષતિ ન રહે અને તમામ વ્યવસ્થાઓ સમયસર પૂર્ણ થાય તે માટે સંબંધિત વિભાગોના અધિકારીઓને જરૂરી સૂચનાઓ અપાઈ હતી. નિવાસી અધિક કલેક્ટર આર.બી. ભોગાયતાએ કાર્યક્રમને સુચારુ અને ગૌરવપૂર્ણ રીતે સંપન્ન કરવા માટે તમામ વિભાગો વચ્ચે સંકલન જાળવી સમયસર કામગીરી પૂર્ણ કરવા માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. આ રિહર્સલ દરમિયાન નાયબ જિલ્લા પોલીસ અધિક્ષક અજય મીણા, ઝઘડિયા પ્રાંત અધિકારી સહિત જિલ્લાના વિવિધ વિભાગોના ઉચ્ચ અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
    Click here to Read More
    Previous Article
    ગાંધીનગરના અમૂલ ફેડ પેકેજિંગ ફિલ્મ પ્લાન્ટમાંથી ચોરી:7.16 લાખના કોપર વાયરો ગાયબ, અજાણ્યા તસ્કરો સામે ગુનો દાખલ
    Next Article
    પંચમહાલમાં ‘બદામ ગેંગ’ સામે ગુજસીટોક હેઠળ કાર્યવાહી:6 સભ્યો સામે ગુનો, એક ઝડપાયો; ગો-તસ્કરી સહિત 18 ગુના નોંધાયા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment