Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગાંધીનગરના અમૂલ ફેડ પેકેજિંગ ફિલ્મ પ્લાન્ટમાંથી ચોરી:7.16 લાખના કોપર વાયરો ગાયબ, અજાણ્યા તસ્કરો સામે ગુનો દાખલ

    10 hours ago

    ગાંધીનગરના સેક્ટર-25માં અમૂલ ફેડ પેકેજિંગ ફિલ્મ પ્લાન્ટના કમ્પાઉન્ડમાંથી તસ્કરો અંદાજે ₹ 7.16 લાખથી વધુની કિંમતના કૉપર કેબલ વાયરની ચોરી કરી ફરાર થઈ જતાં ચકચાર મચી છે. આ સમગ્ર મામલે કંપનીના આસિસ્ટન્ટ જનરલ મેનેજર દ્વારા સેક્ટર-21 પોલીસ મથકમાં અજાણ્યા ચોરો વિરુદ્ધ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આસિસ્ટન્ટ જનરલ મેનેજરે ફરિયાદ નોંધાવી સેક્ટર-25 સ્થિત અમૂલ ફેડ પેકેજિંગ ફિલ્મ પ્લાન્ટમાં છેલ્લા આઠેક વર્ષથી આસિસ્ટન્ટ જનરલ મેનેજર તરીકે ફરજ બજાવતા અજીતકુમાર કાંતીલાલ રાણાએ ફરિયાદ નોંધાવી છે. તેમના પ્લાન્ટમાં આયાત કરાયેલા કૉપર કેબલ વાયર કમ્પાઉન્ડમાં અલગ-અલગ ત્રણ ડ્રમમાં મૂકવામાં આવ્યા હતા. આ કેબલ વાયરોને ગાંધીનગરની મુખ્ય ડેરી ભાટ ખાતે મોકલવાના હોવાથી પ્લાન્ટ પરિસરમાં રાખવામાં આવ્યા હતા. 7 ઑગસ્ટે ડ્રમ ચેક કરતા વાયરો ન હતા 31 જુલાઈ, 2026ના રોજ સાંજે પ્લાન્ટના કમ્પાઉન્ડમાં 3 મોટા ડ્રમમાં કૉપર વાયર સુરક્ષિત પડ્યા હતા. બાદમાં 7 ઓગસ્ટના રોજ સાંજે સાડા ચારેક વાગ્યાના અરસામાં આ કેબલ વાયરને ભાટ ખાતે રવાના કરવા કોન્ટ્રાક્ટર સાથે ડ્રમની ચકાસણી કરવામાં આવી ત્યારે ત્રણેય ડ્રમ સંપૂર્ણપણે ખાલી હાલતમાં મળી આવ્યા હતા. સ્ટાફ, કોન્ટ્રાક્ટરોની પૂછપરછ કરવામાં આવી આ મામલે જાણ થતાં અધિકારીઓ અને કર્મચારીઓમાં દોડધામ મચી ગઈ હતી. ચોરીની શંકા જતાં અધિકારીઓએ કંપનીના સ્ટાફ તથા સંબંધિત કોન્ટ્રાક્ટરોના માણસોની પૂછપરછ કરી હતી. પરંતુ કોઈ નક્કર માહિતી મળી શકી ન હતી. આખરે ઉચ્ચ કચેરીને સમગ્ર ઘટનાથી વાકેફ કર્યા બાદ સેક્ટર-21 પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવી હતી.
    Click here to Read More
    Previous Article
    જામનગર નજીક સોયલ ટોલનાકા પાસે 11KV વીજ લાઇનનો તાર તૂટયો:સ્થાનિકોની સતર્કતાથી વાહનચાલકોને રોકી રસ્તો બંધ કરાયો, PGVCLની બેદરકારી સામે આક્રોશ
    Next Article
    ઝઘડિયામાં જિલ્લાકક્ષાની સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીનું રિહર્સલ યોજાયું:ધ્વજવંદન, પરેડ તેમજ દેશભક્તિ અને સાંસ્કૃતિક કાર્યક્રમોનું નિરીક્ષણ કરાયું, વિવિધ વ્યવસ્થાઓની સમીક્ષા કરાઈ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment