Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    જામનગર નજીક સોયલ ટોલનાકા પાસે 11KV વીજ લાઇનનો તાર તૂટયો:સ્થાનિકોની સતર્કતાથી વાહનચાલકોને રોકી રસ્તો બંધ કરાયો, PGVCLની બેદરકારી સામે આક્રોશ

    9 घंटे पहले

    જામનગર નજીક સોયલ ટોલનાકા પાસે ધ્રાંગડાના પાટિયા નજીક આજે મોટી દુર્ઘટના સર્જાતા સર્જાતા અટકી હતી. PGVCLની 11KV હાઈટેન્શન વીજ લાઈનનો તાર અચાનક તૂટીને ચાલુ ટ્રાફિક વચ્ચે રસ્તા પર પડ્યો હતો. વીજપ્રવાહ ધરાવતો તાર રસ્તા પર પડતાં સમગ્ર વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. સ્થાનિકોની સતર્કતાથી વાહનચાલકોને રોકી રસ્તો બંધ કરાયો વીજ વાયર રસ્તા પર પડતાં જ સ્થાનિક લોકો તાત્કાલિક હરકતમાં આવ્યા હતા. કોઈ વાહનચાલક કે રાહદારી વાયરનો ભોગ ન બને તે માટે સ્થાનિકોએ બંને તરફથી આવતા વાહનોને રોકી રસ્તો બંધ કરાવી દીધો હતો. જેના કારણે હાઇવે પર વાહનોની લાંબી કતારો લાગી હતી અને ભારે ટ્રાફિક જામના દૃશ્યો સર્જાયા હતા. એક કલાકથી વધુ સમય બાદ પણ PGVCLની ટીમ ન પહોંચી હોવાનો આક્ષેપ સ્થાનિકોના જણાવ્યા મુજબ, ઘટના બન્યાને એક કલાકથી વધુ સમય વીતી ગયો હોવા છતાં PGVCLનો એક પણ કર્મચારી કે અધિકારી સ્થળ પર પહોંચ્યો નહોતો. ભરચક હાઇવે પર વીજપ્રવાહ ધરાવતો હાઈટેન્શન વાયર ખુલ્લો પડ્યો હોવા છતાં તંત્રની કામગીરીમાં વિલંબ થતા લોકોમાં રોષ જોવા મળ્યો હતો. PGVCLની બેદરકારી સામે લોકોમાં ભારે આક્રોશ જોખમી સ્થિતિ હોવા છતાં વીજ કંપનીના કર્મચારીઓ સમયસર સ્થળ પર ન પહોંચ્યા હોવાના આક્ષેપને પગલે સ્થાનિકો અને વાહનચાલકોમાં ભારે આક્રોશ ફેલાયો છે. લોકોનું કહેવું છે કે જો સ્થાનિકોએ સમયસર વાહનચાલકોને અટકાવ્યા ન હોત તો મોટી જાનહાનિ સર્જાઈ શકતી હતી. ઘટનાને પગલે તંત્ર દ્વારા તાત્કાલિક કાર્યવાહી કરી વીજ લાઇનને સુરક્ષિત કરવાની માંગ ઉઠી છે.
    Click here to Read More
    Previous Article
    નલિયામાં તિરંગા યાત્રા યોજાઈ:‘ભારત માતા કી જય’ના નારાથી શહેર ગુંજી ઉઠ્યું
    Next Article
    ગાંધીનગરના અમૂલ ફેડ પેકેજિંગ ફિલ્મ પ્લાન્ટમાંથી ચોરી:7.16 લાખના કોપર વાયરો ગાયબ, અજાણ્યા તસ્કરો સામે ગુનો દાખલ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment