Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    નલિયામાં તિરંગા યાત્રા યોજાઈ:‘ભારત માતા કી જય’ના નારાથી શહેર ગુંજી ઉઠ્યું

    8 hours ago

    અબડાસા તાલુકાના મુખ્ય મથક નલિયા ખાતે સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીના ભાગરૂપે ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ યાત્રામાં નલિયા સહિત આસપાસના વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા, જેમાં દેશભક્તિનો માહોલ જોવા મળ્યો હતો. તાલુકા પંચાયત કચેરીથી પ્રારંભ થયેલી આ યાત્રા રાષ્ટ્રધ્વજ સાથે નલિયાના મુખ્ય બજાર વિસ્તારોમાંથી પસાર થઈ રામ મંદિર ખાતે સમાપ્ત થઈ હતી. સમગ્ર યાત્રા દરમિયાન દેશભક્તિના ગીતો અને 'ભારત માતા કી જય', 'વંદે માતરમ્'ના નારાથી વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું. આ તિરંગા યાત્રામાં અબડાસા તાલુકાના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજા અને કચ્છ જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ મહાવીરસિંહ જાડેજાએ આગેવાની લીધી હતી. રાજકીય આગેવાનો ઉપરાંત સામાજિક કાર્યકરો, ગામોના સરપંચો, શાળાના વિદ્યાર્થીઓ, શિક્ષકો, હોમગાર્ડના જવાનો અને પોલીસ કર્મચારીઓએ પણ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. યાત્રાનું વિશેષ આકર્ષણ નાના બાળકોની વેશભૂષા હતી. કેટલાક બાળકોએ મહાત્મા ગાંધી, શહીદ ભગતસિંહ અને ભારત માતાની વેશભૂષા ધારણ કરી લોકોનું ધ્યાન ખેંચ્યું હતું. બાળકોના આ દેશભક્તિપૂર્ણ રૂપને જોઈ ઉપસ્થિત લોકોમાં પણ ઉત્સાહ જોવા મળ્યો હતો. વરસાદી વાદળછાયા વાતાવરણ વચ્ચે પણ મોટી સંખ્યામાં લોકોની હાજરીએ આ કાર્યક્રમને યાદગાર બનાવી દીધો હતો. રાષ્ટ્રધ્વજની આન, બાન અને શાન સાથે યોજાયેલી આ યાત્રાએ નલિયાના નાગરિકોમાં દેશપ્રેમની ભાવનાને વધુ પ્રબળ બનાવી હતી.
    Click here to Read More
    Previous Article
    બોમ્બે હાઈકોર્ટે કહ્યું- માલ્યા-SBI વિવાદ ખતમ કરો:આનાથી દેશની અર્થવ્યવસ્થા પર ખરાબ અસર પડી રહી છે; ED પાસેથી સંપત્તિઓની વિગતો માગી
    Next Article
    જામનગર નજીક સોયલ ટોલનાકા પાસે 11KV વીજ લાઇનનો તાર તૂટયો:સ્થાનિકોની સતર્કતાથી વાહનચાલકોને રોકી રસ્તો બંધ કરાયો, PGVCLની બેદરકારી સામે આક્રોશ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment