Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બોમ્બે હાઈકોર્ટે કહ્યું- માલ્યા-SBI વિવાદ ખતમ કરો:આનાથી દેશની અર્થવ્યવસ્થા પર ખરાબ અસર પડી રહી છે; ED પાસેથી સંપત્તિઓની વિગતો માગી

    7 hours ago

    બોમ્બે હાઈકોર્ટે ભાગેડુ ઉદ્યોગપતિ વિજય માલ્યા અને બેંકો વચ્ચે ચાલી રહેલા કોમર્શિયલ વિવાદને હવે સમાપ્ત કરવાની વાત કહી છે. કોર્ટે આ મામલે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ એટલે કે ED પાસેથી તપાસની વર્તમાન સ્થિતિ અને જપ્ત કરાયેલી સંપત્તિઓની વિગતો પણ માગી છે. જસ્ટિસ મિલિંદ જાધવની સિંગલ જજ બેન્ચે માલ્યાની અરજી પર સુનાવણી કરતા કહ્યું કે જો બંને પક્ષો આ વિવાદને સમાપ્ત કરીને આગળ નહીં વધે, તો તેની દેશની અર્થવ્યવસ્થા પર સીધી અને નકારાત્મક અસર પડશે. એક દાયકાથી ચાલી રહેલા વિવાદનો અંત આવવો જરૂરી હાઈકોર્ટની બેન્ચે કહ્યું કે લગભગ એક દાયકાથી ચાલી રહેલા આ મામલાને હવે એક તાર્કિક અંત એટલે કે લોજિકલ કન્ક્લુઝન સુધી પહોંચવું જોઈએ. 70 વર્ષીય વિજય માલ્યાએ અરજી દાખલ કરીને સંપત્તિઓને બેંકોને સોંપવાના આદેશને અયોગ્ય ગણાવ્યો હતો. આના પર કોર્ટે કહ્યું કે કોમર્શિયલ વિવાદોનો ઉકેલ ઘણીવાર ખુદ વિવાદોની અંદર જ છુપાયેલો હોય છે. પક્ષોએ પરસ્પર ગૂંચવણમાં રહેવાને બદલે વ્યવહારિક સમાધાન એટલે કે પ્રેક્ટિકલ સોલ્યુશન તરફ આગળ વધવું જોઈએ. PMLA કોર્ટના આદેશને માલ્યાએ પડકાર્યો હતો વર્ષ 2020માં માલ્યાએ વિશેષ પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ એટલે કે PMLA કોર્ટના તે આદેશને પડકાર્યો હતો, જેમાં સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાની આગેવાની હેઠળના બેંકોના કન્સોર્ટિયમને ED દ્વારા જપ્ત કરાયેલી તેની સંપત્તિઓનો ઉપયોગ કરવાની મંજૂરી આપવામાં આવી હતી. માલ્યા પર બંધ થઈ ગયેલી કિંગફિશર એરલાઇન્સ (KFA) માટે અનેક બેંકો પાસેથી લીધેલા ₹9,000 કરોડના લોન ડિફોલ્ટનો આરોપ છે. માર્ચ 2016માં દેશ છોડીને ભાગ્યો, 2019માં ભાગેડુ જાહેર વિજય માલ્યા માર્ચ 2016માં યુકે ભાગી ગયો હતો. આ પછી વર્ષ 2019માં અધિકારીઓએ ભાગેડુ આર્થિક અપરાધી અધિનિયમ (FEOA) હેઠળ તેને ભાગેડુ આર્થિક અપરાધી જાહેર કર્યો હતો. કાયદા હેઠળ સત્તાવાળાઓને તેની સંપત્તિ જપ્ત કરવાનો અધિકાર મળ્યો છે. ભારત સરકાર સતત યુકે પાસેથી તેના પ્રત્યાર્પણનો પ્રયાસ કરી રહી છે. ભારત પાછા ન આવે ત્યાં સુધી રાહત આપવાનો કોર્ટનો ઇનકાર આ પહેલા ફેબ્રુઆરીમાં ચીફ જસ્ટિસ શ્રી ચંદ્રશેખર અને જસ્ટિસ ગૌતમ અનખડની બેન્ચે માલ્યાની બે અરજીઓ પર સુનાવણી કરી હતી. આ અરજીઓમાં FEOA હેઠળ પોતાને ભાગેડુ જાહેર કરવાના આદેશને પડકારવામાં આવ્યો હતો. 12 ફેબ્રુઆરીની સુનાવણીમાં કોર્ટે સ્પષ્ટ કહ્યું હતું કે જ્યાં સુધી માલ્યા ભારત પાછા ફરીને તેના અધિકારક્ષેત્રમાં શરણાગતિ સ્વીકારતો નથી, ત્યાં સુધી તેની અરજી પર વિચાર કરવામાં આવશે નહીં. પરત ફરવા પર અનિશ્ચિતતા, વકીલે સુપ્રીમ કોર્ટના ચુકાદાઓનો હવાલો આપ્યો 18 ફેબ્રુઆરીએ થયેલી આગામી સુનાવણીમાં માલ્યાએ કહ્યું કે ઇંગ્લેન્ડની અદાલતો દ્વારા લાદવામાં આવેલા પ્રતિબંધોને કારણે તે હાલમાં કહી શકતો નથી કે તે ભારત ક્યારે પાછો ફરશે. માલ્યા વતી હાજર રહેલા સિનિયર એડવોકેટ અમિત દેસાઈએ સુપ્રીમ કોર્ટના નિર્ણયોનો હવાલો આપતા વિનંતી કરી કે અરજદારની ગેરહાજરીમાં પણ બંધારણીય અદાલતો રિટ અરજીઓ પર નિર્ણય આપી શકે છે, તેથી બંને અરજીઓ પર અલગથી સુનાવણી કરવામાં આવે. શું છે ભાગેડુ આર્થિક અપરાધી અધિનિયમ (FEOA)? FEOA કાયદો તે આર્થિક અપરાધીઓ પર લગામ કસવા માટે બનાવવામાં આવ્યો છે જેઓ ભારતીય અદાલતોની કાર્યવાહી અને ધરપકડથી બચવા માટે દેશ છોડીને ભાગી જાય છે. આ કાયદા હેઠળ અદાલતોને કેસની સુનાવણી પૂરી થાય તે પહેલા જ આરોપીની દેશ અને વિદેશમાં રહેલી સંપત્તિઓને જપ્ત કરવાનો અને તેમને હરાજી/વેચીને બેંકોની બાકી રકમ વસૂલવાનો અધિકાર મળે છે.
    Click here to Read More
    Previous Article
    ‘One-shot exam wrong way to select students’: Former education secy R Subrahmanyam
    Next Article
    નલિયામાં તિરંગા યાત્રા યોજાઈ:‘ભારત માતા કી જય’ના નારાથી શહેર ગુંજી ઉઠ્યું

    Related બીઝનેસ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment