Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પંચમહાલમાં ‘બદામ ગેંગ’ સામે ગુજસીટોક હેઠળ કાર્યવાહી:6 સભ્યો સામે ગુનો, એક ઝડપાયો; ગો-તસ્કરી સહિત 18 ગુના નોંધાયા

    12 hours ago

    પંચમહાલ જિલ્લામાં ગો-વંશની તસ્કરી અને કતલ સહિત ગંભીર ગુનાઓ આચરતી 'બદામ ગેંગ'ના છ સભ્યો વિરુદ્ધ ગુજસીટોક કાયદા હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે. પોલીસે એક આરોપી, અનસ અબ્દુલગની બદામ,ની ધરપકડ કરી છે, જ્યારે અન્ય પાંચ આરોપીઓને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે. આ ગેંગ સામે ગો-વંશની ચોરી, હેરાફેરી, કતલ, શરીર સંબંધી ગુનાઓ, મિલકત સંબંધી ગુનાઓ અને પોલીસ પર હુમલા સહિત કુલ 18 ગંભીર ગુનાઓ વિવિધ પોલીસ મથકોમાં નોંધાયેલા છે. પોલીસે લાંબા સમયથી આ ટોળકીના ગુનાહિત રેકોર્ડ અને પ્રવૃત્તિઓ પર ઝીણવટભરી તપાસ કરી હતી. ગુજરાત રાજ્યમાં સંગઠિત ગુનાખોરીને જડમૂળથી ઉખાડી ફેંકવા માટે અમલમાં મુકાયેલા ગુજસીટોક કાયદા હેઠળ આ કડક કાર્યવાહી કરવામાં આવી છે. આ કાયદો રાજ્યમાં શાંતિ, સલામતી અને કાયદો-વ્યવસ્થા જાળવવા માટે અત્યંત મહત્વપૂર્ણ છે. ગેંગના વ્યાપક ગુનાહિત ઇતિહાસ અને સમાજ પર તેની વિપરીત અસરોને ધ્યાનમાં રાખીને, ગોધરા બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે 'બદામ ગેંગ' વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો. ગુનો દાખલ થતાં જ પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને અનસ અબ્દુલગની બદામને ઝડપી પાડ્યો હતો. ધરપકડ કરાયેલા અનસ અબ્દુલગની બદામ ઉપરાંત, નિશાર અહેમદ અબ્દુલગની બદામ, ઉમર અબ્દુલગની બદામ, સાજીદ ઇલિયાસ ભમેડી, ઇમરાન શૌકત રસુલભાઈ કોરયા ઉર્ફે મસલીયા અને ઓવેસ ઉર્ફે જુનેદ મહોંમદ હનીફ દુર્ગા સહિત પાંચ આરોપીઓ હજુ ફરાર છે. આ તમામ આરોપીઓ હાલ જ્યુડીશિયલ કસ્ટડીમાં હોવાથી, તેમને ટ્રાન્સફર વોરંટના આધારે કબ્જે મેળવવાની તજવીજ ચાલી રહી છે.
    Click here to Read More
    Previous Article
    ઝઘડિયામાં જિલ્લાકક્ષાની સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીનું રિહર્સલ યોજાયું:ધ્વજવંદન, પરેડ તેમજ દેશભક્તિ અને સાંસ્કૃતિક કાર્યક્રમોનું નિરીક્ષણ કરાયું, વિવિધ વ્યવસ્થાઓની સમીક્ષા કરાઈ
    Next Article
    રાજકોટમાં PGVCL કચેરીએ કોંગ્રેસનો હલ્લાબોલ:ઉર્જામંત્રી સમય ન આપતા જામનગર રોડ પરની 2 સબ ડિવિઝન ઓફિસનું લોકાર્પણ અટક્યાનો આક્ષેપ, 70 હજાર ગ્રાહકો વિજળી ગૂલની સમસ્યાથી પરેશાન

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment