Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રાજકોટમાં PGVCL કચેરીએ કોંગ્રેસનો હલ્લાબોલ:ઉર્જામંત્રી સમય ન આપતા જામનગર રોડ પરની 2 સબ ડિવિઝન ઓફિસનું લોકાર્પણ અટક્યાનો આક્ષેપ, 70 હજાર ગ્રાહકો વિજળી ગૂલની સમસ્યાથી પરેશાન

    13 घंटे पहले

    રાજકોટ શહેરના જામનગર રોડ ઉપર પી.જી.વી.સી.એલ. દ્વારા રૂ.6 કરોડોના ખર્ચે નિર્મિત સબ ડિવિઝન કચેરીનું ઉર્જા મંત્રી દ્વારા લોકાર્પણનો સમય આપવામાં ન આવતા ખુલ્લુ ન મુકાય રહ્યાનો કોંગ્રેસ દ્વારા આક્ષેપ કરાયો હતો જેને લીધે 70,000 જેટલા વીજ ગ્રાહકોને મુશ્કેલી પડી રહ્યાનું જણાવાયું હતું. જે મામલે PGVCL ના મટીરીયલ વિભાગના ચીફ એન્જિનિયરે 15 દિવસમાં નવું બિલ્ડિંગ ખૂલ્લું મુકાઇ જશે તેવું બાયેંધરી આપી હતી. જોકે આ વિરોધ દરમિયાન કમળવાળી સરકારના ઉર્જામંત્રી ઉદ્ઘાટનનો સમય આપો, રૂ.37 કરોડનું લિઝ ભાડું, 10 કરોડનું 66 KV સબ સ્ટેશન, 4 કરોડનું બિલ્ડિંગ, પ્રજાના પૈસાની કમાણી ઉદ્ઘાટનમાં અટવાણી' જેવા બેનરો સાથે સૂત્રોચ્ચાર પોકારવામાં આવ્યા હતા. રાજકોટના વોર્ડ નંબર 3 ના કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટર અતુલ રાજાણીએ જણાવ્યું હતું કે, વોર્ડ નંબર 3 માં PGVCL ની જે ઓફિસ છે. છેલ્લા ઘણા ટાઈમથી લોકોને મુશ્કેલીઓ પડતી હતી. જ્યારે લાઈટ જાય, ગામડા જેવી પરિસ્થિતિઓ હાલ થઈ ગઈ હતી ત્યારે કોંગ્રેસના અમારા પૂર્વ કોર્પોરેટરોએ સરકારમાં રજૂઆત કરી હતી કે આ GEB ના પ્રશ્ન ઉકેલવામાં આવે. લોકોની લાઈટ જાય છે. બિલ ભરવાના જે પ્રશ્ન છે એ વહેલામાં વહેલી તકે ઉકેલવામાં આવે. જોકે રૂ.5 કરોડના ખર્ચે બિલ્ડિંગ તૈયાર છે પણ ઉર્જા મંત્રી લોકાર્પણ પણ માટે સમય આપતા નથી. એટલે અમે આજે MD ને રજૂઆત કરવા આવ્યા છીએ કે વહેલામાં વહેલી તકે આ લોકો માટે ઓફિસ ખુલ્લી મુકવામાં આવે. જ્યારે આ મામલે PGVCL ના મટીરીયલ વિભાગના ચીફ એન્જિનિયર બી.ડી. પરમારે જણાવ્યું હતું કે, આજે કોંગ્રેસ પક્ષ તરફથી અહીં એક આવેદનપત્ર આપવામાં આવેલું છે. જેમાં જામનગર રોડ ઉપર આવેલા માધાપર અને બેડી નાકા સબ ડિવિઝનની જે નવી ઓફિસ બની રહેલી છે તો એ ક્યારે ચાલુ કરવામાં આવશે ? જેના અનુસંધાને અમે બાકી રહેલું કામ ત્વરિત પૂરું કરીશું. સિવિલ કામ તો ઓલમોસ્ટ અમારું કમ્પ્લીટ થઈ ગયેલું છે પણ એમાં IT સેક્શનનું અને બીજું નાનું મોટું કામ હોય એ ત્વરિત કમ્પ્લીટ કરી અને એ આપણે આપણી જાહેર જનતા માટે ઉપયોગમાં મૂકીશું. લગભગ 15 થી 20 દિવસની અંદર અમે કામ પૂરું કરી દેશું. આ બંને સબ ડિવિઝનની નવી કચેરી રૂ.6 કરોડના ખર્ચે તૈયાર થયેલી છે. બેડી નાકા અને માધાપર સબ ડિવિઝનના બંને સબ ડિવિઝનના આશરે 60 થી 70 હજાર ગ્રાહકોને એનો ફાયદો થશે. કોંગ્રેસ કહે છે કે છેલ્લા બે મહિનાથી બિલ્ડિંગ કમ્પ્લીટ છે પણ ઊર્જા મંત્રીનો સમય નથી મળ્યો એટલે જનતા માટે ખુલ્લું નથી મૂકવામાં આવ્યું. તે બાબતે તેમણે કહ્યું કે, ના, એવું ખરેખર નથી. અત્યારે બધી ઓફિસો હાઈટેક થઈ ગઈ છે. જેથી ઓનલાઈન પધ્ધતિથી બધી એપ્લિકેશનનું કામ 100% પૂરું કર્યા પછી જ ઓફિસ ખુલ્લી મુકાતી હોય છે. એટલે બાકી રહેલું જે નાનું મોટું કામ છે તે પૂરું કરી અને અમે આ બંને ઓફિસો જનતાના ઉપયોગ માટે તરત મૂકી દેશું.
    Click here to Read More
    Previous Article
    પંચમહાલમાં ‘બદામ ગેંગ’ સામે ગુજસીટોક હેઠળ કાર્યવાહી:6 સભ્યો સામે ગુનો, એક ઝડપાયો; ગો-તસ્કરી સહિત 18 ગુના નોંધાયા
    Next Article
    શંખેશ્વરમાં 80મા સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીનું રિહર્સલ યોજાયું:કલેક્ટર ડો.જિલોવાએ તૈયારીઓનું નિરીક્ષણ કર્યું, આખરી ઓપ અપાયો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment