Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    શંખેશ્વરમાં 80મા સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીનું રિહર્સલ યોજાયું:કલેક્ટર ડો.જિલોવાએ તૈયારીઓનું નિરીક્ષણ કર્યું, આખરી ઓપ અપાયો

    14 hours ago

    પાટણ જિલ્લાના શંખેશ્વર ખાતે 15 ઓગસ્ટ, 2026ના રોજ યોજાનાર 80મા સ્વાતંત્ર્ય પર્વની જિલ્લા કક્ષાની ઉજવણી પૂર્વે આજે રિહર્સલ યોજાયું હતું. જિલ્લા કલેક્ટર ડો. પ્રશાંત જિલોવાના અધ્યક્ષસ્થાને આ રિહર્સલ સંપન્ન થયું હતું. આ પ્રસંગે ખાદી અને કુટીર ગ્રામોદ્યોગ મંત્રી તથા જિલ્લા પ્રભારી મંત્રી સ્વરૂપજી ઠાકોર રાષ્ટ્રધ્વજ ફરકાવી સલામી ઝીલશે. રિહર્સલ દરમિયાન કલેક્ટર ડો. જિલોવાએ રાષ્ટ્રધ્વજ ફરકાવી તિરંગાને સલામી આપી હતી. તેમણે પરેડનું નિરીક્ષણ કર્યું હતું અને ઉપસ્થિત સૌનું અભિવાદન ઝીલ્યું હતું. મુખ્ય કાર્યક્રમ સુવ્યવસ્થિત અને શિસ્તબદ્ધ રીતે યોજાય તે માટે ધ્વજવંદન, હર્ષધ્વનિ, પરેડ નિરીક્ષણ, માર્ચ પાસ્ટ, હોર્સ શો, ટેબ્લો નિરીક્ષણ અને સાંસ્કૃતિક કાર્યક્રમોનું રિહર્સલ કરાયું હતું. કલેક્ટરે નાગરિકો, અધિકારીઓ અને કર્મચારીઓના સન્માન સહિતના કાર્યક્રમોના આયોજન માટે સંબંધિત અધિકારીઓને જરૂરી માર્ગદર્શન આપ્યું હતું. આ રિહર્સલમાં વિવિધ શાળાઓના વિદ્યાર્થીઓએ દેશભક્તિના સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કર્યા હતા. તેમની રજૂઆતથી સમગ્ર પરિસરમાં રાષ્ટ્રભક્તિ અને ઉત્સાહનો માહોલ છવાયો હતો. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા 80મા સ્વાતંત્ર્ય પર્વને યાદગાર બનાવવા તમામ તૈયારીઓને આખરી ઓપ અપાઈ રહ્યો છે. કાર્યક્રમમાં ઉપસ્થિત મહાનુભાવો, અધિકારીઓ, કર્મચારીઓ, વિદ્યાર્થીઓ અને નાગરિકોને કોઈ અગવડ ન પડે તે સુનિશ્ચિત કરવા વિવિધ વિભાગો સંકલિત કામગીરી કરી રહ્યા છે. આ રિહર્સલ પ્રસંગે જિલ્લા પોલીસ વડા વી.કે. નાયી, નિવાસી અધિક કલેક્ટર ડો. મેહુલ બરાસરા, જિલ્લાના વિવિધ વિભાગોના અધિકારીઓ, કર્મચારીઓ, પોલીસ જવાનો, વિવિધ શાળાના વિદ્યાર્થીઓ અને સ્થાનિક નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.
    Click here to Read More
    Previous Article
    રાજકોટમાં PGVCL કચેરીએ કોંગ્રેસનો હલ્લાબોલ:ઉર્જામંત્રી સમય ન આપતા જામનગર રોડ પરની 2 સબ ડિવિઝન ઓફિસનું લોકાર્પણ અટક્યાનો આક્ષેપ, 70 હજાર ગ્રાહકો વિજળી ગૂલની સમસ્યાથી પરેશાન
    Next Article
    સંતવાણી:શ્રાવણમાસમાં રીલ્સ છોડી રિયલ લાઈફ જીવો, સુખી થશો: સાધુ પ્રેમવત્સલદાસજી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment