Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મોડાસા સહકારી સંઘ ચેરમેન પદે પંકજભાઈ પટેલ પુનઃ બિનહરીફ:વાઇસ ચેરમેન તરીકે જયંતીભાઈ પટેલની વરણી, આગેવાનોએ અભિનંદન પાઠવ્યા

    2 days ago

    મોડાસા તાલુકા સહકારી ખરીદ વેચાણ સંઘના ચેરમેન પદે પંકજભાઈ એન. પટેલ બીજી ટર્મ માટે બિનહરીફ ચૂંટાઈ આવ્યા છે. તેમની સાથે લીંભોઈ કંપાના જયંતીભાઈ વાલજીભાઈ પટેલ પણ વાઇસ ચેરમેન તરીકે બિનહરીફ વરણી પામ્યા છે.આ ચૂંટણી નાયબ કલેક્ટર વી.બી. પટેલની ઉપસ્થિતિમાં બીજી અઢી વર્ષની ટર્મ માટે યોજાઈ હતી. સહકારી ક્ષેત્રના અગ્રણી પંકજભાઈ પટેલની પુનઃ બિનહરીફ વરણી થઈ છે. વાઇસ ચેરમેન તરીકે ચૂંટાયેલા જયંતીભાઈ વાલજીભાઈ પટેલ કચ્છ કડવા પાટીદાર સમાજના અને લીંભોઈ કંપાના નિવાસી છે. આ બંને હોદ્દેદારોની બિનહરીફ વરણીથી સંઘના તમામ ડિરેક્ટરો, તાલુકા તેમજ જિલ્લાના સહકારી આગેવાનો અને કાર્યકરોમાં હર્ષની લાગણી ફેલાઈ હતી. ઉપસ્થિત ડિરેક્ટરો અને સહકારી આગેવાનોએ ફૂલહાર અને અભિનંદન પાઠવી સંઘના ઉત્તરોત્તર વિકાસ માટે શુભેચ્છાઓ વ્યક્ત કરી હતી.
    Click here to Read More
    Previous Article
    નવસારીમાં ધોધમાર વરસાદ વચ્ચે નીકળી ભવ્ય તિરંગા યાત્રા:‘ભારત માતા કી જય’ના નારાથી ગુંજ્યું શહેર, મંત્રી નરેશ પટેલ અને કલેક્ટર પણ યાત્રામાં જોડાયા
    Next Article
    મહુવાના વાઘવદરડા-હાથબમાં જુગાર રમતા 16 શખસ ઝડપાયા:મંદિરના ઓટલા પર જુગાર રમતા હતા'ને પોલીસે રેડ કરી, બગદાણા-ઘોઘા પોલીસે ગુનો નોંધ્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment