Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    નવસારીમાં ધોધમાર વરસાદ વચ્ચે નીકળી ભવ્ય તિરંગા યાત્રા:‘ભારત માતા કી જય’ના નારાથી ગુંજ્યું શહેર, મંત્રી નરેશ પટેલ અને કલેક્ટર પણ યાત્રામાં જોડાયા

    2 days ago

    સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીના ભાગરૂપે નવસારી શહેરમાં ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. યાત્રા દરમિયાન સમગ્ર શહેર ‘ભારત માતા કી જય’ અને ‘જય હિન્દ’ના ગગનભેદી નારાઓથી ગુંજી ઉઠ્યું હતું. ખાસ વાત એ રહી કે યાત્રા દરમિયાન ધોધમાર વરસાદ વરસવા છતાં લોકોના ઉત્સાહ અને દેશભક્તિમાં કોઈ ઘટાડો જોવા મળ્યો નહોતો. વરસાદમાં પણ હાથમાં તિરંગો લઈને લોકો જોડાયા તિરંગા યાત્રાના પ્રસ્થાન સમયે જ શહેરમાં ધોધમાર વરસાદ શરૂ થયો હતો. જોકે, વરસાદની પરવા કર્યા વિના બાળકો, યુવાનો અને નાગરિકો હાથમાં ત્રિરંગો લહેરાવતા યાત્રામાં જોડાયા હતા. વરસતા વરસાદ વચ્ચે લોકોનો આ ઉત્સાહ દેશ પ્રત્યેની અદમ્ય દેશદાઝ અને સમર્પણની ભાવનાનું ઉદાહરણ બન્યો હતો. મંત્રી નરેશ પટેલ અને કલેક્ટર પણ યાત્રામાં જોડાયા તિરંગા યાત્રામાં રાજ્યના આદિજાતિ કલ્યાણ મંત્રી નરેશ પટેલ અને નવસારી જિલ્લા કલેક્ટર મનીષ ગુરુવાણી વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. વરસાદી માહોલમાં બંને મહાનુભાવોએ સ્થાનિક નાગરિકો, શાળાના બાળકો અને યુવાનો સાથે કદમથી કદમ મિલાવી યાત્રામાં ભાગ લીધો હતો. આ ઉપરાંત સ્થાનિક પદાધિકારીઓ, અધિકારીઓ અને સામાજિક અગ્રણીઓ પણ મોટી સંખ્યામાં જોડાયા હતા. મુખ્ય માર્ગો પર નાગરિકોએ પુષ્પવર્ષાથી કર્યું સ્વાગત શહેરના મુખ્ય માર્ગો પરથી પસાર થયેલી તિરંગા યાત્રાનું ઠેર-ઠેર નાગરિકોએ પુષ્પવર્ષા કરીને સ્વાગત કર્યું હતું. વરસાદી છાંટા વચ્ચે લહેરાતો ત્રિરંગો અને ગુંજતા દેશભક્તિના નારાઓથી સમગ્ર નવસારી રાષ્ટ્રપ્રેમના રંગે રંગાઈ ગયું હતું. ધોધમાર વરસાદ પણ યાત્રિકોના જુસ્સાને રોકી શક્યો નહોતો અને તિરંગા યાત્રા દેશભક્તિના ઉત્સાહ સાથે આગળ વધી હતી.
    Click here to Read More
    Previous Article
    Ex-Trinamool MLA Nirmal Ghosh Arrested Over "Hurried Cremation" Of RG Kar Rape-Murder Victim
    Next Article
    મોડાસા સહકારી સંઘ ચેરમેન પદે પંકજભાઈ પટેલ પુનઃ બિનહરીફ:વાઇસ ચેરમેન તરીકે જયંતીભાઈ પટેલની વરણી, આગેવાનોએ અભિનંદન પાઠવ્યા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment