Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    'વિદ્યાર્થીઓના મુદ્દે તમારી સાથે ડિબેટ કરવા તૈયાર':ઝારખંડના યુવાનોની ચિંતા કરતા જીતુ વાઘાણીને યુવરાજસિંહ જાડેજાનો પડકાર, કહ્યું-'ગુજરાતમાં ભરતી પ્રક્રિયાના પ્રશ્નોના જવાબ સરકારે આપવા જોઈએ'

    8 hours ago

    ઝારખંડમાં યુવાનો પર લાઠીચાર્જના મુદ્દે નિવેદન આપનાર ગુજરાત સરકારના પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીને યુવરાજસિંહ જાડેજાએ ખુલ્લી ચેલેન્જ આપી છે. યુવરાજસિંહે આક્ષેપ કર્યો છે કે, ઝારખંડના યુવાનોની ચિંતા કરતા પહેલા ગુજરાતના યુવાનો અને ભાવિ શિક્ષકો સાથે અન્યાય અંગે સરકારે જવાબ આપવો જોઈએ. યુવરાજસિંહ જાડેજાએ ગુજરાતમાં વિવિધ ભરતી પેપરલીકના મુદ્દે સરકારને સવાલો કર્યા છે. બિનસચિવાલય, હેડ ક્લાર્ક, LRD અને શિક્ષક ભરતી સહિતની પરીક્ષાઓમાં પેપરલીકના આક્ષેપનો ઉલ્લેખ કરી કહ્યું કે, ગુજરાતના યુવાનોના પ્રશ્નો સમયે મંત્રીના મુખેથી તેમના હિતમાં એક પણ શબ્દ કેમ ન નીકળ્યો? ‘શિક્ષણમંત્રી હતા ત્યારે ભાવિ શિક્ષકો પર લાઠીઓ વરસાવાઈ’ યુવરાજસિંહે જીતુ વાઘાણીના શિક્ષણમંત્રી તરીકેના કાર્યકાળને પણ નિશાન બનાવ્યો છે. યુવરાજસિંહે કહ્યું હતું કે, TET-TAT પાસ ઉમેદવારો પોતાના હક અને ન્યાય માટે આંદોલન કરી રહ્યા હતા, ત્યારે પોલીસ દ્વારા તેમના પર લાઠીચાર્જ કરવામાં આવ્યો હતો અને કેટલાક આંદોલનકારીઓને રસ્તા પરથી ઢસડી અટકાયતમાં લેવામાં આવ્યા હતા. સવાલ કર્યો કે, તે સમયે ગુજરાતના યુવાનો અને તેમના પરિવારજનોની ચિંતા ક્યાં ગઈ હતી? ‘તમે કહો તે સ્થળે અને સમયે ડિબેટ માટે તૈયાર’ યુવરાજસિંહ જાડેજાએ જીતુ વાઘાણીને ખુલ્લી ચર્ચાનો પડકાર આપતા કહ્યું કે, “તમે નક્કી કરો તે સ્થળે, તમે નક્કી કરો તે સમયે અને તમે કહેશો તે વિદ્યાર્થીઓના મુદ્દે અમે તમારી સાથે ડિબેટ કરવા તૈયાર છીએ.” યુવરાજસિંહ જાડેજાનું કહેવું છે કે, ઝારખંડના વિદ્યાર્થીઓ જેટલા જ ગુજરાતના યુવાનો પણ પીડિત છે. પોતાની નિષ્ફળતાઓ છુપાવવા બીજા રાજ્યની ઘટનાઓનો સહારો લેવાને બદલે ગુજરાતના બેરોજગાર યુવાનો અને ભરતી પ્રક્રિયાઓ સાથે જોડાયેલા પ્રશ્નોના જવાબ સરકારે આપવા જોઈએ.
    Click here to Read More
    Previous Article
    ખેડબ્રહ્મામાં સ્વાતંત્ર્ય દિનની ઉજવણીનું રિહર્સલ યોજાયું:કલેક્ટર, SPની હાજરીમાં પરેડ, સાંસ્કૃતિક કાર્યક્રમોનું નિદર્શન કરાયું
    Next Article
    ગોધરામાં પોલીસ બેન્ડે દેશભક્તિના ગીતો રજૂ કર્યા:સ્વતંત્રતા પર્વની ઉજવણી નિમિત્તે રાષ્ટ્રપ્રેમનો માહોલ સર્જાયો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment