Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગોધરામાં પોલીસ બેન્ડે દેશભક્તિના ગીતો રજૂ કર્યા:સ્વતંત્રતા પર્વની ઉજવણી નિમિત્તે રાષ્ટ્રપ્રેમનો માહોલ સર્જાયો

    8 hours ago

    ગોધરા શહેરમાં સ્વતંત્રતા પર્વની ઉજવણી નિમિત્તે દેશભક્તિનો માહોલ જોવા મળ્યો હતો. શહેરની પોલીસ ચોકી નંબર-7 નજીક રાત્રે એ ડિવિઝન પોલીસના કર્મચારીઓએ પોલીસ બેન્ડના તાલ સાથે દેશભક્તિના ગીતો રજૂ કર્યા હતા. પોલીસ કર્મીઓ દ્વારા બેન્ડની ધૂન પર દેશભક્તિના ગીતો વગાડવામાં આવતા આસપાસના વિસ્તારમાં રાષ્ટ્રપ્રેમનો માહોલ છવાઈ ગયો હતો. આ દ્રશ્ય નિહાળવા માટે મોટી સંખ્યામાં લોકો પણ એકત્ર થયા હતા. સ્વતંત્રતા પર્વની ઉજવણીના ભાગરૂપે પોલીસ દ્વારા કરવામાં આવેલી આ વિશેષ રજૂઆતનો હેતુ લોકોમાં રાષ્ટ્રપ્રેમ અને દેશભક્તિની ભાવના જગાડવાનો હતો. ગોધરાની રાત્રિમાં ગુંજેલી દેશભક્તિના ગીતોની ધૂન અને બેન્ડના તાલે સમગ્ર વાતાવરણ દેશભક્તિમય બની ગયું હતું.
    Click here to Read More
    Previous Article
    'વિદ્યાર્થીઓના મુદ્દે તમારી સાથે ડિબેટ કરવા તૈયાર':ઝારખંડના યુવાનોની ચિંતા કરતા જીતુ વાઘાણીને યુવરાજસિંહ જાડેજાનો પડકાર, કહ્યું-'ગુજરાતમાં ભરતી પ્રક્રિયાના પ્રશ્નોના જવાબ સરકારે આપવા જોઈએ'
    Next Article
    JPSC-JSSC Protest: छात्रों को भगाने के लिए रात एक बजे पहुंची पुलिस! Jharkhand Protest | Hemant Soren

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment