Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રાજુ ગેંડીના પરિવાર અને કમલ ઉર્ફે સાબરમતી વચ્ચે મારામારી:સરદારનગરમાં પૈસાની લેતીદેતીમાં બબાલ, યુવકને એટલી હદે માર્યો કે કપડા ફાડી નાખ્યા

    1 day ago

    શહેરમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તેને લઈને રાત્રે પોલીસ દ્વારા નાઈટ ચેકિંગ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે. જોકે અસામાજિક તત્વો પોલીસનો કોઈ ડર ન હોય તેમ જાહેર રોડ ઉપર મારામારી કરતા હોવાનો બનાવ શહેરના સરદારનગર વિસ્તારમાં બન્યો છે. પૈસાની લેતીદેતીમાં કુખ્યાત બુટલેગર રાજુ ગેંડીના પરિવારજનો અને કમલ ઉર્ફે સાબરમતીના પરિવારજનો વચ્ચે મારામારીનો બનાવ બન્યો હતો. એરપોર્ટ પોલીસે બંને વિરુદ્ધ સામસામે ફરિયાદ નોંધવા કાર્યવાહી શરૂ કરી છે. મળવા માટે બોલાવી મારામારી કરી મળતી માહિતી મુજબ શહેરના એસપી રીંગ રોડ પર અગોરા મોલની પાછળ બાલાજી અગોરા રેસીડેન્સીમાં કમલ ઉર્ફે સાબરમતી નંદવાણી તેના પરિવાર સાથે રહે છે અને ઘરેથી પ્લાયવુડનો ધંધો કરે છે. 10 ઓગસ્ટના રોજ રાત્રે તેના મિત્રોનો ફોન આવ્યો હતો કે સરદાર નગર ખાતે રહેતો હરેશ ક્રિષ્નાનીને તારું કંઈ કામ છે જેથી મળવા માંગે છે. આ બાબતે હરેશને ફોન કરતા તેણે કહ્યું હતું કે, સરદારનગર બગીચા પાસે આવો આપણે વાત કરી લઈએ. જેથી તેઓ સરદાર નગર બગીચા પાસે ગયા હતા જ્યાં હરેશ ક્રિષ્નાની મળી આવ્યો નહોતો. ત્યારબાદ તે પોતે ત્યાંથી તેના ઘર બાજુ થઈ અને પરત બગીચા પાસે આવ્યો હતો ત્યારે હરેશ ક્રિષ્નાની અને તેનો દીકરો હર્ષ ક્રિષ્નાની તેમજ બુટલેગર રાજુ ગેંડીનો દીકરો વિક્કી ત્યાં હાજર હતા. હરેશ ક્રિષ્નાનીનો દીકરો હર્ષ કમલ પાસે આવ્યો હતો અને તેના મોઢા ઉપર મુકો માર્યો હતો. જેથી તેઓ નીચે પડી ગયા હતા ત્યારબાદ હર્ષ, હરેશ અને વિક્કીએ ગડદાપાટુ મારવાનું શરૂ કર્યું હતું અને હરેશ લાકડી લઈને આવ્યો હતો અને માર મારવા લાગ્યો હતો. માર એવો માર્યો હતો કે, જેનાથી કપડાં પણ ફાટી ગયા હતા અને લાકડીઓ પણ તૂટી ગઈ હતી. બૂમાબૂમ બૂમ કરતા આજુબાજુના લોકો ભેગા થઈ ગયા હતા તેટલામાં હરેશ ની પત્ની અને વિકીની મમ્મી ભારતીબેન દોડી આવ્યા હતા અને ગાળો બોલી હતી આજુબાજુના લોકો દોડી આવ્યા હતા અને પોલીસને જાણ કરતા એરપોર્ટ પોલીસ સ્થળ ઉપર આવી હતી. યુવકને મારમારી કપડા ફાડી નાખ્યા બીજી તરફ હરેશ ક્રિષ્નાનીની પત્ની સીમરન દ્વારા સરદાર નગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે કે, રાત્રે 10:30 વાગ્યાની આસપાસ તેમના ઘરે હાજર હતા ત્યારે કોઈએ હરેશની બૂમ પાડી હતી જેથી તેઓએ જોતા કમલ નંદવાણી આવ્યો હતો અને હરેશ ઘરે નથી તેવું કહ્યું હતું કમલ નંદવાણી એ કહ્યું હતું કે મારે તેની પાસેથી પૈસા લેવાના છે તે અને ગાળો બોલવા લાગ્યો હતો. બાદમાં ત્યાંથી જતો રહ્યો હતો જેથી આ બાબતે તેમણે તેમના પતિને જાણ કરતા થોડીવારમાં ઘરે બહાર નાકા પર જોતા બુમા બૂમ થતી હતી જેથી કમલ નંદવાણી તેમના પતિ હરેશ અને દીકરા હર્ષ ને માર મારતા હતા જેથી વચ્ચે પડી અને તેમને છોડાવ્યા હતા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ આવી પહોંચી હતી. એરપોર્ટ પોલીસ દ્વારા સરદારનગર વિસ્તારમાં બગીચા પાસે મારામારીનો વીડિયો પણ વાયરલ થયો હતો. માર એટલી હદે મારવામાં આવ્યો હતો કે કપડાં પણ ફાડી નાખવામાં આવ્યા હતા મુક્કા અને લાતોથી માર મારવાની ઘટનાનો વિડીયો આ વાયરલ થયો હતો. ઉલ્લેખનીય છે કે શહેરના સરદાર નગર વિસ્તારમાં કમલ ઉર્ફે નંદવાણી અને રાજુ ગેંડી વચ્ચે અવારનવાર બોલા ચાલીના બનાવો બની ચૂકેલા છે તેમજ રાજુ ગેંડી અને તેના ભાઈ સહિતના વિરુદ્ધ પણ ગુના નોંધાયેલા છે.
    Click here to Read More
    Previous Article
    મોરાભાગળ પાસે સિટી બસ ડિવાઈડરમાં ઘૂસી:ફસાયેલી બસને ક્રેનની મદદથી માંડ-માંડ બહાર કઢાઈ, બસમાં માત્ર એક મુસાફર હતો
    Next Article
    સુરેન્દ્રનગરમાં PGVCLનું વીજ ચેકિંગ: ₹70.91 લાખનો દંડ ફટકાર્યો:49 ટીમની કાર્યવાહીમાં 115 વીજ જોડાણોમાં ચોરી પકડાઈ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment