Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સુરેન્દ્રનગરમાં PGVCLનું વીજ ચેકિંગ: ₹70.91 લાખનો દંડ ફટકાર્યો:49 ટીમની કાર્યવાહીમાં 115 વીજ જોડાણોમાં ચોરી પકડાઈ

    1 day ago

    સુરેન્દ્રનગર જિલ્લામાં PGVCL દ્વારા મોટા પાયે વીજ ચેકિંગ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. આ કાર્યવાહીમાં કુલ 115 વીજ જોડાણોમાં વીજ ચોરી ઝડપાઈ હતી, જેના પગલે ₹70.91 લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે. અધિક્ષક ઇજનેર એન.એન. અમીનની દેખરેખ હેઠળ, PGVCLની 49 ટીમોએ ધ્રાંગધ્રા, ગાળા, ખાંભડા, નારીચાના, રાજગઢ, પીપળી, જૈનાબાદ, દસાડા, બજાણા અને અહેમદગઢ સહિતના વિસ્તારોમાં સઘન ચેકિંગ કર્યું હતું. આ કામગીરી માટે 39 પોલીસકર્મીઓનું રક્ષણ અને 5 વીડિયોગ્રાફરની મદદ લેવામાં આવી હતી. ચેકિંગ દરમિયાન, કુલ 785 વીજ જોડાણોની ચકાસણી કરવામાં આવી હતી. આમાં 750 ઘર વપરાશના અને 36 વાણિજ્યિક હેતુના જોડાણોનો સમાવેશ થાય છે. ચકાસાયેલા જોડાણો પૈકી, 113 ઘર વપરાશના અને 2 વાણિજ્યિક એમ કુલ 115 વીજ જોડાણોમાં વીજ ચોરી પકડાઈ હતી. આ ઉપરાંત, વીજ જોડાણ વગરના 74 વીજ ચોરીના કેસ પણ નોંધવામાં આવ્યા હતા. વીજ ચોરી કરનારા તમામ જોડાણોને કુલ ₹70.91 લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે.
    Click here to Read More
    Previous Article
    રાજુ ગેંડીના પરિવાર અને કમલ ઉર્ફે સાબરમતી વચ્ચે મારામારી:સરદારનગરમાં પૈસાની લેતીદેતીમાં બબાલ, યુવકને એટલી હદે માર્યો કે કપડા ફાડી નાખ્યા
    Next Article
    ખડ ખંભાળિયામાં 'હર ઘર તિરંગા' યાત્રા યોજાઈ:ગ્રામજનો, બાળકો અને અધિકારીઓ દેશભક્તિના રંગે રંગાયા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment