Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મોરાભાગળ પાસે સિટી બસ ડિવાઈડરમાં ઘૂસી:ફસાયેલી બસને ક્રેનની મદદથી માંડ-માંડ બહાર કઢાઈ, બસમાં માત્ર એક મુસાફર હતો

    1 day ago

    સુરત શહેરના મોરાભાગળ વિસ્તારમાં સુભાષ ગાર્ડન સામે એક અકસ્માતની ઘટના સામે આવી છે. જેમાં સિટી બસના ચાલકે અચાનક સ્ટેયરિંગ પરથી કાબૂ ગુમાવતા બસ BRTS ડિવાઈડર વચ્ચે ઘૂસી ગઈ હતી. રૂટ નંબર 706ની આ સિટી બસ પૂરઝડપે આવી રહી હતી ત્યારે આ અકસ્માત થયો હતો. બસ એટલી જોરદાર રીતે ડિવાઇડર સાથે અથડાઈ હતી કે રોડ પરનું ડિવાઈડર તૂટી ગયું હતું અને બસ ફસાઈ ગઈ હતી. 'અચાનક બ્રેક ન લાગતા અકસ્માત થયો' ઘટના બનતા જ આસપાસના સ્થાનિકો મોટી સંખ્યામાં એકઠા થઈ ગયા હતા. બસના ડ્રાઇવરે એવો દાવો કર્યો હતો કે, અચાનક બસની બ્રેક ન લાગવાને કારણે આ અકસ્માત થયો હતો. જો કે, ત્યાં હાજર રહીશોનું કહેવું હતું કે, બસ અત્યંત ફુલ સ્પીડમાં આવી રહી હતી અને ઓવરસ્પીડના કારણે ડ્રાઈવરે કાબૂ ગુમાવ્યો હતો. ઘટનાની જાણ થતા જ ડિવાઈડરમાં ફસાયેલી બસને બહાર કાઢવા તાત્કાલિક કામગીરી હાથ ધરવામાં આવી હતી. ફસાયેલી બસને ક્રેનથી બહાર કાઢી બસને બહાર ખેંચવા JCB મશીન લાવવામાં આવ્યું હતું. પરંતુ બસ મજબૂત રીતે ફસાયેલી હોવાથી JCBથી પણ બહાર નીકળી શકી ન હતી. આખરે ભારે ક્ષમતા ધરાવતી ક્રેન બોલાવવી પડી હતી અને ક્રેનની મદદથી બસને ડિવાઈડર વચ્ચેથી સુરક્ષિત બહાર કાઢવામાં આવી હતી. આ અકસ્માત સવારના સમયે બન્યો હતો અને સદનસીબે તે સમયે બસમાં માત્ર એક જ મુસાફર સવાર હતો. બસ ડિવાઈડર સાથે અથડાતા મોટો ધડાકો થયો હતો, પરંતુ આ ઘટનામાં મુસાફર કે ડ્રાઇવર-કંડક્ટર સહિત કોઈ પણ વ્યક્તિને ગંભીર ઈજા પહોંચી ન હતી.
    Click here to Read More
    Previous Article
    વશિયર-નનકવાડા બ્રિજ વિવાદ: યુથ કોંગ્રેસના આમરણાંત ઉપવાસ:પોલીસે ડિટેન કરતાં કાર્યકરો સાથે ઘર્ષણ, બ્રિજ ખાનગી ફાર્મ હાઉસને ફાયદો પહોંચાડવા માટે બનાવાયો હોવાનો આક્ષેપ
    Next Article
    રાજુ ગેંડીના પરિવાર અને કમલ ઉર્ફે સાબરમતી વચ્ચે મારામારી:સરદારનગરમાં પૈસાની લેતીદેતીમાં બબાલ, યુવકને એટલી હદે માર્યો કે કપડા ફાડી નાખ્યા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment