Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વશિયર-નનકવાડા બ્રિજ વિવાદ: યુથ કોંગ્રેસના આમરણાંત ઉપવાસ:પોલીસે ડિટેન કરતાં કાર્યકરો સાથે ઘર્ષણ, બ્રિજ ખાનગી ફાર્મ હાઉસને ફાયદો પહોંચાડવા માટે બનાવાયો હોવાનો આક્ષેપ

    1 day ago

    વલસાડ તાલુકાના વશિયર અને નનકવાડા ગામને જોડતા બ્રિજના નિર્માણ મુદ્દે ગુરુવારે કલેક્ટર કચેરી ખાતે આમરણાંત ભૂખ હડતાળ પર બેઠેલા યુથ કોંગ્રેસના હોદ્દેદારો અને કાર્યકરોને પોલીસે ડિટેન કર્યા હતા. પરવાનગી વગર આંદોલન કરી રહેલા યુથ કોંગ્રેસ પ્રમુખ સાદ બોગા અને તાલુકા પ્રમુખ મિત દેસાઈ સહિતના આગેવાનોની અટકાયત કરાતાં પોલીસ અને કાર્યકરો વચ્ચે બોલાચાલી તથા ઘર્ષણ થયું હતું. પોલીસ સામે સૂત્રોચ્ચાર અને કલેક્ટરને આવેદનપત્ર અટકાયત દરમિયાન આક્રોશિત કાર્યકરોએ પોલીસ સામે જોરદાર સૂત્રોચ્ચાર કર્યા હતા. ત્યારબાદ યુથ કોંગ્રેસના પ્રતિનિધિઓએ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર સુપ્રત કરીને વશિયર-નનકવાડા બ્રિજ મુદ્દે તાત્કાલિક ધોરણે યોગ્ય કાર્યવાહી કરવાની માંગ કરી હતી. રૂ. 4.68 કરોડના સરકારી ખર્ચ સામે ગંભીર આક્ષેપ કોંગ્રેસના આગેવાનોના જણાવ્યા મુજબ, વશિયર નદી પર બ્રિજ નિર્માણ માટે રૂ. 3.75 કરોડ અને પ્રોટેક્શન વોલ માટે રૂ. 93 લાખ મળી કુલ રૂ. 4.68 કરોડથી વધુનો ખર્ચ કરવામાં આવ્યો છે. કોંગ્રેસે આક્ષેપ કર્યો છે કે આ બ્રિજનો ઉપયોગ સામાન્ય જનતા માટે થવાને બદલે ખાનગી ફાર્મહાઉસ તરફના રસ્તા માટે થઈ રહ્યો છે, જેનાથી ખાનગી જમીનના ભાવ વધારવાનો પ્રયાસ કરાઈ રહ્યો છે. સમગ્ર મામલે યુથ કોંગ્રેસની પાંચ મુખ્ય માંગણીઓ યુથ કોંગ્રેસે તંત્ર સમક્ષ પાંચ માંગણીઓ મૂકી છે, જેમાં ફાર્મહાઉસ માલિકે આપેલી 6,300 વાર જમીન તાત્કાલિક સરકાર હસ્તક લેવી, વશિયર અને નનકવાડાના સરપંચોના પત્રોની FSL તપાસ કરાવવી, કલેક્ટરે પ્રેસ કોન્ફરન્સ કરી સત્ય સ્પષ્ટ કરવું, બ્રિજ તથા પ્રોટેક્શન વોલ પાછળ ખર્ચાયેલા સરકારી નાણાંની જવાબદારો પાસેથી રિકવરી કરવી અને આ બ્રિજ તેમજ રસ્તાથી સામાન્ય પ્રજાને શું ફાયદો થશે તેની સ્પષ્ટતા કરવાનો સમાવેશ થાય છે. ઉકેલ ન આવે ત્યાં સુધી પ્રાણત્યાગ સુધીની લડતની ચીમકી આ આક્ષેપો અંગે સંબંધિત તંત્ર કે અન્ય પક્ષ તરફથી કોઈ સત્તાવાર પ્રતિક્રિયા આપી નથી. યુથ કોંગ્રેસના તાલુકા પ્રમુખ મિત દેસાઈએ જણાવ્યું હતું કે છેલ્લા દોઢ વર્ષથી રજૂઆતો કરવા છતાં કોઈ ઉકેલ ન આવતા આખરે આમરણાંત ઉપવાસનું શસ્ત્ર ઉગામવું પડ્યું છે. જ્યાં સુધી યોગ્ય ન્યાય નહીં મળે ત્યાં સુધી જરૂર પડ્યે પ્રાણત્યાગ કરીને પણ આંદોલન ચાલુ રાખવામાં આવશે.
    Click here to Read More
    Previous Article
    'મેરી રૂહ પહલે મર ગઈ, આજ શરીર માર રહી હું':પતિએ કાઢી મૂકતા અમદાવાદની સગીરાએ સાબરમતી નદીમાં કૂદી આપઘાત કર્યો, અંતિમ VIDEO
    Next Article
    મોરાભાગળ પાસે સિટી બસ ડિવાઈડરમાં ઘૂસી:ફસાયેલી બસને ક્રેનની મદદથી માંડ-માંડ બહાર કઢાઈ, બસમાં માત્ર એક મુસાફર હતો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment