Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સોમનાથમાં શિવ મહોત્સવનો પ્રારંભ:ઝરમર વરસાદ વચ્ચે દર્શન માટે લાઈનો લાગી, ‘હર હર ભોલે’ના નાદથી ગુંજ્યા શિવાલયો, વડનગરમાં હર્ષ સંઘવીએ ડમરું વગાડ્યું

    3 days ago

    શિવઉપાસનાના શ્રેષ્ઠ એવા પવિત્ર શ્રાવણ માસનો આજ (13 ઓગસ્ટ)થી પ્રારંભ થતાં જ સમગ્ર ગુજરાત શિવમય બની ગયું છે. પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવથી લઈને અમદાવાદ, વડોદરા અને રાજકોટ સુધીના નાના-મોટા તમામ શિવમંદિરો ‘હર હર મહાદેવ’, ‘બમ બમ ભોલે’ અને ‘ઓમ નમઃ શિવાય’ના પવિત્ર જયઘોષથી ગૂંજી ઊઠ્યા છે. ઐતિહાસિક નગરી વડનગરમાં 108 કલાકારના અદ્ભુત ડમરું નાદ સાથે ભવ્ય 'શ્રાવણોત્સવ' અને ડમરુ યાત્રાનો પ્રારંભ થયો છે, તો સોમનાથ ધામ ખાતે 30 દિવસીય શ્રાવણ શિવ મહોત્સવનો પ્રારંભ થતાં દેશ-વિદેશના શ્રદ્ધાળુઓ ઝરમર વરસાદ વચ્ચે પણ લાઈનોમાં ઊભીને દર્શન કરી રહ્યા છે. રાજકોટના રામનાથ મહાદેવ અને અમદાવાદના બિલેશ્વર મહાદેવ અમે વડોદરા સહિત રાજ્યભરના પૌરાણિક મંદિરોમાં વહેલી સવારથી જ શિવલિંગ પર જળાભિષેક, દુગ્ધાભિષેક, બિલિપત્ર અને પૂજા-અર્ચના માટે ભક્તોની ભારે ભીડ ઉમટી પડી છે. વિશેષ શૃંગાર, લઘુરુદ્રી અને મહાપૂજાના આયોજનો સાથે સમગ્ર રાજ્યમાં એક અલૌકિક ધાર્મિક અને સાંસ્કૃતિક માહોલ સર્જાયો છે. શ્રાવણના પ્રથમ દિવસની સોમનાથની તસવીરો સોમનાથમાં આજથી 11 સપ્ટેમ્બર સુધી 30 દિવસીય શ્રાવણ શિવ મહોત્સવ યોજાશે, જેમાં ભજન-ભોજન અને ભક્તિનો ત્રિવેણી સંગમ જોવા મળશે. દેશ-વિદેશમાંથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ મહાદેવના દર્શને ઉમટતા હોવાથી Z+ સુરક્ષા ધરાવતા સોમનાથ મંદિર પરિસરમાં પોલીસ અને સુરક્ષા એજન્સીઓ દ્વારા ચાંપતો બંદોબસ્ત ગોઠવી દેવાયો છે.
    Click here to Read More
    Previous Article
    ‘આત્મા તો પહેલા મરી ગયો, આજે હું પણ મરી જઈશ’:અમદાવાદની સગીરાને પતિએ કાઢી મૂકતા વીડિયો બનાવી સાબરમતી નદીમાં કૂદી આપઘાત કર્યો
    Next Article
    24 કલાકમાં સૌથી વધુ ખેડબ્રહ્મામાં 3.27 ઇંચ વરસાદ:પાટણમાં વૃદ્ધ અને યુવક ગટરમાં ગરકાવ થતાં માંડ-માંડ બચ્યાં; આજે પાંચ જિલ્લામાં યલો એલર્ટ, ભારે વરસાદની આગાહી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment