Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    24 કલાકમાં સૌથી વધુ ખેડબ્રહ્મામાં 3.27 ઇંચ વરસાદ:પાટણમાં વૃદ્ધ અને યુવક ગટરમાં ગરકાવ થતાં માંડ-માંડ બચ્યાં; આજે પાંચ જિલ્લામાં યલો એલર્ટ, ભારે વરસાદની આગાહી

    3 days ago

    રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 162 તાલુકમાં સૌથી વધુ સાબરકાંઠાના ખેડબ્રહ્મામાં 3.27 ઇંચ તો બનાસકાંઠના વડગામમાં 3.11 ઇંચ વરસાદ ખાબક્યો છે. જ્યારે અન્ય 6 તાલુકામાં 2 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે. રાજ્યમાં અત્યાર સુધી સરેરાશ કરતાં 3% વધુ વરસાદ નોંધાયો છે, જેમાં સૌરાષ્ટ્ર અને કચ્છ વિસ્તારમાં હજુ પણ સામાન્ય કરતાં 21% ઓછો વરસાદ નોંધાયો છે. પાટણમાં ખુલ્લી ગટર વૃદ્ધ અને બચાવવા ગયેલો યુવક ખાબક્યા પાટણના સૌથી વ્યસ્ત એવા નવજીવન ચાર રસ્તાથી સિદ્ધપુર રોડ પર ભારે વરસાદને કારણે ઘૂંટણસમા પાણી ભરાતાં માર્ગો બેટમાં ફેરવાઈ ગયા હતા. આ દરમિયાન રસ્તા પર પાણી ભરાયેલું હોવાથી ખુલ્લી ગટર નજરે ન પડતાં એક વૃદ્ધ અચાનક ગટરમાં ખાબક્યા હતા. તેઓને બચાવવા માટે તાત્કાલિક આગળ આવેલો સ્થાનિક યુવક પણ ગટરમાં પટકાયો હતો. જોકે, આસપાસના લોકોએ સમયસૂચકતા વાપરી ભારે જહમત બાદ બંનેને સહીસલામત બહાર કાઢતાં મોટી હોનારત ટળી હતી, પરંતુ પાલિકાની ઘોર બેદરકારી સામે સ્થાનિકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. પાંચ જિલ્લામાં ભારે વરસાદનું યલો એલર્ટ, અમદાવાદમાં મધ્યમ વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ, શીયર ઝોન, મોન્સૂન ટ્રફ અને લો પ્રેશરની સક્રિય સિસ્ટમ્સના કારણે રાજ્યમાં આગામી બે દિવસ ભારે વરસાદી માહોલ યથાવત્ રહેવાની આગાહી કરવામાં આવી છે. આજે દાહોદ-છોટાઉદેપુર સહિત પાંચ જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની શક્યતાને પગલે 'યલો એલર્ટ' જાહેર કરાયું છે. જ્યારે અમદાવાદ અને ગાંધીનગરમાં વીજળીના કડાકા-ભડાકા સાથે હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. દરિયાકાંઠે પવનની ગતિ વધતાં માછીમારોને દરિયો ન ખેડવા એલર્ટ ઉત્તર અને દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં ‘સ્ટીપ પ્રેશર ગ્રેડિયન્ટ’ સર્જાવાને કારણે પવનની ગતિ વધવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. દરિયામાં દક્ષિણ-પશ્ચિમ દિશામાંથી 15થી 20 નોટ્સ (વધીને 25 નોટ્સ સુધી) અને 30થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. પવનના જોરને કારણે દરિયો કરંટવાળો (રફથી મોડરેટ) રહેવાની શક્યતા હોવાથી માછીમારોને સુરક્ષાના ભાગરૂપે દરિયામાં ન જવાની કડક સૂચના અને ચેતવણી આપી છે.
    Click here to Read More
    Previous Article
    સોમનાથમાં શિવ મહોત્સવનો પ્રારંભ:ઝરમર વરસાદ વચ્ચે દર્શન માટે લાઈનો લાગી, ‘હર હર ભોલે’ના નાદથી ગુંજ્યા શિવાલયો, વડનગરમાં હર્ષ સંઘવીએ ડમરું વગાડ્યું
    Next Article
    હર હર મહાદેવના નાદ સાથે પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ:ગિરનાર તળેટી સ્થિત સ્વયંભૂ ભવનાથ મંદિરમાં શ્રાવણ માસના પ્રથમ દિવસે ભક્તોનું ઉમટ્યું મહેરામણ, ઝરમર વરસાદ વચ્ચે ત્રિરંગા શણગાર સાથે મહાદેવની વિશેષ પૂજા-અર્ચના યોજાઈ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment