Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    હર હર મહાદેવના નાદ સાથે પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ:ગિરનાર તળેટી સ્થિત સ્વયંભૂ ભવનાથ મંદિરમાં શ્રાવણ માસના પ્રથમ દિવસે ભક્તોનું ઉમટ્યું મહેરામણ, ઝરમર વરસાદ વચ્ચે ત્રિરંગા શણગાર સાથે મહાદેવની વિશેષ પૂજા-અર્ચના યોજાઈ

    3 days ago

    ​પવિત્ર શ્રાવણ માસના પ્રથમ દિવસથી જ જૂનાગઢ સહિત સમગ્ર વિસ્તાર ‘હર હર મહાદેવ’ અને ‘જય ભવનાથ’ના નાદથી ગુંજી ઉઠ્યો છે. ગિરનાર તળેટીમાં આવેલા ઐતિહાસિક અને સ્વયંભૂ ભવનાથ મહાદેવ મંદિર ખાતે વહેલી સવારથી જ શ્રદ્ધાળુઓ મહાદેવના દર્શન અને પૂજન કરવા માટે મોટી સંખ્યામાં પહોંચી ગયા હતા. શ્રાવણ માસની શરૂઆત નિમિત્તે ભવનાથ મંદિરને રંગબેરંગી ફૂલો અને હારમાળાઓથી ભવ્ય રીતે શણગારવામાં આવ્યું છે. આ ઉપરાંત આગામી 15મી ઓગસ્ટના સ્વતંત્રતા પર્વને લઈ નિજ મંદિરમાં વિશેષ ત્રિરંગા શણગાર પણ કરવામાં આવ્યો છે, જે ભક્તો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યો છે. જૂનાગઢ શહેર તેમજ આસપાસના તમામ શિવાલયોમાં શ્રદ્ધાળુઓની ભારે ભીડ જોવા મળી રહી છે અને વિવિધ મંદિરોમાં ધૂન, ભજન તથા પ્રસાદીના ધાર્મિક આયોજનો કરવામાં આવ્યા છે. ગિરનાર તળેટી અને ભવનાથ ક્ષેત્રમાં શ્રાવણના પ્રારંભ સાથે જ મેઘરાજાએ પણ ઝરમર વરસાદ સ્વરૂપે હાજરી આપતા વાતાવરણ અત્યંત રમણીય અને આહલાદક બની ગયું છે. જામનગરથી અમાસ સાચવવા અને ભવનાથના દર્શને આવેલા શ્રદ્ધાળુ ભીમસીભાઈ કરંગિયાએ જણાવ્યું હતું કે, તેઓ ગઈકાલે સાંજે જ અહીં પહોંચી ગયા હતા. વિક્રમ સંવતના આ પવિત્ર શ્રાવણ મહિનાના પ્રારંભે ગિરનારના કુદરતી વાતાવરણ વચ્ચે ઝરમર વરસાદ સાથે ભોળાનાથના અદ્ભુત દર્શન થવા એ તેમના માટે ખૂબ સૌભાગ્યની વાત છે. આ સોહામણા વાતાવરણમાં ભગવાન ભવનાથ મહાદેવના દર્શન કરીને તમામ દર્શનાર્થીઓએ ધન્યતાની અનુભૂતિ કરી છે. પાલનપુર થી પોતાના બે-ત્રણ પરિવાર સાથે ભવનાથ દર્શનાર્થે આવેલા સચિન જોશીએ જણાવ્યું હતું કે, શ્રાવણ માસની એકમના પવિત્ર દિવસે સ્વયંભૂ ભવનાથ મહાદેવના દર્શન કરીને તેઓ ખૂબ જ ધન્ય બન્યા છે. એક તરફ પવિત્ર માસનો પ્રારંભ અને બીજી તરફ ઇન્દ્રદેવની મહેરબાનીથી સવારથી જ ઠંડક પ્રસરતા ગિરનારનું વાતાવરણ ખૂબ જ સુંદર અને મનોરમ બની ગયું છે. તેમણે તમામ ભક્તોને ગિરનાર તળેટીમાં આવીને મહાદેવના આ રમણીય દર્શનનો લાભ લેવા માટે ખાસ અનુરોધ કર્યો હતો. ​છેલ્લા ઘણા વર્ષોથી ભવનાથ મંદિર સાથે સેવાકીય રીતે જોડાયેલા અતુલભાઈ દવેએ જણાવ્યું હતું કે, ગિરનાર તળેટીમાં બિરાજમાન ભવનાથ મહાદેવ સ્વયંભૂ પ્રગટ થયેલા છે. એવી લોકવાયકા અને દ્રઢ શ્રદ્ધા છે કે જે પણ ભક્ત સાચા મનથી મહાદેવના દર્શન કરે છે તેની તમામ ઈચ્છાઓ અને મનોકામનાઓ પૂર્ણ થાય છે. શ્રાવણ માસના પ્રારંભે જ વરસાદનું આગમન થતાં નગરીમાં શ્રદ્ધાળુઓની સંખ્યા ખૂબ જ સારી જોવા મળી રહી છે. ભવનાથ મંદિર તંત્ર દ્વારા તમામ દર્શનાર્થીઓ સરળતાથી પૂજા-પાઠ અને દર્શન કરી શકે તે માટે સુંદર વ્યવસ્થા કરવામાં આવી છે. તેમણે દિવ્ય ભાસ્કરના માધ્યમથી તમામ શ્રદ્ધાળુઓને ભવનાથ મહાદેવના દર્શન કરી પોતાના જીવનને ધન્ય બનાવવાની અને મનોકામના પૂર્ણ કરવાની પવિત્ર અપીલ કરી હતી.
    Click here to Read More
    Previous Article
    24 કલાકમાં સૌથી વધુ ખેડબ્રહ્મામાં 3.27 ઇંચ વરસાદ:પાટણમાં વૃદ્ધ અને યુવક ગટરમાં ગરકાવ થતાં માંડ-માંડ બચ્યાં; આજે પાંચ જિલ્લામાં યલો એલર્ટ, ભારે વરસાદની આગાહી
    Next Article
    આજથી પવિત્ર શ્રાવણ માસનો શુભારંભ:હરિયાળી ત્રીજ, પુત્રદા એકાદશી ને રક્ષાબંધન સહિતના તહેવારો ઉજવાશે, જાણો કયા દિવસે શું કરવું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment