Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ‘આત્મા તો પહેલા મરી ગયો, આજે હું પણ મરી જઈશ’:અમદાવાદની સગીરાને પતિએ કાઢી મૂકતા વીડિયો બનાવી સાબરમતી નદીમાં કૂદી આપઘાત કર્યો

    3 days ago

    અમદાવાદના નારોલમાં રહેતી 17 વર્ષની સગીરાએ 2 દિવસ અગાઉ સાબરમતી નદીમાં કૂદીને આપઘાત કર્યો હતો. મૃતક સગીરાના 6 મહિના અગાઉ લગ્ન થયા હતા. લગ્ન જીવનમાં અણબનાવ થતા પતિએ કાઢી મૂકી હતી. સગીરાએ પતિને સાથે રહેવા આજીજી કરી, પરંતુ પતિ માન્યો નહીં જેથી સગીરાએ વીડિયો બનાવી સાબરમતી નદીમાં કૂદીને આપઘાત કર્યો હતો. વીડિયોના આધારે સગીરાના પતિ સામે રિવરફ્રન્ટ વેસ્ટ પોલીસે ગુનો નોંધ્યો છે. બંને વચ્ચે પ્રેમસંબંઘ હોવાથી લગ્ન કરાવ્યા હતા નારોલમાં રહેતા દીકરીના પિતાએ ફરિયાદ નોંધાવી છે કે તેમની 17 વર્ષની દીકરીને ફરદીન શેખ નામના યુવક સાથે પ્રેમસંબંધ હતો. પ્રેમસંબંધ હોવાથી બંને પરિવારોએ સગીરા અને ફરદીનના લગ્ન કરાવ્યા હતા. લગ્ન બાદ સગીરા પતિ ફરદીન સાથે આણંદમાં રહેતી હતી. લગન જીવન દરમિયાન બંને વચ્ચે રકઝક થઈ ગઈ હતી. 3 ઓગસ્ટે ફરદીને સગીરાને ઘરમાંથી કોઈ કારણસર કાઢી મૂકી હતી. સગીરા સાસરીમાં આવીને નારોલમાં પિતાના ઘરે રહેતી હતી. ‘તું જે રીતે કહીશ એ રીતે હું રહીશ મને પાછી આવવા દે’ સગીરા પિતાના ઘરે સતત દુઃખી રહેતી હતી. 10 ઓગસ્ટે સગીરા અને તેની માતા જ ઘરે હાજર હતા ત્યારે સગીરા લગ્નનો આલ્બમ જોઈને રડતી હતી. સગીરાએ ફરદીનને ફોન કરીને પણ જણાવ્યું હતું કે તું જે રીતે કહીશ એ રીતે હું રહીશ મને પાછી આવવા દે. જોકે ફરદીને પરત આવવા માટે સગીરાને ચોખ્ખી ના પાડી દીધી હતી. સગીરા વધુ દુઃખી થઈ રડવા લાગી હતી. ‘આત્મા તો પહેલા મરી ગયો હતો, આજે હું પણ મરી જઈશ’ ગભરામણ થાય છે બહાર જઇને આવું તેવું કહીને સગીરા ઘરેથી 11 વાગ્યે નીકળી ગઈ હતી. સગીરાએ સાબરમતી રિવરફ્રન્ટ પર જઈને વીડિયો બનાવ્યો હતો. જેમાં પતિને ઉદ્દેશીને કહ્યું હતું કે આત્મા તો પહેલા મરી ગયો હતો આજે હું પણ મરી જઈશ.સગીરાએ વીડિયો બનાવીને તેની બહેનને મોકલ્યો અને સાબરમતી નદીમાં છલાંગ લગાવી હતી. પરિવારે સગીરાને શોધવાનું શરૂ કર્યું, પરંતુ સગીરા ક્યાંય મળી નહોતી. સાબરમતીમાંથી લાશ મળી બપોરે 3 વાગ્યા આસપાસ સાબરમતી નદીમાં એક લાશ તરતી જોવા મળી હતી. બનાવની જાણ થતા પોલીસ અને ફાયરની ટીમ સ્થળ પર પહોંચી હતી. ફાયરની ટીમે નદીમાંથી મૃતદેહ બહાર કાઢ્યો હતો. મૃતદેહ સગીરાનો જ હતો જેથી પરિવારને જાણ કરાઈ હતી. પીએમ કરી મૃતદેહને પરિવારને સોંપાયો હતો. સગીરાએ પતિના કારણે આપઘાત કર્યો હતો જે અંગેનો વીડિયો પણ હોવાથી પોલીસે સગીરાના પિતાની ફરિયાદ નોધી ફરદીન વિરુદ્ધ તપાસ શરૂ કરી છે.
    Click here to Read More
    Previous Article
    કલોલ-માણસા હાઈવે પર ONGC પ્લાન્ટમાં ભીષણ આગ:ફાયર બ્રિગેડે આસપાસનો વિસ્તાર ખાલી કરાવ્યો, વાહનવ્યવહાર પણ ડાયવર્ટ કરવો પડ્યો
    Next Article
    સોમનાથમાં શિવ મહોત્સવનો પ્રારંભ:ઝરમર વરસાદ વચ્ચે દર્શન માટે લાઈનો લાગી, ‘હર હર ભોલે’ના નાદથી ગુંજ્યા શિવાલયો, વડનગરમાં હર્ષ સંઘવીએ ડમરું વગાડ્યું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment