Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ઘાસના પ્લોટ, ચિત્તા પ્રોજેક્ટમાં સ્થાનિકોને રોજગારી ન મળવા અંગે રજૂઆત:બન્ની વિસ્તારના વિકાસ કામોમાં વનવિભાગ સામે ગ્રામજનોનો વિરોધ, મંત્રી મુલાકાત કરે તેવી માગ

    1 day ago

    બન્ની વિસ્તારમાં વનવિભાગ દ્વારા કરવામાં આવતી વિવિધ કામગીરીઓમાં ભ્રષ્ટાચાર અને ગેરરીતિઓ આચરવામાં આવી હોવાના આક્ષેપો સાથે રાજ્યના વન અને પર્યાવરણ કેબિનેટ મંત્રી અર્જુન મોઢવાડિયાને લેખિત રજૂઆત કરાઈ છે. ભિરંડિયારાના જિ. પંચાયત સદસ્ય અબ્દુલ્લા બુઢ્ઢા જત અને કચ્છ ભાજપ લઘુમતી મોર્ચાના ઉપપ્રમુખ ફકીર મહમદ ઇસ્માઇલ રાયસી દ્વારા વનવિભાગના ભ્રષ્ટાચાર સામે સ્થળ તપાસની ત્વરિત માંગણી સાથે વિરોધ નોંધાવાયો છે. ક્ષેત્રમાં વર્ષ 2016 થી 2025 સુધીમાં ઘાસના પ્લોટ તૈયાર કરવા અને તેના પાછળ થયેલા ખર્ચની વિગતોમાં મોટો ગોટાળો છે. ઘાસ સુધારણા પ્રોજેક્ટ અને પ્લોટ પર રહેતા ચોકીદારોની હાજરી તથા રોજમદારોને ચૂકવાતા નાણાં અંગેના કોઇ ચોક્કસ હાજરી પત્રકો કે એકાઉન્ટ રેકોર્ડ નિભાવાયા નથી. ગ્રાસલેન્ડ વિસ્તારમાં મારવામાં આવતા બોર્ડ પણ ગાયબ છે અને સ્થાનિક ગ્રામ પંચાયતો સાથે કોઈ સંકલન સાધવામાં આવ્યું નથી. આ ઉપરાંત, ગાંડા બાવળ દૂર કરવા માટે ખોદવામાં આવેલી ઊંડી ખાઈઓના કારણે પશુઓ તેમાં ખાબકતાં પશુમૃત્યુના બનાવો પણ બન્યા છે, જેને લઈને બન્નીના માલધારીઓ અને ગ્રામજનોમાં રોષ જોવા મળી રહ્યો છે. બીજી તરફ, બન્ની વિસ્તારમાં આકાર લઈ રહેલા ચિત્તા પ્રોજેક્ટમાં હરણના પણ મૃત્યુ થયાનું સામે આવ્યું છે. આ પ્રોજેક્ટમાં સ્થાનિક લોકોને રોજગારી આપવાને બદલે અન્યાય કરાતો હોવાનો આરોપ મૂકી ચોકીદાર તરીકે સ્થાનિકોને જ પ્રાધાન્ય આપવાની માંગ કરવામાં આવી છે. આ સમગ્ર મામલે વનમંત્રી રૂબરૂ વિસ્તારની મુલાકાત લઈ નિરીક્ષણ કરે તેવી રજૂઆત કરાઈ છે.
    Click here to Read More
    Previous Article
    અખંડ બીલીપત્રનું અનેરું મહત્વ:શ્રાવણ મહિનામાં ભક્તોની તમામ મનોકામનાઓ પૂર્ણ કરે છે આ દિવ્ય પત્ર
    Next Article
    ST બસોની હાલત કફોડી:ક્યાંક મુસાફરો તો ક્યાંક ટ્રેક્ટરથી ધક્કા મારીને બસ ચાલુ કરવી પડે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment