Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અખંડ બીલીપત્રનું અનેરું મહત્વ:શ્રાવણ મહિનામાં ભક્તોની તમામ મનોકામનાઓ પૂર્ણ કરે છે આ દિવ્ય પત્ર

    1 day ago

    આજથી પવિત્ર શ્રાવણ માસની શરૂઆત થઇ રહી છે, ત્યારે શ્રાવણ માસમાં ભગવાન શિવની પૂજામાં બીલીપત્રનું વિશેષ મહત્વ છે. સામાન્ય રીતે ભક્તો ત્રિદલ એટલે કે ત્રણ પાંદડાવાળા બીલીપત્ર શિવલિંગ પર અર્પણ કરતા હોય છે, પરંતુ શ્રાવણના આ પવિત્ર મહિનામાં ‘અખંડ બીલીપત્ર’નું વિશેષ મહત્વ માનવામાં આવે છે. અખંડ બીલીપત્રને અત્યંત દુર્લભ અને પવિત્ર માનવામાં આવે છે. ધાર્મિક માન્યતા મુજબ, જો શ્રાવણ મહિનામાં ભગવાન શિવને અખંડ બીલીપત્રનું માત્ર 1 પાન પણ સાચા ભાવથી અર્પણ કરવામાં આવે, તો ભક્તની તમામ મનોકામનાઓ પૂર્ણ થઈ શકે છે. અખંડ બીલીપત્ર અને સામાન્ય બીલીપત્ર વચ્ચેનો તફાવત સમજવો જરૂરી છે. સામાન્ય બીલીપત્રમાં 3 અલગ-અલગ પાંદડા એક જ દાંડી સાથે જોડાયેલા હોય છે, જ્યારે અખંડ બીલીપત્રમાં આ 3 પાંદડા એક જ અખંડ અને મોટા પાનની રચનામાં જોડાયેલા હોય છે. તેનું સ્વરૂપ જોતા તેમાં 3 પાંદડાની સ્પષ્ટ ઝાંખી જોવા મળે છે. આ દિવ્ય પત્રને શિવ પુરાણમાં ‘મહા બિલ્વ પત્ર’ તરીકે ઓળખવામાં આવ્યું છે, જે પૂજામાં વિશેષ ફળદાયી અને મહાપુણ્ય આપનારું માનવામાં આવે છે. અખંડ બીલીપત્ર અર્પણ કરવાની સાચી રીત ભગવાન શિવની વિધિ-વિધાનથી પૂજા કરવા માટે સૌ પ્રથમ શિવલિંગ પર જળ, ગંગાજળ, દૂધ, દહીં અને મધથી અભિષેક કરવો જોઈએ. ત્યારબાદ શુદ્ધ જળ અર્પણ કર્યા પછી અખંડ બીલીપત્રને સાચા મનથી મહાદેવને ચઢાવવું. ધ્યાનમાં રાખો કે બીલીપત્રની લીસી સપાટી શિવલિંગ તરફ રહેવી જોઈએ. જો ભક્ત ઈચ્છે તો પાન પર ‘ૐ નમઃ શિવાય’ મંત્ર લખીને પણ અર્પણ કરી શકે છે. જો પંચામૃત અભિષેક શક્ય ન હોય, તો માત્ર જળ ચઢાવીને પણ આ પત્ર અર્પણ કરી શકાય છે, કારણ કે મહાદેવ માત્ર ભક્તનો ભાવ જુએ છે. બીલીપત્ર પસંદ કરતી વખતે આ બાબતોનું ધ્યાન રાખો અખંડ બીલીપત્ર અત્યંત ફળદાયી હોવા છતાં, તેને અર્પણ કરતા પહેલા કેટલીક સાવચેતી રાખવી જરૂરી છે. હંમેશા એ વાતની ખાતરી કરો કે બીલીપત્ર ક્યાંયથી પણ કાપેલું કે ફાટેલું ન હોય. તેમાં કોઈ પણ પ્રકારના કીડા ન લાગેલા હોવા જોઈએ અને તે સંપૂર્ણ રીતે સાફ હોવું જોઈએ. અખંડ બીલીપત્રને હંમેશા સ્વચ્છ પાણીથી ધોઈને જ શિવલિંગ પર અર્પણ કરવું જોઈએ. અશુદ્ધ કે ક્ષતિગ્રસ્ત પાન ભગવાનને ક્યારેય અર્પણ ન કરવું.
    Click here to Read More
    Previous Article
    ડેન્ગ્યુના કેસો પણ ઘટ્યા, વાયરલ ઇન્ફેક્શન વધ્યું:ગત વર્ષની સરખામણીએ આ વર્ષે કચ્છમાં મલેરિયાના કેસ 44 થી ઘટીને 24 થયા
    Next Article
    ઘાસના પ્લોટ, ચિત્તા પ્રોજેક્ટમાં સ્થાનિકોને રોજગારી ન મળવા અંગે રજૂઆત:બન્ની વિસ્તારના વિકાસ કામોમાં વનવિભાગ સામે ગ્રામજનોનો વિરોધ, મંત્રી મુલાકાત કરે તેવી માગ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment