Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ડેન્ગ્યુના કેસો પણ ઘટ્યા, વાયરલ ઇન્ફેક્શન વધ્યું:ગત વર્ષની સરખામણીએ આ વર્ષે કચ્છમાં મલેરિયાના કેસ 44 થી ઘટીને 24 થયા

    1 day ago

    કચ્છમાં આ વખતે વરસાદ નહીંવત થવાના કારણે રોગચાળામાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે. સામાન્ય રીતે મોસમી વરસાદ બાદ રોગચાળો વધતો હોય છે, પરંતુ આ વર્ષે વરસાદ નહિવત થવાના કારણે ડેન્ગ્યુ અને મલેરિયાના કેસોમાં ગત વર્ષની સરખામણીએ મોટો ઘટાડો નોંધાયો છે. આંકડાકીય વિગતો મુજબ, વર્ષ 2025 માં જાન્યુઆરીથી લઈને જુલાઈ સુધી કચ્છમાં મલેરિયાના 44 કેસ નોંધાયા હતા, જ્યારે 2026 માં અત્યાર સુધી માત્ર 24 કેસ જ નોંધાયા છે. એ જ રીતે, ડેન્ગ્યુના વર્ષ 2025 માં જુલાઈ અંત સુધીમાં 25 કેસ નોંધાયા હતા, જેની સરખામણીએ 2026 માં અત્યાર સુધી માત્ર 16 કેસ જ સામે આવ્યા છે. બીજી તરફ, આ વખતે પડેલા સામાન્ય વરસાદ બાદ જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા સક્રિય કામગીરી કરવામાં આવી છે. આરોગ્ય વિભાગ દ્વારા કુલ 880 જગ્યાએ જ્યાં પાણીનું ભરાવ થયો હતો, ત્યાં એન્ટી લાર્વા એક્ટિવિટી કરવામાં આવી હતી. આ સ્થળોએ સ્પ્રે અને બર્ન ઓઇલનો છંટકાવ કરવામાં આવ્યો હતો, જેથી ભરાઈ રહેલા પાણીમાંથી મચ્છરો ઉત્પન્ન ન થાય. આરોગ્ય વિભાગના ચોપડે ભલે ડેન્ગ્યુ અને મલેરિયાના નહિવત કેસ નોંધાયા હોય, પરંતુ હાલ કચ્છમાં સ્થિતિ સંપૂર્ણ સામાન્ય નથી. જિલ્લામાં દૂષિત પાણી અને બદલાતી મોસમી પરિસ્થિતિને કારણે વાયરલ ઇન્ફેક્શનના કેસોમાં મોટો વધારો થયો છે. મોટી સંખ્યામાં નાગરિકો ખાંસી, શરદી અને તાવની સારવાર લઈ રહ્યા છે. તબીબોના જણાવ્યા અનુસાર, પાણીજન્ય રોગચાળો ન ફેલાય તે માટે નાગરિકોએ પીવાનું પાણી ઉકાળીને પીવું જોઈએ અને સાવચેતી રાખવી અનિવાર્ય છે.
    Click here to Read More
    Previous Article
    રાપર તાલુકામાં શિક્ષણ વ્યવસ્થા મજબૂત બનાવો:પ્રા. શિક્ષક સંઘની ધારાસભ્યને રજૂઆત; પાયાની સુવિધાઓ, શિક્ષકોની ભરતી અને બાંધકામ પૂર્ણ કરવા માંગ
    Next Article
    અખંડ બીલીપત્રનું અનેરું મહત્વ:શ્રાવણ મહિનામાં ભક્તોની તમામ મનોકામનાઓ પૂર્ણ કરે છે આ દિવ્ય પત્ર

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment