Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રાપર તાલુકામાં શિક્ષણ વ્યવસ્થા મજબૂત બનાવો:પ્રા. શિક્ષક સંઘની ધારાસભ્યને રજૂઆત; પાયાની સુવિધાઓ, શિક્ષકોની ભરતી અને બાંધકામ પૂર્ણ કરવા માંગ

    1 day ago

    રાપરના ગ્રામ્ય અને વાંઢ વિસ્તારોમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ મજબૂત બનાવવા તેમજ છાત્રોને સરકારની શિષ્યવૃત્તિ યોજનાનો લાભ મળી રહે તે માટે રાપર તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજાને રજૂઆત કરાઈ છે. સંઘના પ્રમુખ ભરતસિંહ પરમારે રજૂઆતમાં મુદ્દા રજૂ કર્યા છે. જેમાં મંજૂર મહેકમ 1484 સામે હાલ 1030 શિક્ષક ફરજ બજાવી રહ્યા છે. જેથી 454 શિક્ષકોની ઘટ છે. નવી ભરતીમાં કચ્છમાંથી 100 શિક્ષકો વતનમાં બદલી મેળવી શકે તેવી શક્યતા હોવાથી ખાલી જગ્યામાં વધશે. નવી ભરતી પૂર્ણ ન થાય ત્યાં સુધી પ્રવાસી શિક્ષકોની વૈકલ્પિક વ્યવસ્થા કરવા માંગ કરાઈ છે. દીકરીઓને દૂર અભ્યાસ માટે મોકલવામાં વાલીઓમાં અસલામતી જોવા મળતી હોવાથી જ્યાં સ્થાનિક જરૂરિયાત હોય ત્યાં ધો. 6થી 8ની શાળાઓ શરૂ કરવા જણાવાયું છે. 143 શાળામાં વિવિધ સુવિધાઓની જરૂરિયાત શિક્ષક સંઘ મુજબ 47 શાળામાં પીવાના પાણીની સુવિધા, 2 શાળામાં વીજળીકરણ અને 15 શાળામાં થ્રી-ફેઝ લાઈનની જરૂરિયાત છે. જ્યારે 27 શાળા પાકા રસ્તાથી જોડાવાની બાકી છે. ઉપરાંત 143 શાળામાં જર્જરિત ઓરડાના પુનઃનિર્માણ, વૈકલ્પિક વર્ગખંડ, મધ્યાહન ભોજન શેડ, કમ્પાઉન્ડ વોલ, અલગ શૌચાલય તથા વધારાના વર્ગખંડ સહિતની સુવિધાઓ ઊભી કરવાની જરૂરિયાત છે. ટેન્ડર બાદ પણ બાંધકામ શરૂ નહીં વિવિધ શાળાઓના નવા બાંધકામ માટે ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ હોવા છતાં અનેક સ્થળે છેલ્લા એક વર્ષ કે તેથી વધુ સમયથી કામ શરૂ ન થયાની રજૂઆત કરાઈ છે. બાંધકામ પૂર્ણ ન થાય ત્યાં સુધી વૈકલ્પિક વ્યવસ્થા ઊભી કરવાની જવાબદારી સંબંધિત ગ્રા. પં.ના સરપંચ અથવા તલાટી કમ મંત્રીને સોંપવામાં આવે. રાપર તાલુકાના 1500 જેટલા પાત્ર વિદ્યાર્થીઓ શિષ્યવૃત્તિથી વંચિત સંઘના જણાવ્યા મુજબ આધારકાર્ડ ન હોવું, આધારકાર્ડની વિગતોમાં ભૂલ, બેંક ખાતું નિષ્ક્રિય થઈ જવું, નાની ઉંમરના બાળકોના ખાતા ખોલવામાં મુશ્કેલી તેમજ એકથી વધુ બાળકો ધરાવતા પરિવારોની શિષ્યવૃત્તિની રકમ જમા થવામાં પડતી મુશ્કેલી સહિતના કારણોસર આશરે 1500 જેટલા પાત્ર બાળકો શિષ્યવૃત્તિના લાભથી વંચિત છે. સંઘે ધારાસભ્ય સમક્ષ શિક્ષણ વિભાગ, સમાજ કલ્યાણ વિભાગ અને બેંકો સાથે સંકલન કરી આધારકાર્ડમાં સુધારા, નિષ્ક્રિય ખાતાં પુનઃસક્રિય કરવા તથા નાની ઉંમરના બાળકોના બેંક ખાતાં ખોલવા માટે વિશેષ વ્યવસ્થા કરવાની માંગ કરી છે.
    Click here to Read More
    Previous Article
    ઓટોમેટિક સિગ્નલિંગના કામને લઇ અમદાવાદ-પાલનપુર રૂટ પર અસર:14મીએ મહેસાણા રૂટ પરની 10 ટ્રેન રદ, 2 આંશિક રદ; 8ના રૂટ બદલાશે
    Next Article
    ડેન્ગ્યુના કેસો પણ ઘટ્યા, વાયરલ ઇન્ફેક્શન વધ્યું:ગત વર્ષની સરખામણીએ આ વર્ષે કચ્છમાં મલેરિયાના કેસ 44 થી ઘટીને 24 થયા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment