Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ઓટોમેટિક સિગ્નલિંગના કામને લઇ અમદાવાદ-પાલનપુર રૂટ પર અસર:14મીએ મહેસાણા રૂટ પરની 10 ટ્રેન રદ, 2 આંશિક રદ; 8ના રૂટ બદલાશે

    1 day ago

    મહેસાણા સહિત અમદાવાદ- પાલનપુર રેલવે રૂટ પર 14 ઓગસ્ટે ટ્રેન વ્યવહાર ખોરવાશે. આંબલિયાસણ, જગુદણ, મહેસાણા અને ભાંડુ-મોટીદાઉ વચ્ચે ઓટોમેટિક સિગ્નલિંગ સિસ્ટમના કમિશનિંગ માટે રેલવે દ્વારા કામગીરી હાથ ધરાશે. જેના કારણે 14 ઓગસ્ટે 10 ટ્રેન સંપૂર્ણ રદ, 2 ટ્રેન આંશિક રદ અને 8 ટ્રેન પરિવર્તિત રૂટ પર દોડાવવાનો નિર્ણય લેવાયો છે. બીજી તરફ, આ કામગીરી પૂર્ણ થયા બાદ આ રેલખંડની લાઇન ક્ષમતા વધશે અને ટ્રેનોને સ્ટેશન પર બીજી ટ્રેન પસાર થવાની કે લાઇન ક્લિયર થવાની રાહમાં ઊભા રહેવાનો સમય ઘટશે. રેલવે દ્વારા મુસાફરોની સુવિધા અને સલામતીને ધ્યાનમાં રાખીને ટ્રેન સંચાલનમાં ફેરફાર કરાયો છે. ખાસ કરીને મહેસાણા- પાટણ, મહેસાણા- વિરમગામ, મહેસાણા- ભીલડી અને મહેસાણા- આબુ રોડ રૂટની લોકલ ટ્રેનોને તેની અસર થશે. યોગા એક્સપ્રેસ સિદ્ધપુર, ઊંઝા સ્ટોપેજ વગર દોડશે. જ્યારે સાબરમતી– જૈસલમેર ઇન્ટરસિટી સાબરમતી– કલોલ– મહેસાણા રૂટના બદલે સાબરમતી– કલોલ– કટોસણ રોડ– મહેસાણા થઈને દોડશે. 14 ઓગસ્ટે સંપૂર્ણ રદ થનારી 10 ટ્રેન - 79433/79434 સાબરમતી–પાટણ–સાબરમતી ડેમુ - 69207/69208 ગાંધીનગર–વરેઠા–ગાંધી નગર મેમુ - 79437/79438 મહેસાણા–આબુ રોડ–મહેસાણા ડેમુ - 79431/79432 સાબરમતી–મહેસાણા–સાબર મતી ડેમુ - 59509/59510 મહેસાણા–વીરમગામ–મહેસાણા પેસેન્જર - 59481/59482 મહેસાણા–ભીલડી–મહેસાણા પેસેન્જર - 59475/59476 મહેસાણા–પાટણ–મહેસાણા પેસેન્જર - 79435/79436 સાબરમતી–પાટણ–સાબરમતી ડેમુ - 59483/59484 મહેસાણા–પાટણ–મહેસાણા પેસેન્જર - 59511/59512 મહેસાણા–વીરમગામ–મહેસાણા પેસેન્જર
    Click here to Read More
    Previous Article
    ભાજપ પ્રદેશ પ્રમુખના જન્મદિવસની ઉજવણી:મોડાસાની શાળામાં દિવ્યાંગ બાળકોને ભોજન અપાયું
    Next Article
    રાપર તાલુકામાં શિક્ષણ વ્યવસ્થા મજબૂત બનાવો:પ્રા. શિક્ષક સંઘની ધારાસભ્યને રજૂઆત; પાયાની સુવિધાઓ, શિક્ષકોની ભરતી અને બાંધકામ પૂર્ણ કરવા માંગ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment