Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભાજપ પ્રદેશ પ્રમુખના જન્મદિવસની ઉજવણી:મોડાસાની શાળામાં દિવ્યાંગ બાળકોને ભોજન અપાયું

    1 day ago

    મોડાસાની શ્રી વા.હી. ગાંધી બહેરા મૂંગા શાળા ખાતે ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્માના જન્મદિવસ નિમિત્તે એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સંસ્થા દ્વારા દિવ્યાંગ બાળકોને ભોજન પીરસીને જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી. જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે, શાળાના દિવ્યાંગ બાળકોને મિષ્ટાન સહિતનું ભોજન પીરસવામાં આવ્યું હતું. બાળકોએ આ પ્રસંગે ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો અને શુભેચ્છાઓ પાઠવી હતી. આ કાર્યક્રમમાં શાળાના કુલ 204 દિવ્યાંગ બાળકો ઉપસ્થિત રહ્યા હતા. તેમની સાથે સંસ્થાના પ્રમુખ ડૉ. ટી.બી. પટેલ, ઉપપ્રમુખ ડૉ. જીતેન્દ્રભાઈ પટેલ અને કમલેશભાઈ પટેલ, મંત્રી ભાવેશભાઈ જયસ્વાલ અને ઇન્દ્રવદનભાઈ બ્રહ્મભટ્ટ સહિતના પદાધિકારીઓ, હોદ્દેદારો અને શાળાના સ્ટાફ મિત્રો પણ હાજર રહ્યા હતા. ઉપસ્થિત સૌએ જગદીશભાઈ વિશ્વકર્માને જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવી હતી.
    Click here to Read More
    Previous Article
    24 કલાકમાં સૌથી વધુ ખેડબ્રહ્મામાં 3.27 ઇંચ વરસાદ:પાટણમાં વૃદ્ધ અને યુવક ગટરમાં ગરકાવ થતાં માંડ-માંડ બચ્યાં; આજે પાંચ જિલ્લામાં ભારે વરસાદ આગાહી, યલો એલર્ટ
    Next Article
    ઓટોમેટિક સિગ્નલિંગના કામને લઇ અમદાવાદ-પાલનપુર રૂટ પર અસર:14મીએ મહેસાણા રૂટ પરની 10 ટ્રેન રદ, 2 આંશિક રદ; 8ના રૂટ બદલાશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment