Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    જામનગરમાં શ્રાવણ માસમાં શિવાલયો રોશનીથી ઝળહળ્યા:કાશી વિશ્વનાથ મહાદેવ મંદિરમાં લાઇટ ડેકોરેશન કરવામાં આવ્યું, મંદિરમાં ભક્તો ઉમટ્યા

    1 day ago

    જામનગર, જેને 'છોટીકાશી' તરીકે પણ ઓળખવામાં આવે છે, ત્યાં શ્રાવણ માસમાં શિવાલયોને રોશનીથી શણગારવામાં આવ્યા છે. આજથી શિવભક્તિનો પવિત્ર ઉત્સવ શરૂ થશે, જેના માટે નગરમાં ઉત્સાહનો માહોલ છે. કે.વી. રોડ પર આવેલા શ્રી કાશી વિશ્વનાથ મહાદેવ મંદિરમાં મનોહર લાઇટ ડેકોરેશન કરવામાં આવ્યું છે, જે ભક્તો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. આ ઉપરાંત, ટાઉનહોલ નજીક ગૌરવ પથ પર આવેલા જામધર્માદા ટ્રસ્ટ સંચાલિત પ્રાચીન શ્રી ભીડ ભંજન મહાદેવ મંદિરે પણ રોશનીનો શણગાર કરવામાં આવ્યો છે, જે તેની સુંદરતામાં વધારો કરે છે. નગરના અન્ય વિવિધ શિવાલયોમાં પણ ડેકોરેશન કરવામાં આવ્યું છે. સમગ્ર શ્રાવણ માસ દરમિયાન વિવિધ વિશેષ દર્શનો અને પૂજાના આયોજનો કરવામાં આવ્યા છે. શિવ ભક્તોમાં પણ શ્રાવણ માસને લઈને અનેરો થનગનાટ અને ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
    Click here to Read More
    Previous Article
    શ્રાવણના પ્રથમ દિવસે શિવાલયોમાં ભક્તોનું ઘોડાપૂર:સોમનાથમાં શિવ મહોત્સવનો પ્રારંભ, ‘હર હર ભોલે’ના નાદથી ગુંજયું પ્રથમ જ્યોતિર્લિંગ ધામ, દર્શન માટે લાંબી લાઈનો લાગી
    Next Article
    વલસાડમાં ભાજપ પ્રદેશ પ્રમુખના જન્મદિવસે પોષણ કીટ વિતરણ:આંગણવાડીના બાળકો અને બહેનોને પૌષ્ટિક આહાર અપાયો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment