Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    શ્રાવણના પ્રથમ દિવસે શિવાલયોમાં ભક્તોનું ઘોડાપૂર:સોમનાથમાં શિવ મહોત્સવનો પ્રારંભ, ‘હર હર ભોલે’ના નાદથી ગુંજયું પ્રથમ જ્યોતિર્લિંગ ધામ, દર્શન માટે લાંબી લાઈનો લાગી

    1 day ago

    શિવજીને પ્રિય અને શિવ ઉપાસના માટે અતિ પવિત્ર ગણાતા શ્રાવણ માસનો આજે પવિત્ર પ્રારંભ થયો છે. પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ મંદિર ખાતે શ્રાવણ માસના પ્રથમ દિવસે વહેલી સવારથી જ શિવભક્તોની ભારે ભીડ જોવા મળી હતી. વહેલી સવારે મેઘરાજાનું પણ આગમન થતાં ઝરમર વરસાદ વચ્ચે શિવભક્તો ભક્તિભાવ સાથે સોમનાથ મંદિર પહોંચ્યા હતા. વરસાદની પરવા કર્યા વિના ભક્તોએ ભગવાન સોમનાથના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. શ્રવણના પ્રથમ દિવસે ઝરમર વરસાદ વચ્ચે શિવભક્તોમાં અનેરો ઉત્સાહ તા. 13 ઓગસ્ટથી તા. 11 સપ્ટેમ્બર 2026 સુધી 30 દિવસીય શ્રાવણ શિવ મહોત્સવ યોજાશે. આ દરમિયાન સોમનાથ ભજન, ભોજન અને ભક્તિનું સંગમ કેન્દ્ર બનશે અને દેશ-વિદેશમાંથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ સોમનાથ મહાદેવના દર્શન માટે ઉમટશે. સોમનાથ મહાદેવ મંદિર ખાતે શ્રાવણ માસ દરમિયાન મોટી સંખ્યામાં ભક્તો ઉમટવાની શક્યતાને ધ્યાનમાં રાખીને સુરક્ષા વ્યવસ્થા પણ વધુ સઘન બનાવવામાં આવી છે. Z+ સુરક્ષા ધરાવતા સોમનાથ મંદિર પરિસરમાં પોલીસ અને સુરક્ષા એજન્સીઓ દ્વારા ચાંપતો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.
    Click here to Read More
    Previous Article
    IIT Madras Fellowship 2026: PhD Holders Can Apply, Check Eligibility
    Next Article
    જામનગરમાં શ્રાવણ માસમાં શિવાલયો રોશનીથી ઝળહળ્યા:કાશી વિશ્વનાથ મહાદેવ મંદિરમાં લાઇટ ડેકોરેશન કરવામાં આવ્યું, મંદિરમાં ભક્તો ઉમટ્યા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment