Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    શોકની લાગણી ફેલાઈ:કાંદિવલીની બાઇકર રિદ્ધિ ઠક્કરનું છત્તીસગઢમાં મૃત્યુ

    1 day ago

    મુંબઈના કાંદિવલી પશ્ચિમની 24 વર્ષીય બાઇકર રિદ્ધિ ઠક્કરનું છત્તીસગઢના ધમતરી જિલ્લામાં ભયાનક માર્ગ અકસ્માતમાં મોત થતાં મુંબઈમાં શોકની લાગણી ફેલાઈ છે. રિદ્ધિ લગભગ 20 બાઇકર્સના જૂથ સાથે રાયપુરથી બસ્તર પ્રદેશના કાંકેર તરફ બાઇકિંગ પ્રવાસે નીકળી હતી. દરમિયાન બુધવારે સવારે માર્કટોલા ઘાટ નજીક નેશનલ હાઇવે-30 પર આ દુર્ઘટના બની હતી. મળતી માહિતી મુજબ, સવારે લગભગ 6 વાગ્યે રિદ્ધિની મોટરસાઇકલ વિરુદ્ધ દિશામાંથી આવી રહેલા એક ટ્રેલર ટ્રક સાથે અથડાઈ હતી. ટક્કર એટલી જોરદાર હતી કે મોટરસાઇકલને ભારે નુકસાન થયું હતું અને રિદ્ધિને ગંભીર ઇજાઓ પહોંચી હતી. રિદ્ધિ સાથે મુસાફરી કરી રહેલા અન્ય બાઇકર્સે ઘટનાની જાણ સંબંધિત તંત્રને કરી હતી. અકસ્માત બાદ સમગ્ર બાઇકિંગ ગ્રુપ આઘાતમાં મુકાઈ ગયું હતું. સાથે મુસાફરી કરી રહેલા સાથી સવારો માટે આ ઘટના અત્યંત આઘાતજનક બની હતી. પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ શરૂ કરી હતી. જરૂરી કાયદાકીય ઔપચારિકતાઓ પૂર્ણ કર્યા બાદ રિદ્ધિના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યો હતો. પોલીસે રિદ્ધિના પરિવારજનોને ઘટનાની જાણ કરી હતી. અકસ્માતનાં ચોક્કસ સંજોગો જાણવા પોલીસ દ્વારા રિદ્ધિ સાથે મુસાફરી કરી રહેલા બાઇકર્સની પૂછપરછ કરવામાં આવી રહી છે. ટ્રેલર ટ્રક સાથે ટક્કર કેવી રીતે થઈ અને અકસ્માત પાછળ ચોક્કસ કારણ શું હતું તે અંગે વધુ તપાસ ચાલી રહી છે.
    Click here to Read More
    Previous Article
    2018માં સુરક્ષા ઓડિટમાં જૂનો પુલ અસુરક્ષિત હોવાનું સ્પષ્ટ થયું:ઘાટકોપરના 40 વર્ષ જૂના પૂર્વ અને પશ્ચિમ પુલને તોડીને કેબલસ્ટેડ પુલ
    Next Article
    પહેલાં જારી કરેલા લાયસંસનો 30 દિવસમાં કયાસ કાઢવાનો નિર્દેશ:નેશનલ હાઈવેની હદમાં અનધિકૃત ઢાબા, હોટેલ્સ પર સરકારનો હથોડો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment