Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પહેલાં જારી કરેલા લાયસંસનો 30 દિવસમાં કયાસ કાઢવાનો નિર્દેશ:નેશનલ હાઈવેની હદમાં અનધિકૃત ઢાબા, હોટેલ્સ પર સરકારનો હથોડો

    1 day ago

    નેશનલ હાઈવેની હદમાં (રાઈટ ઓફ વે અંતર્ગત) અનધિકૃત ઢાબા, હોટેલ્સ અને બીજા વ્યવસાયિક બાંધકામ પર હવે હથોડો પડશે. નેશનલ હાઈવે એનએચએઆઈ પરના અતિક્રમણ અને અનધિકૃત વ્યવસાયિક બાંધકામો પર લગામ તાણવા રાજ્ય સરકારે સુપ્રીમ કોર્ટના નિર્દેશ પછી મહત્વના પગલાં ભર્યા છે. સુપ્રીમ કોર્ટના નિર્દેશની રાજ્યની તમામ મહાપાલિકા, નગરપરિષદ અને નગરપંચાયતોએ ચુસ્તતાથી અમલબજાવણી કરવી એવો આદેશ નગરવિકાસ વિભાગે જારી કર્યો છે. સુપ્રીમ કોર્ટે 13 એપ્રિલ 2026ના આપેલા નિર્દેશ અનુસાર નેશનલ હાઈવેના રાઈટ ઓફ વે એરિયામાં નવેસરથી ઢાબા, હોટેલ અથવા કોઈ પણ વ્યવસાયિક બાંધકામ કરવું તત્કાળ અસરથી પ્રતિબંધિત કરવામાં આવ્યું છે. તેમ જ અનધિકૃત નવી અથવા અત્યારના બાંધકામ હટાવવાની કાર્યવાહી સંબંધિત જિલ્લાધિકારીએ નિર્ધારિત પ્રક્રિયા અનુસાર 60 દિવસમાં કરવી એવો નિર્દેશ પણ આપવામાં આવ્યો છે. નેશનલ હાઈવેના સુરક્ષા ક્ષેત્રમાં કોઈ પણ ઠેકાણે લાયસંસ, ના હરકત પ્રમાણપત્ર અથવા વેપાર પરવાનગી આપવા પહેલાં સંબંધિત પ્રાધિકરણે નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈંડિયા અથવા સાર્વજનિક બાંધકામ વિભાગની મંજૂરી લેવી ફરજિયાત છે. આવા ઠેકાણે આ પહેલાં આપવામાં આવેલા લાયસંસનો પણ 30 દિવસમાં કયાસ કાઢવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે. દરેક જિલ્લામાં ટાસ્કફોર્સ નેશનલ હાઈવેવાળા દરેક જિલ્લામાં હાઈવે સિક્યોરિટી ટાસ્કફોર્સ સ્થાપના કરવાનો નિર્દેશ પણ સુપ્રીમ કોર્ટે આપ્યો છે. આ ટાસ્કફોર્સમાં જિલ્લા પ્રશાસન, પોલીસ, એનએચએઆઈ અથવા સંબંધિત જમીન માલિકીની સંસ્થા, અને સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાના અધિકારીઓનો સમાવેશ હશે. અતિક્રમણ હટાવવાની કાર્યવાહી સમયસર કરવાની સહિયારી જવાબદારી જિલ્લાધિકારી અને પોલીસ કમિશનર અથવા પોલીસ અધિક્ષક પર રહેશે. આ ટાસ્કફોર્સે દર પંદર દિવસે કયાસ બેઠક લઈને એની વિગતવાર નોંધ રાખવી એવો નિર્દેશ છે. તેમ જ નેશનલ હાઈવેના મધ્યબિંદુથી નિવાસી વપરાશ માટે 40 મીટર અને વ્યવસાયિક વપરાશ માટે 75 મીટરની અંદર જમીન વપરાશમાં ફેરફાર કરવા પર પ્રતિબંધ કરતી અધિસૂચના 60 દિવસમાં જારી કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે.
    Click here to Read More
    Previous Article
    શોકની લાગણી ફેલાઈ:કાંદિવલીની બાઇકર રિદ્ધિ ઠક્કરનું છત્તીસગઢમાં મૃત્યુ
    Next Article
    બોરીવલી, પાર્લા અને ઘાટકોપર આઉટલેટમાં ખામીઓ જણાઈ:મુંબઈમાં ત્રણ ડોમિનોઝ પિઝાના આઉટલેટના લાઇસન્સ સસ્પેન્ડ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment