Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    2018માં સુરક્ષા ઓડિટમાં જૂનો પુલ અસુરક્ષિત હોવાનું સ્પષ્ટ થયું:ઘાટકોપરના 40 વર્ષ જૂના પૂર્વ અને પશ્ચિમ પુલને તોડીને કેબલસ્ટેડ પુલ

    1 day ago

    મુંબઈના ગિરદીવાળા ઉપનગરોમાં વાહનવ્યવહાર સરળ કરવા ઘાટકોપરમાં નવો કેબલસ્ટેડ પુલ બાંધવામાં આવી રહ્યો છે. ઘાટકોપર પૂર્વથી પશ્ચિમ પ્રવાસ માટે અને એલબીએસ રોડ સાથે જોડવા આ રસ્તો મહત્વનો છે. મુંબઈ મહાપાલિકા અને મહારાષ્ટ્ર રેલવે ઈન્ફ્રાસ્ટ્રકચર ડેવલપમેંટ કોર્પોરેશન સંયુક્તપણે આ પુલનું બાંધકામ કરે છે. આ રોડના લીધે એલબીએસ રોડ, અંધેરી-ઘાટકોપર લિન્ક રોડ અને જોગેશ્વરી-વિક્રોલી લિન્ક રોડ પર ટ્રાફિક ઓછો કરવામાં મદદ થશે. છેલ્લા ચાર દાયકાથી ઘાટકોપર રેલવે પુલ પરથી પ્રવાસીઓ એલબીએસ રોડથી ઈસ્ટર્ન એક્સપ્રેસ હાઈવે સુધી પ્રવાસ કરતા હતા. પણ 2018માં એક સુરક્ષા ઓડિટ પછી આ પુલ અસુરક્ષિત હોવાનું સ્પષ્ટ થયા બાદ આ રોડ વાહનો માટે બંધ કરવામાં આવ્યો. તેથી છેલ્લા આઠ વર્ષથી વાહનચાલકોએ જોગેશ્વરી-વિક્રોલી લિન્ક રોડ અને અંધેરી-ઘાટકોપર લિન્ક રોડનો ઉપયોગ કરીને પ્રવાસ કરવો પડે છે. ગિરદીના સમયે આ રોડ પર સખત ટ્રાફિકજામ થાય છે. તેથી આ જૂના રેલવે પુલને હટાવીને એક નવો કેબલસ્ટેડ પુલ બાંધવાનો નિર્ણય લેવામાં આવ્યો. પૂર્વ ઉપનગરોમાં સૌથી પહેલા કેબલસ્ટેડ પુલમાંથી આ એક પુલ હશે. આ પુલ મધ્ય રેલવેના પાટા, મેટ્રો લાઈન 4 અને બુલેટ ટ્રેનના અંડરગ્રાઉન્ડ રોડ પરથી જશે. પુલનો મોટો ભાગ કેબલસ્ટેડ હશે. પણ બુલેટ ટ્રેન અને એલબીએસ રોડ પરનો પટ્ટો બોસ્ટ્રીંગ સ્ટીલ સ્પેનની મદદથી બાંધવામાં આવશે. તેમ જ રાહદારીઓ માટે આ પુલ પર ફૂટપાથ હશે.આ પુલના લીધે પૂર્વ ઉપનગરોમાં ટ્રાફિકજામ મોટા પ્રમાણમાં ઓછો થવામાં મદદ થશે. નાગરિકોના ફાયદા માટે આ પુલનું કામ તબક્કાવાર કરવામાં આવશે. જમણી બાજુનું કામ પૂરું થયા પછી આ રોડ પર વાહનવ્યવહાર શરૂ કરીને બીજી બાજુનું કામ શરૂ કરવામાં આવશે એવી માહિતી એક અધિકારીએ આપી છે. સાકીનાકા, મરોલ અને મુંબઈ એરપોર્ટ જતા પ્રવાસીઓએ એજીએલઆર પરથી જવું પડે છે. તેથી આ જંકશન અ પંતનગરમાં થતો ટ્રાફિકજામ આ પુલનું કામ પૂરું થયા પછી ઓછો થશે. ગોલીબાર રોડ અને ઘાટકોપર પશ્ચિમ તરફથી આવતા વાહન એલબીએસ રોડ પર અટવાય છે. આ પુલના કારણે આ ટ્રાફિક બાયપાસ કરીને પ્રવાસ કરી શકાશે. 2027 સુધી કામ પૂરું આ કેબલસ્ટેડ પુલ ગોલીબાર રોડ જંકશનથી ઈસ્ટર્ન એક્સપ્રેસ હાઈવે સુધી બાંધવામાં આવશે. 108 મીટર લાંબા પુલ પર 92 મીટર બોસ્ટ્રીંગ સ્ટીલ સ્પેન હશે. એલબીએસ રોડ પરનો સ્પેન 90 મીટર હશે. રેલવે પુલ નીચે સર્વિસ રોડ બાંધવાની યોજના છે. 2027 સુધી આ પુલનું કામ પૂરું કરવાનો મહાપાલિકાનો ઉદ્દેશ છે.
    Click here to Read More
    Previous Article
    Australia vs Bangladesh 1st Test Live Telecast & Streaming: When And Where To Watch AUS vs BAN Test Series 2026
    Next Article
    શોકની લાગણી ફેલાઈ:કાંદિવલીની બાઇકર રિદ્ધિ ઠક્કરનું છત્તીસગઢમાં મૃત્યુ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment