Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પોરબંદરમાં મહિલાને પ્રેમજાળમાં ફસાવી યુવકે દુષ્કર્મ આચર્યું:વારંવાર શારીરિક સંબંધ બાંધતા મહિલાને ગર્ભ રહી ગયો, પોલીસે આરોપીને ઝડપી લીધો

    9 hours ago

    પોરબંદરમાં એક મહિલાને પ્રેમજાળમાં ફસાવી વારંવાર દુષ્કર્મ ગુજારવા અને ગર્ભ રાખવાના ગંભીર આરોપસર એક આરોપીને ઝડપી પાડવામાં આવ્યો છે. કમલાબાગ પોલીસે રાંધાવાવના ભાવેશ કોડીયાતર નામના આરોપીને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. કમલાબાગ પોલીસ સ્ટેશનમાં 11 ઓગસ્ટ, 2026 ના રોજ નોંધાયેલી ફરિયાદ મુજબ, સાંદીપની આશ્રમમાં ખેતીકામ કરતા ભાવેશ કોડીયાતરે એક મહિલાને પ્રેમસંબંધના બહાને વિશ્વાસમાં લીધી હતી. તેણે ખેતરમાં મહિલા સાથે વારંવાર શારીરિક સંબંધ બાંધ્યા હતા. આ સંબંધોના પરિણામે મહિલાને ગર્ભ રહી ગયો હતો. ફરિયાદમાં એવો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે કે, આરોપીએ આ મામલો બહાર ન આવે તે માટે મહિલાને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ ગંભીર ઘટના બાદ મહિલાએ કમલાબાગ પોલીસનો સંપર્ક કરી ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદના આધારે પોલીસે ભાવેશ કોડીયાતર વિરુદ્ધ સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી. તપાસ દરમિયાન પોલીસે આરોપી ભાવેશ કોડીયાતરને ઝડપી પાડ્યો છે. હાલ પોલીસે તેની અટકાયત કરી વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અને સમગ્ર ઘટના અંગે ઊંડાણપૂર્વક તપાસ ચાલી રહી છે.
    Click here to Read More
    Previous Article
    હવે અનાજ દળવાનું પણ મોંઘુ:રાજકોટની 700 ફ્લોર મિલમાં અનાજ દળવાના ભાવમાં કિલોએ રૂ.1 નો વધારો થતા ગૃહિણીઓનુ બજેટ ખોરવાશે
    Next Article
    કલોલની સગીરા પર દુષ્કર્મ કેસમાં દિશાંત શર્મા જેલહવાલે:શક્તિવર્ધક ગોળીઓ ગળી હોવાની આશંકા વચ્ચે આરોપીના બ્લડ સેમ્પલ સહિતના પુરાવા FSLમાં મોકલાયા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment