Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    હવે અનાજ દળવાનું પણ મોંઘુ:રાજકોટની 700 ફ્લોર મિલમાં અનાજ દળવાના ભાવમાં કિલોએ રૂ.1 નો વધારો થતા ગૃહિણીઓનુ બજેટ ખોરવાશે

    7 hours ago

    મોંઘવારીનો માર હવે લોકોને અનાજ દળવામાં પણ પડવાનો છે. રાજકોટ ફ્લોર મિલ એસોસિએશન દ્વારા 15 મી ઓગસ્ટના સ્વતંત્રતા દિવસથી અનાજ દળવાના ભાવમાં રૂ.1 નો વધારો કરવામાં આવ્યો છે જેની અમલવારી રાજકોટ શહેરની 700થી વધુ ફ્લોર મિલ ધારકોને કરવાની રહેશે. અગાઉ 1 કિલો અનાજ દળવાના રૂ.6 હતા. તે વધારી રૂ.7 કરવામાં આવ્યા છે. જેથી ગૃહિણીઓનું બજેટ ખોરવાઈ જશે. છેલ્લા 4 વર્ષનો મોંધવારીમાં વધારો, લાઈટ બીલમાં વધારો તેમજ દરેક વસ્તુના ભાવમાં વધારો થયેલ છે. જેથી રાજકોટ ફલોર મીલ એસોસીએશનની મીટીંગમાં સર્વાનુમતે એક કીલો અનાજ દળવાના હાલ રૂ.6 લેવામાં આવે છે. જે તા.15 ઓગસ્ટથી એક કીલો અનાજ દળવાના રૂ.7 લેવાનું નકકી કરવામાં આવ્યું છે. રાજકોટ ફલોર મીલ એસોસીએશનના અધ્યક્ષ પ્રભાત આહીર, પ્રમુખ અતુલ રાજાણી, ઉપપ્રમુખ હીતેષ બગડાઈ, મંત્રી રાજેન્દ્રસિંહ વાળાની આગેવાનીમાં શહેરના કારોબારી સભ્યોની હાજરીમાં ગત તા.5 ઓગસ્ટના મળેલી બેઠકમાં ભાવ વધારાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. તા.15 ઓગસ્ટથી રાજકોટ શહેરની 700 ફ્લોર મિલ પર અનાજ દળવા જતા લોકોને મોંઘવારીનો માર સહન કરવો પડશે. જેમાં ઘઉં, બાજરી, જુવાર, ચણાની દાળ, અડદ દાળ સહિતના અનાજ દળવાના ભાવમાં કિલોએ રૂ.1 નો વધારો કરવામાં આવ્યો છે. જોકે આ ભાવવધારો રાજકોટ શહેરના દરેક લોકોને લાગુ પડવાનો છે ત્યારે આ ભાવવધારો ગૃહિણીઓનું બજેટ ખોરવી નાખશે તે નક્કી છે. ઉપપ્રમુખના જણાવ્યા પ્રમાણે, વર્ષ 2019 માં એક કિલો અનાજ દળવાનો ભાવ ₹5 હતો જે વર્ષ 2022 માં વધારી ₹6 કરવામાં આવ્યો અને હવે તેમાં રૂ.1 નો વધારો કરવામાં આવ્યો છે.
    Click here to Read More
    Previous Article
    ‘Bid to eliminate the messenger’: Social media takedowns leaving users in the dark
    Next Article
    પોરબંદરમાં મહિલાને પ્રેમજાળમાં ફસાવી યુવકે દુષ્કર્મ આચર્યું:વારંવાર શારીરિક સંબંધ બાંધતા મહિલાને ગર્ભ રહી ગયો, પોલીસે આરોપીને ઝડપી લીધો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment