Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વડોદરામાં ગેરકાયદે ધમધમતુ ભૂંડનું કતલખાનુ ઝડપાયુ:અમદાવાદની એનિમલ વેલફેર સંસ્થાએ પોલીસની સાથે રાખી રેડ કરી, માંસનો જથ્થો જપ્ત, FSLની મદદથી નમૂનાઓની તપાસ શરૂ, એક વ્યક્તિ પકડાયો

    1 week ago

    વડોદરાના સમા વિસ્તારના આવેલા સંજયનગરમાં ગેરકાયદે ચાલી રહેલા ભૂંડના કતલખાના પર આજે રવિવારે દર્શના એનિમલ વેલ્ફેર સંસ્થાના કાર્યકરો અને સ્થાનિક પોલીસની ટીમે સંયુક્ત રીતે રેડ કરી હતી. આ દરમિયાન બે દુકાનોમાંથી મોટી માત્રામાં ભૂંડનું માંસ, કતલ માટે ઉપયોગમાં લેવાતા સાધનો અને અન્ય સામગ્રી મળી આવી હતી. પોલીસે સ્થળ પરથી એક વ્યક્તિને ઝડપી પાડ્યો છે અને તેની પૂછપરછ કરી રહ્યા છે. આ મામલે વધુ તપાસ હાથ ધરી છે. વડોદરા શહેરમાં ગેરકાયદે કતલખાના ધમધમી રહ્યા છે, ત્યારે અમદાવાદની દર્શના એનિમલ વેલ્ફેર સંસ્થાને સમા સંજયનગર વિસ્તારમાં ગેરકાયદે રીતે ભૂંડનું કતલ કરી માંસનું વેચાણ થતું હોવાની બાતમી મળી હતી. જેના આધારે સંસ્થાના કાર્યકરોએ સ્થાનિક પોલીસને જાણ કરી હતી અને સંયુક્ત રીતે રેડ કરી હતી. આ સમયે બે દુકાનોમાં ગેરકાયદે રીતે ભૂંડનું કટીંગ કરવામાં આવતું હોવાનું સામે આવ્યું હતું. સ્થળ પરથી મોટી માત્રામાં સંગ્રહ કરાયેલો માંસનો જથ્થો, કતલ માટે વપરાતા ધારદાર હથિયારો સહિતનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. પોલીસને એક વ્યક્તિ સ્થળ પરથી મળી આવ્યો હતો. પોલીસે તેની અટકાયત કરી હતી અને પૂછપરછ શરૂ કરી છે. કબજે કરાયેલા માંસની ગુણવત્તા અને તે કયા પ્રાણીનું છે તેની વૈજ્ઞાનિક ચકાસણી માટે FSLની મદદ લેવામાં આવી છે. પોલીસે આ મામલે વધુ કાર્યવાહી હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    'મેં નાના પાટેકરને ખરેખરમાં થપ્પડ મારી દીધી હતી':અભિનેત્રી મધુ શાહે ફિલ્મ યશવંતના શૂટિંગનો કિસ્સો સંભળાવ્યો
    Next Article
    મોટી વાવડીમાં ઓરડીમાંથી ઇંગ્લિશ દારૂ ઝડપાયો:પોલીસે ₹3.74 લાખની 2016 દારૂની બોટલ જપ્ત કરી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment