Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    લાલપુરમાં ‘હર ઘર તિરંગા’ અભિયાનનો પ્રારંભ:નમો ભવન ખાતે તિરંગો લહેરાવાયો

    16 hours ago

    સ્વતંત્રતા દિવસ નિમિત્તે દેશભરમાં ચાલી રહેલા ‘હર ઘર તિરંગા’ અભિયાનનો લાલપુરમાં પ્રારંભ થયો છે. આ અભિયાન અંતર્ગત લાલપુરના નમો ભવન ખાતે તિરંગો લહેરાવવામાં આવ્યો હતો, જ્યાં રાષ્ટ્રભક્તિનો માહોલ જોવા મળ્યો હતો. જામનગર જિલ્લા ભાજપ પ્રમુખ ડો. વિનોદભાઈ ભંડેરી અને કાર્યક્રમના ઇન્ચાર્જ દિલીપભાઈ ભોજાણીની સૂચના અનુસાર આ કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે લાલપુર તાલુકા ભાજપ પરિવારના આગેવાનો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન, કાર્યકર્તાઓએ લોકોને પોતાના ઘરો પર તિરંગો લહેરાવવા માટે આહવાન કર્યું હતું. દેશના તિરંગા પ્રત્યે સન્માન અને રાષ્ટ્રપ્રેમની ભાવનાને વધુ મજબૂત બનાવવાના સંદેશ સાથે ‘હર ઘર તિરંગા’ અભિયાનને સફળ બનાવવા અપીલ કરવામાં આવી હતી.
    Click here to Read More
    Previous Article
    પાટડીમાં તિરંગા યાત્રા યોજાઈ, શહેર રાષ્ટ્રપ્રેમના રંગે રંગાયું:નગરજનો, યુવાનો અને સંસ્થાઓ મોટી સંખ્યામાં જોડાયા
    Next Article
    નંબર પ્લેટ વગરની કારમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો:4.56 લાખના મુદ્દામાલ સાથે બુટલેગરની ધરપકડ, દહેગામ બસ સ્ટેન્ડ પાસે લોકલ ક્રાઈમ બ્રાન્ચની કાર્યવાહી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment