Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    નંબર પ્લેટ વગરની કારમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો:4.56 લાખના મુદ્દામાલ સાથે બુટલેગરની ધરપકડ, દહેગામ બસ સ્ટેન્ડ પાસે લોકલ ક્રાઈમ બ્રાન્ચની કાર્યવાહી

    15 hours ago

    દહેગામમાં પેટ્રોલિંગ દરમિયાન લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમે પૂર્વ બાતમીના આધારે બસ સ્ટેન્ડ પાસેથી નંબર પ્લેટ વગરની વેગનઆરમાંથી રૂ.2.51 લાખની કિંમતના વિદેશી દારૂના જથ્થા સાથે રાજસ્થાની બુટલેગરને દબોચી લીધો છે. કુલ રૂ.4.56 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પોલીસને જોતાં જ ચાલક વેગેનઆર મૂકીને ભાગી ગયો દહેગામ પોલીસ મથકની હદ વિસ્તારમાં ફૂલીફાલેલી દેશી વિદેશી દારૂની પ્રવૃતિઓની બૂમરાણના પગલે લોકલ ક્રાઈમ બ્રાન્ચના પીઆઈ ડી. બી. વાળાની ટીમ અત્રેના વિસ્તારોમાં પેટ્રોલિંગ કરી રહી હતી. દરમિયાન મળેલી બાતમીના આધારે દહેગામ શહેર બસ સ્ટેન્ડ નજીક વોચ ગોઠવી શંકાસ્પદ હાલતમાં પસાર થઈ રહેલી નંબર પ્લેટ વગરની મારૂતી સુઝુકી વેગનઆરને કોર્ડન કરી રોકવાનો પ્રયાસ કર્યો હતો. જોકે પોલીસને જોતાં જ ગાડીનો ચાલક વાહન મૂકીને ભાગી ગયો હતો. 2.51 લાખના દારૂ સાથે બુટલેગરની ધરપકડ જ્યારે કારમાં સવાર અન્ય એક શખ્સને પોલીસે ઝડપી પાડ્યો હતો. કારની તલાશી લેતાં તેમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની નાની-મોટી બોટલો તેમજ બિયર ટીન મળી કુલ રૂ.2.51 લાખનો દારૂ મળી આવ્યો હતો. પોલીસ પૂછપરછમાં પકડાયેલા શખ્સે પોતાનું નામ રમેશ શાંતિલાલ પદ્માભાઈ કટારા (રહે. બંજરીયા, ખેરવાડા, જિ. ઉદયપુર, રાજસ્થાન) હોવાનું જણાવ્યું હતું. વધુ તપાસમાં સામે આવ્યું હતું કે, ભાગી ગયેલા ચાલકનું નામ અજીત (રહે. ખેરવાડા, રાજસ્થાન) છે, જ્યારે આ દારૂનો જથ્થો શંકર જોષી ઉર્ફે પંડિત (રહે. વસ્સી ગામ, જિ. ડુંગરપુર, રાજસ્થાન) નામના શખ્સે ભરી આપ્યો હતો. આ સમગ્ર મામલે દહેગામ પોલીસ મથકે ગુનો દાખલ કરાયો છે.
    Click here to Read More
    Previous Article
    લાલપુરમાં ‘હર ઘર તિરંગા’ અભિયાનનો પ્રારંભ:નમો ભવન ખાતે તિરંગો લહેરાવાયો
    Next Article
    After Air India Marijuana Row, Ministry Demands Dope Test Protocol Review

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment