Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભાવનગર પેરોલ ફર્લો સ્ક્વોડનો સપાટો:ફુલસર પ્રધાનમંત્રી આવાસની દુકાનમાંથી ₹2 લાખનો 787 બોટલ વિદેશી દારૂ ઝડપાયો

    1 day ago

    ભાવનગર શહેર વિસ્તારમાં દારૂબંધીના કડક અમલ માટે સતર્ક બનેલી પેરોલ ફર્લો સ્ક્વોડે એક મોટી સફળતા મેળવી છે. શહેરના ફુલસર વિસ્તારમાં આવેલા 25 વારીયા પ્રધાનમંત્રી આવાસ યોજના પરિસરમાં આવેલી એક દુકાનમાંથી ગેરકાયદેસર રીતે છુપાવી રાખવામાં આવેલો વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે. પોલીસે ઘટનાસ્થળેથી નાની-મોટી કુલ 787 બોટલ વિદેશી દારૂ તેમજ બાઇક અને મોબાઇલ ફોન મળી કુલ ₹2,54,685નો મુદ્દામાલ જપ્ત કરી આવાસમાં જ રહેતા એક શખ્સની ધરપકડ કરી છે. પેરોલ ફર્લો સ્ક્વોડને પેટ્રોલીંગ દરમિયાન મળી હતી ચોક્કસ બાતમી પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, ભાવનગર પેરોલ ફર્લો સ્ક્વોડની ટીમ શહેર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી તે દરમિયાન ટીમને ચોક્કસ બાતમી મળી હતી કે, ફુલસર 25 વારીયા પ્રધાનમંત્રી આવાસ યોજનાના છઠ્ઠા માળે રહેતો બિજરાજસિંહ ઉર્ફે ભોલુ મહેન્દ્રસિંહ ઝાલા બહારથી મોટા પ્રમાણમાં વિદેશી દારૂનો જથ્થો લાવ્યો છે અને તેણે આ જથ્થો આવાસ સંકુલમાં આવેલી એક દુકાનમાં છુપાવી રાખ્યો છે. મળેલી પાકી બાતમીના આધારે સ્ક્વોડે તાત્કાલિક સ્થળ પર પહોંચી ઓચિંતો દરોડો પાડ્યો હતો. દુકાનની તલાશી લેતાં 787 બોટલ વિદેશી દારૂનો જથ્થો મળ્યો પોલીસે સ્થળ પર હાજર બિજરાજસિંહ ઉર્ફે ભોલુ ઝાલાની અટકાયત કરી તેના કબજા ભોગવટાવાળી દુકાનમાં સઘન સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. તપાસ દરમિયાન દુકાનમાંથી વિવિધ બ્રાન્ડની વિદેશી દારૂની નાની-મોટી કુલ 787 બોટલો (જેની અંદાજિત કિંમત ₹1,99,685) મળી આવી હતી. પોલીસે દારૂના આ જથ્થા ઉપરાંત ગુનામાં ઉપયોગમાં લેવાયેલું એક સ્કૂટર તથા મોબાઇલ ફોન મળીને કુલ ₹2,54,685નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. વરતેજના બૂટલેગરનો માલ સાચવી ડિલિવરી આપતો હોવાની કબૂલાત ઝડપાયેલા આરોપી બિજરાજસિંહ ઉર્ફે ભોલુ ઝાલાની કડક પૂછપરછ કરવામાં આવતાં તેણે ચોંકાવનારી કબૂલાત કરી હતી. તેણે જણાવ્યું હતું કે આ દારૂનો જથ્થો મૂળ વરતેજના અને હાલ આખલોલ જકાતનાકા પાસે રહેતા અમીન મહેબૂબભાઈ ભટ્ટીનો છે. અમીન ભટ્ટીએ તેને આ જથ્થાની સાચવણી કરવાનું કામ સોંપ્યું હતું અને અમીન જ્યાં સૂચના આપે ત્યાં આ દારૂની ડિલિવરી આપવાનું કામ તે કરતો હતો. આ કબૂલાતના આધારે પોલીસે બંને આરોપીઓ સામે બોરતળાવ પોલીસ મથકમાં પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો દાખલ કરાવી આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    પાર્સલની ઓફિસમાંથી ચોરી કરતો ડીલેવરી બોય ઝડપાયો:ભાવનગર રોડ પર રૂ.4.56 લાખની ચાંદીના પાર્સલની ચોરીનો ભેદ ઉકેલાયો: યુવાનનો ગળાફાંસો ખાઈ આપઘાત
    Next Article
    Bengaluru-Mumbai Vande Bharat Sleeper Train Brings Three-State Corridor, Ties Twin Economic Hubs

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment