Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પ્રાંતિજની અંબુજા કંપનીમાંથી ચોરી કરનાર ઇકો કાર સાથે બે ઝડપાયા:195.62 કિલો કોપર સહિત ₹7.64 લાખનો મુદ્દામાલ કબજે;પ્રાંતિજમાં 491 બોટલ-ટીન સાથે એક મહિલા સહિત 3 આરોપી પકડાયા

    1 day ago

    સાબરકાંઠાના પ્રાંતિજ તાલુકાના દલપુર ગામ નજીક આવેલી ગુજરાત અંબુજા કંપનીના નવા સ્ટાર્ચ પ્લાન્ટમાંથી કોપરની પટ્ટીઓ, વાયર કેબલ અને જૂની મોટરોની ચોરીના બનાવનો લોકલ ક્રાઇમ બ્રાન્ચે (LCB) ભેદ ઉકેલી કાઢ્યો છે. પોલીસે આ ગુનામાં સંડોવાયેલા બે આરોપીઓને ઝડપી પાડ્યા છે, જ્યારે અન્ય એક આરોપીને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે. સાબરકાંઠા જિલ્લામાં દિવાળીને ધ્યાનમાં રાખીને દારૂની હેરાફેરી સામે પોલીસે કાર્યવાહી કરી છે. પ્રાંતિજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં લોકલ ક્રાઇમ બ્રાન્ચે ખોટી નંબર પ્લેટવાળી બલેનો કારમાંથી વિદેશી દારૂ અને બિયરની 491 બોટલ-ટીન જપ્ત કરી છે. એક મહિલા સહિત ત્રણ આરોપી પકડાયા છે. જપ્ત કરેલા મુદ્દામાલની કુલ કિંમત રૂ.7,72,547 છે બાતમીના આધારે પોલીસે ગોઠવી વોચ ગત 31 ઓક્ટોબરના રોજ એલસીબીની ટીમ હિંમતનગર શહેરમાં દિવાળીના તહેવાર નિમિત્તે પેટ્રોલિંગ કરી રહી હતી. તે દરમિયાન ન્યાયમંદિર સર્કલ નજીક પોલીસ કર્મચારીઓને બાતમી મળી હતી કે, સફેદ રંગની મારુતિ ઇકો ગાડી (નંબર GJ-09-BN-9848) માં બે શખ્સો ચોરીના કોપરની પટ્ટીઓના રોલ ભરી ધાણધા રેલવે ફાટક પાસે વેચાણ કરવા માટે ફરી રહ્યા છે. બાતમીના આધારે પોલીસે ધાણધા રેલવે ફાટક પાસે વોચ ગોઠવીને શંકાસ્પદ ઇકો ગાડીને ઝડપી પાડી હતી. ગાડીની તલાશી દરમિયાન કોપરની પટ્ટીઓના ચાર રોલ મળી આવ્યા હતા. જે અંગે પોલીસે આધાર-પુરાવા માંગતા બંને શખ્સો સંતોષકારક જવાબ આપી શક્યા નહોતા. પૂછપરછમાં ચોરીનો ભેદ ખુલ્લો પોરબંદર અને હિંમતનગર એલસીબી કચેરીએ લાવી સઘન પૂછપરછ કરતાં બંને આરોપીઓએ પોતાના અન્ય એક સાગરીત રાકેશ ઉર્ફે ધનીયા સાથે મળીને દલપુર નજીક આવેલી ગુજરાત અંબુજા કંપનીના નવા બની રહેલા પ્લાન્ટમાંથી કોપરની પટ્ટીઓ, કોપરના વાયર કેબલ તથા બે જૂની મોટરોની ચોરી કર્યાની કબૂલાત કરી હતી. આ મામલે પ્રાંતિજ પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતા-2023ની કલમ 303(2) મુજબ ગુનો નોંધાયેલો હોવાનું સામે આવ્યું હતું. જપ્ત કરાયેલા મુદ્દામાલ કોપરના ચાર રોલ (વજન 195.62 કિલો): રૂ. 2,54,306 બે મોબાઇલ ફોન: રૂ. 10,000 મારુતિ ઇકો ગાડી: રૂ. 5,00,000 કુલ મુદ્દામાલ: રૂ. 7,64,306 પકડાયેલા આરોપીઓ: જેકીકુમાર દશરથભાઈ ચંદુભાઈ મારવાડી (રહે. ઓડવાસ, હિંમતનગર) દીપક ટીનુભાઈ મોહનભાઈ વાઘેલા (રહે. વાઘેલાવાસ, હિંમતનગર) વોન્ટેડ આરોપી: રાકેશ ઉર્ફે ધનીયો રાજુભાઈ પટણી (રહે. ગીરધરનગર આવાસ યોજના, હિંમતનગર, મૂળ - અમદાવાદ) આરોપીઓ અને કબજે કરાયેલો તમામ મુદ્દામાલ આગળની કાયદેસરની કાર્યવાહી માટે હિંમતનગર બી ડિવીઝન પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો છે. આગામી દિવાળીના તહેવારોને ધ્યાનમાં રાખીને જિલ્લામાં મિલકત સંબંધી ગુનાઓ અટકાવવા અને અનડીટેક્ટ ગુનાઓ શોધી કાઢવા પોલીસ મહાનિરીક્ષક વિરેન્દ્રસિંહ યાદવ તથા સાબરકાંઠા જિલ્લા પોલીસ અધિક્ષક ડૉ. પાર્થરાજસિંહ ગોહિલ દ્વારા સખત સૂચના આપવામાં આવી હતી. જેના આધારે એલસીબી પીઆઇ ડી.સી. સાકરિયાના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ એસ.જે. ચાવડા સહિતની ટીમ પેટ્રોલીંગમાં હતી. ખોટી નંબર પ્લેટવાળી કારમાંથી દારૂ મળ્યો 1 નવેમ્બર 2026ના રોજ એલસીબીની ટીમ પ્રાંતિજ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી. કતપુર ટોલનાકા પાસે બાતમી મળી હતી કે ગાંભોઈ તરફથી સફેદ મારુતિ સુઝુકી બલેનો કાર નંબર GJ-27-DH-6606માં બે પુરુષ અને એક મહિલા દારૂ ભરી અમદાવાદ તરફ જઈ રહ્યા છે. પોલીસે વડવાસા પાટિયા પાસે હિંમતનગર-અમદાવાદ નેશનલ હાઇવે પર વોચ ગોઠવી હતી. બાતમીવાળી કાર આવતાં પોલીસે તેને રોકવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, ચાલકે કાર રોકવાને બદલે સર્વિસ રોડ પરથી સીતવાડા ઓવરબ્રિજ નીચેથી ઓરણ ગામ તરફ ભગાવી હતી. પીછો કરતી વખતે કારના આગળના ટાયર ફાટી ગયા હતા. ચાલકે કાબૂ ગુમાવતા કાર રસ્તા પરના લીમડાના ઝાડ સાથે અથડાઈ હતી. કારમાંથી ભાગવાનો પ્રયાસ કરતા ત્રણેયને પોલીસે પકડી લીધા હતા. કારની આગળની અને પાછળની સીટ તેમજ ડેકીમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂ અને બિયર છુપાવેલા હતા. પોલીસે રૂ.2,57,547ની કિંમતની 491 બોટલ-ટીન, રૂ.15,000ની કિંમતના ત્રણ મોબાઇલ ફોન અને રૂ.5 લાખની બલેનો કાર જપ્ત કરી હતી. તપાસમાં કાર પર ખોટી નંબર પ્લેટ લગાવેલી હોવાનું પણ સામે આવ્યું હતું. પોલીસે અમદાવાદના નરોડામાં રહેતાં તુલસીબેન દિનેશભાઈ ઠાકોર (ઉં.વ.60), રાજસ્થાનના ઉદયપુરના અનમોલસિંહ રણધીરસિંહ ચૌહાણ (ઉં.વ.31) અને મહેન્દ્ર શંકરલાલજી ટેલર (ઉં.વ.35)ની ધરપકડ કરી છે. રાજસ્થાનના ખેરવાડા તાલુકાના બદલા ગામનો તારાચંદ કાનસિંહ મીણા અને અમદાવાદના તેલિયાવાસણા ગામે દારૂ ભરેલી બલેનો કાર લેવા આવનાર સુરેશભાઈ નામનો શખ્સ ફરાર છે. આ મામલે પ્રાંતિજ પોલીસ સ્ટેશનમાં ગુજરાત પ્રોહિબિશન એક્ટની કલમ 65(A)(E), 81, 83 અને ભારતીય ન્યાય સંહિતાની કલમ 336(2), 340(2) હેઠળ ગુનો નોંધાયો છે. પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    ઈન્ટરનેશનલ કો-ઓપરેટિવ એલાયન્સના ડાયરેક્ટર પદે દિલીપ સંઘાણીનો વિજય:CMની ઉપસ્થિતિમાં અડાલજ ખાતે અભિવાદન અને સન્માન સમારોહ યોજાયો
    Next Article
    પાર્સલની ઓફિસમાંથી ચોરી કરતો ડીલેવરી બોય ઝડપાયો:ભાવનગર રોડ પર રૂ.4.56 લાખની ચાંદીના પાર્સલની ચોરીનો ભેદ ઉકેલાયો: યુવાનનો ગળાફાંસો ખાઈ આપઘાત

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment