Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પાટડીમાં તિરંગા યાત્રા યોજાઈ, શહેર રાષ્ટ્રપ્રેમના રંગે રંગાયું:નગરજનો, યુવાનો અને સંસ્થાઓ મોટી સંખ્યામાં જોડાયા

    18 hours ago

    આઝાદીના 80મા સ્વાતંત્ર્ય પર્વની દેશવ્યાપી ઉજવણી અને 'વંદે માતરમ્'ના 150 વર્ષ પૂર્ણ થવાના ઐતિહાસિક અવસર નિમિત્તે દેશભરમાં 'હર ઘર તિરંગા' અભિયાન ચાલી રહ્યું છે. આ અભિયાનના ભાગરૂપે પાટડી ખાતે વહીવટી તંત્ર અને નગરપાલિકાના સંયુક્ત ઉપક્રમે તિરંગા યાત્રા યોજાઈ હતી. દસાડા-લખતરના ધારાસભ્ય પી.કે. પરમારના અધ્યક્ષસ્થાને આ યાત્રાનું આયોજન કરાયું હતું. આ રાષ્ટ્રપ્રેમના મહાપર્વમાં પાટડીના નગરજનો, યુવાનો, બાળકો તેમજ વિવિધ સામાજિક અને ધાર્મિક સંસ્થાઓ મોટી સંખ્યામાં જોડાયા હતા. જેના કારણે સમગ્ર પાટડી શહેર રાષ્ટ્રપ્રેમના રંગે રંગાઈ ગયું હતું. તિરંગા યાત્રાનો પ્રારંભ શ્રી સૂરજમલજી હાઈસ્કૂલ ખાતેથી થયો હતો. આ યાત્રાએ સમગ્ર પાટડી નગરમાં ભ્રમણ કરી ફરી સૂરજમલજી હાઈસ્કૂલ ખાતે સમાપન કર્યું હતું. આ પ્રસંગે 'એક પેડ માઁ કે નામ' અભિયાન અંતર્ગત વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું અને સામૂહિક વ્યસનમુક્તિના શપથ પણ લેવાયા હતા. આ યાત્રા દરમિયાન એક વિશિષ્ટ કૃતિ પણ રજૂ કરાઈ હતી. શ્રી પાટડી કેળવણી મંડળ સંચાલિત શ્રી સૂરજમલજી હાઈસ્કૂલના આચાર્ય વીણાબેન ચૌધરીની પ્રેરણાથી વિજ્ઞાન શિક્ષક રૂદ્રેશભાઈ ઠાકોરે 'વિક્રમ-1' રોકેટની આબેહૂબ પ્રતિકૃતિ તૈયાર કરી હતી. તાજેતરમાં જ ભારત સરકારની અંતરિક્ષ વિજ્ઞાન સંસ્થા ઈસરો દ્વારા 18 જુલાઈ, 2026ના રોજ 'મિશન આગમન' અંતર્ગત ભારતનું પહેલું ખાનગી ઓર્બિટલ રોકેટ 'વિક્રમ-1' અંતરિક્ષમાં લોન્ચ કરવામાં આવ્યું હતું. પાટડી નગરપાલિકા દ્વારા આયોજિત તિરંગા યાત્રામાં આ પ્રતિકૃતિને સૌએ નિહાળી હતી અને શાળાના આચાર્ય વીણાબેન ચૌધરી તેમજ વિજ્ઞાન શિક્ષક રૂદ્રેશભાઈ ઠાકોરને અભિનંદન પાઠવ્યા હતા. ઉપસ્થિત સૌએ વિજ્ઞાન ક્ષેત્રમાં ભારતની આ ઐતિહાસિક સિદ્ધિ બદલ ગૌરવની લાગણી અનુભવી હતી. આ યાત્રામાં ધારાસભ્ય પી.કે. પરમાર ઉપરાંત જિલ્લા ભાજપ પૂર્વ પ્રમુખ દિલીપ પટેલ, જિલ્લા ભાજપ મહામંત્રી નરેશ પટેલ, નગરપાલિકા પ્રમુખ હિતેષ રાવલ, શહેર ભાજપ પ્રમુખ વિરલ સોની, ગ્રામ્ય ભાજપ પ્રમુખ સુખદેવ ઠાકોર, જિલ્લા ભાજપ ઉપપ્રમુખ રામ ચાવડા, શહેર મંડળ પ્રભારી, નગરપાલિકાના હોદ્દેદારો, રશ્મિકાંત રાવલ, જિલ્લા ભાજપ મંત્રી ચેતન શેઠ, મૌલેશ પરીખ, મુકેશ દેસાઈ, પૂર્વ પ્રમુખો, શાળાના વિદ્યાર્થીઓ અને પોલીસકર્મીઓ સહિત અનેક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
    Click here to Read More
    Previous Article
    ગ્રાહકની ફરમાઈશ મુજબ યુવતીઓ અશ્લીલતા પીરસતી:10 પાસ યુવકે APK ફાઈલની મદદથી એપ તૈયાર કરી, આરોપી અને યુવતીઓ આવકના 50-50 ટકા વહેંચી લેતા
    Next Article
    લાલપુરમાં ‘હર ઘર તિરંગા’ અભિયાનનો પ્રારંભ:નમો ભવન ખાતે તિરંગો લહેરાવાયો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment