Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગ્રાહકની ફરમાઈશ મુજબ યુવતીઓ અશ્લીલતા પીરસતી:10 પાસ યુવકે APK ફાઈલની મદદથી એપ તૈયાર કરી, આરોપી અને યુવતીઓ આવકના 50-50 ટકા વહેંચી લેતા

    19 hours ago

    વડોદરાના માંજલપુરના રહેણાંક ફ્લેટમાં યુવતીઓને બોલાવી ન્યૂડ વીડિયો કોલ રેકેટ ચલાવનાર આરોપી મનીષ પઢીયારની પોલીસે ધરપકડ કરી. ભૂતકાળમાં કોલ સેન્ટરમાં સાથે કામ કરતી યુવતીની મદદ લઈ આરોપીએ વડોદરામાં 11 લાખ રૂપિયાનો ફ્લેટ ખરીદી આ ગોરખધંધાની શરૂઆત કરી. 10 પાસ હોવા છતા Apk ફાઈલની મદદથી એપ બનાવી ગ્રાહકોને આકર્ષવામાં આવતા. ગ્રાહકો પૈસાની એડવાન્સ ચૂકવણી કરી રિચાર્જ કરાવતા. ફ્લેટમાં હાજર યુવતી ગ્રાહકની ફરમાઈશ મુજબ અશ્લીલતા પીરસતી. મનીષ પઢીયાર સાથે ઉચ્ચ અભ્યાસ કરતી યુવતી પણ જોડાયેલી હોવાની વિગત સામે આવી છે. 11 લાખમાં માંજલપુરમાં ફ્લેટ ખરીદી ગોરખધંધો શરૂ કર્યો મનીષ પઢીયારે 11 લાખ રૂપિયામાં માંજલપુરમાં આવેલા પ્રકૃતિ પ્લાઝામાં ફ્લેટ ખરીદ્યો હતો. તે અલગ અલગ યુવતીઓને પોતાના ફ્લેટ પર બોલાવતો. અહીં વીડિયો કોલ માટેનું સેટઅપ હતું. જેમાં ગ્રાહકની ફરમાઈશ મુજબ યુવતીઓ દ્વારા અશ્લલીલતા પીરસવામાં આવતી. મનીષે ભૂતકાળમાં સાથે નોકરી કરતી યુવતીને પણ પોતાની સાથે જોડી આ આરોપી પોતે કોલ સેન્ટર ચલાવતો અને તેની સાથે નોકરી કરતી યુવતીને પણ આ ધંધામાં કામ કરવા માટે બોલાવી હતી. મૂળ ગાઝિયાબાદની યુવતી એર હોસ્ટેસનો અભ્યાસ કરતી હતી. જેની પણ પોલીસે પૂછપરછ શરૂ કરી છે. 10 પાસ મનીષે APK ફાઈલની મદદથી એપ બનાવી મનીષ પઢીયાર પોતે 10 પાસ છે. તેને APK ફાઈલની મદદથી એપ તૈયાર કરી હતી. એપ્લિકેશન દ્વારા એકાઉન્ટ બનાવી તેમાં ગ્રાહકોને અશ્લીલ ન્યૂડ વીડિયોની લાલચ આપતા.આ એપ્લેકેશનમાં ગ્રાહકો દ્વારા થતા રૂ. 500 થી 5,000ના રિચાર્જનું પેમેન્ટ આરોપી એક કોઇનના ચાર રૂપિયા મેળવી પોતાના એકાઉન્ટમાં ટ્રાન્સફર કરતો. જે આવક થાય તેમાંથી આરોપી અને કામ કરતી યુવતીઓ 50 ટકાના ભાગે વહેંચણી કરી લેતા.
    Click here to Read More
    Previous Article
    પાટણમાં ઉકળાટ બાદ વરસાદનું આગમન થતાં વાતાવરણ ઠંડુગાર:નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા, વાહનચાલકો પરેશાન; ખેડૂતોમાં ખુશી
    Next Article
    પાટડીમાં તિરંગા યાત્રા યોજાઈ, શહેર રાષ્ટ્રપ્રેમના રંગે રંગાયું:નગરજનો, યુવાનો અને સંસ્થાઓ મોટી સંખ્યામાં જોડાયા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment