Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પાટણમાં ઉકળાટ બાદ વરસાદનું આગમન થતાં વાતાવરણ ઠંડુગાર:નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા, વાહનચાલકો પરેશાન; ખેડૂતોમાં ખુશી

    19 hours ago

    પાટણ શહેરમાં છેલ્લા કેટલાક દિવસોથી અસહ્ય ગરમી અને બફારા બાદ બુધવારે બપોરે વાતાવરણમાં પલટો આવ્યો હતો. મેઘરાજાની પુનરાગમન થતા સમગ્ર વિસ્તારમાં ઠંડક પ્રસરી ગઈ હતી. જોકે, વરસાદને કારણે શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જવાથી વાહનચાલકો અને રાહદારીઓને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. બુધવારે બપોરના સમયે આકાશમાં કાળાડીબાંગ વાદળો ઘેરાયા હતા અને ત્યારબાદ વરસાદ શરૂ થયો હતો. લાંબા વિરામ બાદ વરસાદ આવતા જનજીવનને ગરમીથી મોટી રાહત મળી હતી અને વાતાવરણ આહલાદક બની ગયું હતું. વરસાદના આગમનથી નાગરિકો તેમજ બાળકોએ વરસાદમાં પલળીને આનંદ વ્યક્ત કર્યો હતો. આ વરસાદથી પંથકના ખેડૂતોના ચહેરા પર પણ ખુશી જોવા મળી હતી, કારણ કે તેમને પાક માટે પાણીની જરૂર હતી. બીજી તરફ, વરસાદને કારણે શહેરના કેટલાક નીચાણવાળા વિસ્તારો અને મુખ્ય માર્ગો પર વરસાદી પાણી ભરાઈ ગયા હતા. રસ્તાઓ પર પાણી ભરાઈ જવાથી વાહનચાલકો અને રાહદારીઓને અવરજવર કરવામાં ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.
    Click here to Read More
    Previous Article
    મર્ડરના આરોપીને જેલમાંથી બહાર લાવવા ‘મેડિકલ સર્ટિફિકેટ’નો ખેલ?:કેશોદના ડો. રાજેશ સાંગાણીના ‘મિસકન્ડક્ટ’ સામે વેરાવળ કોર્ટનું કડક વલણ; ડોક્ટરે કહ્યું- આરોપીએ મારા અભિપ્રાયનો દુરુપયોગ કર્યો
    Next Article
    ગ્રાહકની ફરમાઈશ મુજબ યુવતીઓ અશ્લીલતા પીરસતી:10 પાસ યુવકે APK ફાઈલની મદદથી એપ તૈયાર કરી, આરોપી અને યુવતીઓ આવકના 50-50 ટકા વહેંચી લેતા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment