Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મર્ડરના આરોપીને જેલમાંથી બહાર લાવવા ‘મેડિકલ સર્ટિફિકેટ’નો ખેલ?:કેશોદના ડો. રાજેશ સાંગાણીના ‘મિસકન્ડક્ટ’ સામે વેરાવળ કોર્ટનું કડક વલણ; ડોક્ટરે કહ્યું- આરોપીએ મારા અભિપ્રાયનો દુરુપયોગ કર્યો

    1 day ago

    વેરાવળની એડિશનલ સેશન્સ કોર્ટે હત્યા અને ખંડણી જેવા ગંભીર ગુનાના આરોપી ફારુક મૌલાનાને વચગાળાના જામીન અપાવવા માટે ખોટું મેડિકલ સર્ટિફિકેટ આપનાર કેશોદના ફિઝિશિયન-કાર્ડિયોલોજિસ્ટ ડો. રાજેશ સાંગાણી સામે ગુજરાત મેડિકલ કાઉન્સિલને કડક કાર્યવાહી કરવાનો હુકમ કર્યો છે. આરોપીની જામીન અરજી અને સર્ટિફિકેટનો ખેલ જિલ્લા સરકારી વકીલ કેતનસિંહ વાળાના જણાવ્યા મુજબ, ફારૂકભાઈ ઉર્ફે ફારૂક મૌલાના નામના આરોપીએ બીમારીના બહાને 15 દિવસના વચગાળાના જામીન માંગ્યા હતા. આ અરજી સાથે ડો. રાજેશ સાંગાણી દ્વારા 3 જૂન અને 19 જૂન, 2026ના રોજ આપવામાં આવેલા મેડિકલ સર્ટિફિકેટ રજૂ કરાયા હતા. જેલમાં બંધ આરોપી ફારુક મૌલાનાની ક્રાઈમ કુંડળી આરોપી ફારૂક મૌલાના ગંભીર પ્રકારના ગુનામાં સંડોવાયેલ છે અને અગાઉ ખૂનનો ગુનો નોંધાયેલ છે તેમજ ખૂનની કોશિષના કુલ 4 ગુના તેમજ ખોટા દસ્તાવેજો બનાવી તેનો સાચા તરીકે ઉપયોગ કરવાનો, આર્મ્સ એકટના, પ્રોહીબીશનના, મારામારીના, સરકારી કર્મચારીની ફરજમાં રૂકાવટ કરી માર મારવાના 2 ગુના તથા અન્ય ગુના સહિત અનેક ગુન્હા વેરાવળ, કેશોદ, પ્રભાસ પાટણ, સુત્રાપાડા સહિતના પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ છે. આરોપી ફારૂક મૌલાના ગુન્હાહિત ઇતિહાસ ધરાવે છે, વેરાવળમાં મે- 2026માં તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાણીની જાહેરમાં પિસ્તોલથી ગોળી મારીને હત્યા કરવાના ચકચારી કેસમાં સાગરિતો સાથે તેની ગીર સોમનાથ પોલીસે ધરપકડ કરી હતી. હાલ તે મુખ્ય આરોપી તરીકે જેલમાં છે. તપાસ વિના જ સર્ટિફિકેટ ઇશ્યૂ કરાયાનો ખુલાસો કોર્ટના અવલોકનમાં સામે આવ્યું કે ડો. સાંગાણીએ આરોપીને અગાઉ 1 ઓક્ટોબર, 2025 સુધી જ સારવાર આપી હતી. જૂન 2026માં સર્ટિફિકેટ આપતી વખતે આરોપીની કોઈ શારીરિક તપાસ કરવામાં આવી નહોતી. બીજી તરફ, જેલના રેકોર્ડ મુજબ 2 અને 4 જૂને જેલના ફિઝિશિયને આરોપીની સારવાર કરી હતી અને ECG પણ કાઢ્યો હતો. જેલ તબીબની સલાહ વિના જ બહારના ડોક્ટરનો રિપોર્ટ જેલના દવાખાનામાં આરોપીએ ત્યારબાદ કોઈ સારવાર લીધી નહોતી અને જેલના ફિઝિશિયને તેને બહારના સ્પેશિયાલિસ્ટ પાસે રિફર કરવાની સલાહ પણ આપી નહોતી. આમ છતાં, 19 જૂને બહારના ડોક્ટર દ્વારા ટ્રીટમેન્ટ સર્ટિફિકેટ આપી દેવામાં આવ્યું હતું. કોર્ટની ગંભીર ટકોર અને મેડિકલ કાઉન્સિલને આદેશ કોર્ટે નોંધ્યું કે તબીબના સર્ટિફિકેટના આધારે અદાલત વ્યક્તિની સ્વતંત્રતા અંગે નિર્ણયો લેતી હોવાથી સર્ટિફિકેટ સત્ય અને તથ્ય આધારિત હોવું જરૂરી છે. ડો. સાંગાણીના આ કૃત્યને 'મિસકન્ડક્ટ' ગણાવી, ગુજરાત મેડિકલ કાઉન્સિલ રૂલ્સ-1967ની કલમ 22 હેઠળ કાર્યવાહી કરી અહેવાલ કોર્ટમાં રજૂ કરવા આદેશ કરાયો છે. મારા ઓપિનિયન લેટરનો દુરુપયોગ કર્યો:ડોક્ટર રાજેશ સાંગાણી આ મામલે ડોક્ટર રાજેશ સાંગાણીએ જણાવ્યું હતું કે, આરોપી ફારુક મોલાના છેલ્લા ઘણા વર્ષોથી મારી પાસે સારવાર લે છે અને તે હાલમાં મર્ડરના કેસમાં જેલમાં છે તે પણ મને ખ્યાલ હતો મારી પાસે તેમના સંબંધી અને વકીલ આવ્યા હતા અને મને એવું જણાવ્યું કે ફારૂક ભાઈને કયા કયા રોગ છે તે એક યાદી બનાવી અને આપો એટલે મેં તેમને એક મારો ઓપિનિયન લેટર આપ્યો હતો જેને આ લોકોએ કોર્ટમાંથી જામીન મેળવવા માટે રજૂ કર્યો હતો. કોર્ટને મારા ઓપિનિયન લેટરમાં ગુણદોષ જણાયો હોય અને મને સમન્સ કર્યો હતો.મેં કોર્ટમાં મારી રજૂઆત કરી હતી આમ છતાં કોર્ટે નો જે નિર્ણય લીધો છે તેને હું શિરોમાન્ય ગણું છું અને મેડિકલ કાઉન્સિલ સમક્ષ મારા ખુલાસા રજૂ કરીશ વગદાર આરોપીઓ અને ખોટા સર્ટિફિકેટ સામે ચેતવણી કોર્ટે વધુમાં ટકોર કરી હતી કે સાધનસંપન્ન કે વગદાર આરોપીઓ ડોક્ટરની મદદથી હોસ્પિટલમાં દાખલ થઈ જેલની બહાર રહેવાની સુવિધા મેળવતા હોય છે. આવા ગેરમાર્ગે દોરનારા સર્ટિફિકેટ સામે કડક પગલાં લેવામાં નહીં આવે તો ન્યાયપ્રણાલી અને જનહિતને મોટું નુકસાન થઈ શકે છે.
    Click here to Read More
    Previous Article
    હિંગળાજપુરામાં ખેતરોમાં ક્રૂડ ઓઇલ ફરી વળ્યું:ONGCની પાઇપલાઇન લીકેજ થતાં ખેડૂતોને મોટું નુકસાન, કાયમી ઉકેલની માગ
    Next Article
    પાટણમાં ઉકળાટ બાદ વરસાદનું આગમન થતાં વાતાવરણ ઠંડુગાર:નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા, વાહનચાલકો પરેશાન; ખેડૂતોમાં ખુશી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment