Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગુજરાત માથે એકસાથે પાંચ સિસ્ટમ સક્રિય:ભારે વરસાદથી પાલનપુર-અંબાજી હાઇવે પર ઘૂંટણસમા પાણી, આજે મહીસાગર, પંચમહાલ અને દાહોદમાં ઓરેન્જ એલર્ટ

    19 hours ago

    રાજ્યના કેટલાક જિલ્લામાં હવામાન વિભાગે આજે અને આવતીકાલે(13 ઓગસ્ટ) કેટલાક જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. આજે 12 ઓગસ્ટ મહીસાગર, પંચમહાલ અને દાહોદમાં છૂટાછવાયા સ્થળોએ ભારેથી અતિભારે વરસાદની આગાહીને પગલે ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે. જ્યારે સાબરકાંઠા, અરવલ્લી, ખેડા, છોટાઉદેપુર, નર્મદા, તાપી અને ડાંગ જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની આગાહીને પગલે યલો એલર્ટ છે. રાજ્ય પર એકસાથે પાંચ સિસ્ટમ સક્રિય હોવાથી તેની અસરથી વરસાદની સ્થિતિ જોવા મળશે. લો પ્રેશર, મોન્સૂન ટ્રફ, શિયર ઝોન અને બે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર રાજ્યમાં જોવા મળી રહી છે. આજે 12 ઑગસ્ટે બનાસકાંઠા, સાબરકાંઠા અને અમદાવાદના પાલડી વિસ્તારમાં ઝરમર વરસાદ પડ્યો છે. આ તરફ વલસાડમાં પણ સવારના સમયે વાતાવરણમાં પલટા સાથે ઝાપટું પડ્યું હતું. માછીમારોને દરિયામાં ન જવા ચેતવણી હવામાન વિભાગના વૈજ્ઞાનિક એ. કે. દાસે જણાવ્યું હતું કે, દરિયાકાંઠાના વિસ્તારો માટે ઉત્તર અને દક્ષિણ ગુજરાતના તટીય ક્ષેત્રોમાં સ્ટીપ પ્રેશર ગ્રેડિયન્ટના કારણે પવનની ગતિ વધુ રહેવાની શક્યતા છે. દરિયામાં દક્ષિણ-પશ્ચિમથી પશ્ચિમ દિશા તરફથી 15થી 20 નોટ્સની ઝડપે પવન ફૂંકાઈ શકે છે, જે વધીને 25 નોટ્સ સુધી પહોંચી શકે છે. દરિયો રફથી મોડરેટ રહેવાની શક્યતા હોવાથી માછીમારોને પણ દરિયામાં ન જવાની ચેતવણી આપવામાં આવી છે, જ્યાં પવનની સ્પીડ 30થી 40 કિલોમીટર પ્રતિ કલાક રહેવાનો અંદાજ છે. બંગાળની ખાડીમાં નવું લો-પ્રેશર બન્યું હાલની હવામાન સિસ્ટમ વિશે વાત કરીએ તો, ઉત્તર-પશ્ચિમ મધ્યપ્રદેશમાં એક લો-પ્રેશર સિસ્ટમ સક્રિય છે. આ સાથે બંગાળની ખાડીમાં ઉત્તર ભાગમાં (પશ્ચિમ બંગાળ અને બાંગ્લાદેશના દરિયાકાંઠે)એક નવું લો-પ્રેશર બન્યું છે, જે આગામી 12 કલાકમાં વધુ મજબૂત (વેલ માર્ક્ડ લો પ્રેશર) બનીને 24 કલાકમાં 'ડિપ્રેશન'માં ફેરવાઈ શકે છે. આ સિસ્ટમ ઉત્તર-પશ્ચિમ દિશા તરફ પશ્ચિમ બંગાળ અને બાંગ્લાદેશ તરફ આગળ વધશે. રાજ્યમાં સિઝનનો અત્યાર સુધીમાં 19 ઈંચ વરસાદ ગુજરાત પર આ બંગાળની ખાડીની સિસ્ટમથી શું અસર થશે તે અંગે હાલ સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે. આ સિવાય શીયર ઝોન અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પણ હાલ સક્રિય છે. ગુજરાત રાજ્યમાં સિઝનનો અત્યાર સુધી 489.9 મિમી (19.25 ઈંચ) વરસાદ નોંધાયો છે, જે સામાન્ય વરસાદ 480.8 મિમી (18.92 ઈંચ) કરતાં 2 ટકા વધુ છે.
    Click here to Read More
    Previous Article
    'દાદા હિંચકે બેસે તો મારવા સ્પીડ વધારે', વિધવા પુત્રવધૂ-પૌત્રીઓનું કારસ્તાન:રાજકોટના હાઈપ્રોફાઈલ ફેમિલીનો કિસ્સો, સંપત્તિ માટે વૃદ્ધ દંપતીને પરેશાન કરવા હદ વટાવી
    Next Article
    36 વર્ષ જૂના કાશ્મીરી પંડિત મર્ડર-કેસમાં SIAના દરોડા:1990માં આતંકવાદીઓએ પિતા-પુત્રની હત્યા કરી હતી, લાશ ઝાડ પર લટકાવેલી મળી હતી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment